શું આ ધરતી પર જ જીવનની મજા છે? અખૂટ કુદરતી સંપતિઓ થી ભરપૂર એવી નારંગી આકારની પાણી થી ભરપૂર એવી આપણી પૃથ્વી અને આ ખુબસુરત ધરતી એ આપણી સુર્યમાળાનો એક સૂક્ષ્મ હિસ્સો છે અને બ્રહ્માંડનો એક અતિસૂક્ષ્મ ભાગ છે. એ બહારની દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ હજુ વધુ વૈજ્ઞાનિક અને વિશ્વસનિયતા પુર્વક કયારે જાણવાં માટે ઉપલબ્ધ બનશે? ધરતી પરની પ્રકૃતિ અને એનાં નજારા સિવાય બહારની એ અલૌકિક અને નયનરમ્ય દુનિયા પર પગ તો મુકાઈ ગયો પણ આપણે ભારતવાસીઓ ક્યાં છીએ? . આ ધરતી પરથી દૂર દેખાતાં એ તારલાઓ, ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા વગેરે દૂર દૂર પ્રકૃતિનાં તત્વો વિશે બહું ઓછી ચર્ચા અને સાહિત્ય છે. આવું સાહિત્ય, માહિતી અને માર્ગદર્શન મેળવવા શું કરવું જોઈએ એ બહુ ઓછાં લોકોને ખબર છે.
આપણી સોલરસિસ્ટમ (સુર્યમાળા), એ આપણી ગેલેક્સી (આકાશગંગા) કે જેને આપણે મિલકી વે ગેલેક્સી તરીકે ઓળખીએ છીએ એની અંદર એક ORION SPUR નામના ચોકસ ભાગની અંદર પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આપણી સૂર્યમાળા સુર્યની (જે એક તારો છે) ફરતે પ્રદક્ષિણા કરે છે, એમ આપણી સુર્યમાળા પણ આપણી આકાશગંગા માં કેંદ્રગામી પ્રદક્ષિણા કરે છે. માત્ર ૧૫% જ સુર્ય ની માફક અન્ય તારાઓ ને પોતાની ગ્રહ પ્રણાલી હોય છે. એમ કહી શકીએ કે આકાશગંગા માં અન્ય સુર્ય ની માફક તારાઓ પણ હશે, અને એની ફરતે પૃથ્વીની જેમ ગ્રહો સતત અવિરત ફર્યા કરતાં હશે.
આપણી આકાશગંગા ની માફક અન્ય અનંત આકાશગંગાઓ પણ ચોક્કસ પરિભ્રમણ કરતી હોય છે. આમ અહિયાં બહુબ્રહ્માંડ અથવા અનંતકોટી બ્રહ્માંડ કે જેને આપણે મલટીવર્સ તરીકે ઓળખીએ છીએ. STRING THEORY ના સિદ્ધાંત પ્રમાણે મલ્ટીવર્સ એ ૧૧ પરિમાણો માં આપણી કલ્પના શક્તિ થી બહાર કહી શકાય એમ ૧૦ થી લઈ ૫૦૦ બ્રહ્માંડના સમૂહનું બનેલ હોય છે.
આજકાલ ફક્ત ને ફક્ત દેશ દુનિયાની ચર્ચાઓ થાય છે એમાંથી શું કેટલા ટકા ચર્ચા આ વિશે થાય છે? અંતરિક્ષ વિશેનું ચોક્કસ જ્ઞાન બહુ મોટી ઉંમરે શરૂ થાય છે. અથવા આ વિશે ઉપરછલ્લું શિક્ષણ થાય છે.અવકાશમાં દેખાતાં એ ટમટમતા તારલાઓ જોવાની ફૂરસદ કેમ આપણે ભણતર સાથે ન જોડી શકાય!! સામાન્ય ભણતરની સાથે આ અદભૂત દુનિયા તરફ જોવાની આપણાં બાળકોને સુયોગ્ય તકો ન આપી શકીએ? ભારતમાં આ વિશે બહુ ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી નાની ખજુરી પ્રાથમિક શાળા આ ક્ષેત્રમાં નજર દોડાવી રહી છે. ઈસરો, નાસા વગેરે જેવી સંસ્થાઓ દ્વારા થતું કામ કેમ બાળકોને બતાવવું એનું આયોજન કરી રહ્યા છીએ અને આ બાબતે અમે એક નવતર અભિગમ સાથે કામ કરી રહ્યા છીએ! આ દિશામાં ચોક્કસ આયોજન, માહિતીનો અભ્યાસ કરીને સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને મળી રહે એ માટે એક અમારી શાળા સોશિયલ મીડિયા મારફત જ્ઞાનનું આદાનપ્રદાન કરી રહ્યા છીએ. કહેવાય છે કે બાર વર્ષની ઉંમર સુધીમાં જ બાળકો 90% જ્ઞાન મેળવી લેતાં હોય છે. તેથી સરકારી શાળાના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ એ જીવનમાં ખુબ જ અગત્યનું અને ઉપયોગી છે. એની સાથે અમે અંતરીક્ષને જોડવાનો પ્રયત્ન કર્યો છે.
અહિયાં ૩ મિનિટના વિડીયો દ્વારા, આપણી પૃથ્વી તથા અન્ય ગ્રહો, સુર્ય અને સમગ્ર સુર્યમાળા આકાશગંગાની પરિક્રમા કેવી રીતે કરે છે ? પૃથ્વી પર પાણી અને જીવ ની ઉત્પતિ કેવી રીતે અને ક્યારે થઈ, આવનાર સમય માં ખગોળ ભવિષ્ય શું હોય શકે?, (અદભૂત વિડીયો ચોક્કસ જુઓ.,પ્રથમ કોમેન્ટ માં ચાર અલગ અલગ ઇમેજ દ્વારા સૂર્યમાળા ની ખગોળીય સ્થિતિ રજૂ કરી છે )
વિડીયો પોસ્ટ – https://fb.watch/bKSKkI6_Ai/