ધોરણ 4 સુધી રાજકોટની સરકારી શાળામાં ભણેલા અર્જુન છેલ્લા 2 વર્ષથી સીટ કવારનો વ્યવસાય કરે છે. રોજ લગભગ 10 થી 12 કિલોમીટર સાયકલિંગ કરીને મોટરસાયકલના સીટ કવર સિલાઈ કરી આપે છે. મે પૂછ્યું કે ભણે છે કે ? મસ્ત અને સહજ રીતે જવાબ આપ્યો કે – ના !! હવે માત્ર ભણવાથી કામ ચાલે એમ નથી, કામ કરવું પડશે, મારા પપ્પા સાથે મળીને કામ કરું છું.
મારો પ્રયાસ એટલો હોય કે એમની સાથે વાત કરવાથી જો એ શાળા તરફ વળી જાય તો એટલીસ્ટ વાંચતો લખતો થઈ જાય. જેની ઝીંદગીમાં સંઘર્ષ નહિ, પણ સંઘર્ષમાં જ ઝીંદગી હોય તેમ સહજ રીતે પરિસ્થિતિનો સ્વીકાર કરી અર્જુન અસંખ્ય ભણેલ ગણેલ કરતાં આગળ નીકળી ગયો છે. જે રીતે એનો કામ પ્રત્યેનો એટીટ્યુડ અને ડિઝાઇર હતી એ જોઈને એટલું ચોક્કસ કહીશ કે એ કાયમ સીટકવર સિલાઈ તો નહીજ કરે. અર્જુન સાથેની મુલાકાત સાર્થક કરે છે કે ઉમર ભલે નાની હોય પણ ઝીંદગી મોટી હોવી જોઈએ. આજે સમાજને ખરા અર્થમાં શિક્ષકની સાથે કેણવણીકારની જરૂર છે.
સિક્કાની અન્ય બાજુને જોઈએ અને સમજીએ તો આજે અર્જુન જેવા અસંખ્ય બાળકોને અભ્યાસની સાપેક્ષ આર્થિક પોષણની તાતી જરૂરિયાત છે. ઘણા બાળકો ભણવું કે કામ કરવું એ દ્વંદ્વમાં જીવતા હોય છે. સમય મળે નિરાંતે 15 મીનીટ કાઢીને એમની સાથે સંવાદ કરશો તો તમે કદાચ તમારું દુખ જોજનો દૂર સુધી પણ મહેસુસ નહિ થાય. અર્જુન સાથેની મુલાકાત દરમ્યાન એમના મુખ પર દુર્લભ તેજસ્વી સ્મિત હતું. જરૂરના હોય એવી યાદો વાગોળવી, વ્યક્તિઓને મળવું કે નિર્જીવ ચીજને સ્પર્શવું એ તમારી મેમરી વર્ષો સુધી યાદ રાખે છે. આતો સુખદ સંવાદ કહેવાય, સચોટ અને હકારાત્મક , કદાચ લોહીમાં પણ વણાઈ જાય.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ બની રહી વેબસાઇટ માં 84 ગુજરાતી માધ્યમ અને 4 અંગ્રેજી માધ્યમ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં 34000 થી વધુ વિદ્યાર્થીઓના વાલી કૌશલ્યનો મેમથ ડેટા ક્લાસિફિકેશન કરતાની સાથે એક સરપ્રાઈઝ કહું તો 60થી વધુ અને વિવિધ પ્રકારના વ્યવસાય નજરે આવીને વળગ્યાં (હજુ પણ ઉમેરો ચાલુ છે ) જેને આપણે રોજીંદી જિંદગીમાં જોઈએ છીએ છતાં અવગણીએ છીએ. કોઈ પણ સમાજ કે દેશની આર્થિક ધુરી માઇક્રો ઈકોનોમીની તંદુરસ્તી પર જ આધાર રાખે છે નહિ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી.
રાજકોટ નગર પ્રાથમિક શીક્ષણ સમિતિ ચેરમેન શ્રી Atul Pandit અને અન્ય સભ્યશ્રીઓનો પૂરો પ્રયાશ છે કે સરકારી શાળાઓના બાળકોમાં અભ્યાસની સાથે કામ કરવાની શૈલી ડેવેલોપ થાય. નવી શિક્ષણનીતિમાં શિક્ષણની સાથે સ્કિલ્ડ બેસ્ડ ભણતરને પ્રાધાન્ય છે જ, આશા રાખીએ કે રાજકોટની સરકારી શાળાઓ આવનાર સમયમાં સામાન્ય વર્ગ માટે ભરોસેમંદ વિકલ્પ બને.
અગાઉ જણાવ્યું હતું એમ જીવંત વાર્તાઓને વાગોળવાની અલગ જ મજા છે, વાગોળતો રહીશ.
”Hard times create strong men. Strong men create good times. Good times create weak men. Weak men create hard times”