નમસ્કાર મે અમિતાભ બચ્ચન બોલ રહા હું કોન બનેગા કરોડપતિ સે
આપણી બુધ્ધિજન્યતા જ કઈ આવી છે કે કોઈ મોટેરું જે કઈ કહે તેની પાછળ ગાડરિયો ધસી જાય. પણ અમિતાભે છાપામાં જે કહ્યું, તેવી જો કોઈ વાત હોય તો નજર અંદાઝ થાય. ખરેખર એક અખબારે અમિતાભના વિચારોને વાચા આપી એ હકારાત્મક જ કહીશ, પણ જે દિવસથી સમાજના વડાઓ, કહેવાતા મ્યુનિસિપલ હોદેદારો અને પદાધિકારીઓ દ્વૈતતાને ઠોકર મારી, સસ્તી પ્રસિધ્ધિને અવગણી અખબારો કે મોટી સ્ક્રીનમાં ફોટો-સૂચક સન્માન નહિ, પણ જે તે કામ કરતાં લોકોનું મોરલ ઊંચું લાવવા પ્રયત્ન કરશે, ત્યારે જ આ સાર્થક થશે. આ કામ માટે કદાચ મોટામાં મોટી સ્ક્રીન પણ ટુંકી પડશે અને અખબારી જમાતને પણ જેમ સમુંદરની લહેરોને કાંઠે પહોંચવામાં ફીણ આવી જાય, તેમ મથવું પડશે.
અંતર આત્માને ખંખોળશો તો તમને જણાશે કે, આપણે જાતે જ પગ ઉપર કુહાડો માર્યો હોય, આનો રસ્તો ફરી પાછો શાળા તરફ જ જતો જોવા મળશે. જેની વ્યવસ્થાની આપણે જ ઘોર ખોદી છે, અહી શાળાઓ ફક્ત નોકરિયાતો માટે જ હોય, વિદ્યાર્થીઓ ફક્ત માથાઓ જ જાણે !!.
જૂની કહેવત પ્રમાણે જ્યાંથી સડે ત્યાંથી કાપી નાખવું જોઈએ ,પણ અહિયાં કેટલું કાપવું ? એનું કોઈ માપ કે મેળ જ નથી. કોણ સડે, કોણ મરે, કોણ લુટાય, કોને અન્યાય થાય, કોણ છેતરાય, કોની ઇન્સલ્ટ થાય, કોના કામ થાય ,બહુ બધા પ્રશ્નાર્થ અને આશ્ચર્ય !?, બધુ જ ડિજિટલ થઈ જશે, પણ પ્રણાલીની પારદર્શકતા તો ઝીરોના બલ્બ જેવી જ રહેશે !. પૂરતો પ્રકાશ પણ નહિ આપે અને તમને વીજળી બિલ પણ નહિ આવે.
અરે સાફ સફાઇની વાત આવે કે જાતિવાદની વાત આવે તો આપણે ગાંધીજીને ગાળો ભાંડતા હોય તો અમિતાભ બચ્ચનને તો ક્યાંય સાઈડમાં ફેકી દઇશું. આજની અનામત કયા સુધી સલામત રહેશે ? વર્ણ વ્યવસ્થા નહિ પણ વાણી વ્યવસ્થામાં સુધાર આવશે તો જ ખરું, બાકી હવે તો ઘરે થી જ સીખવવામાં આવે છે કોની સાથે ઊઠવું બેસવું, કોને મકાન ભાડે આપવું, કોની સાથે ધંધો કરવો, કોની સાથે બહાર જમવા જવું વગેરે વગેરે . મિત્રો જે જીવી જાણશું, એ જ ઝીંદગી, બાકી વખત તો બધાનો વીતવાનો જ છે, કોઈનો કામ પાછળ તો કોઈનો કમાવા પાછળ.
ખેર !!, બાકી ગાડરિયો તો અવિરત ચાલુ જ રહેવાનો. લોકોની વચ્ચે અંતર આવે કે ખાઈ પડે આપણે શું !! મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ. ચાલો ચુંટણી આવતી હોય આપણે ફરી દેશ પ્રેમી થઈ જઈએ, અને કોણ ઓછું ખરાબ છે એને ચૂંટી કાઢીયે.