ઓવર્સિસ એજ્યુકેશન કન્સલ્ટન્સી

છેલ્લા ઘણા સમય થી તમે અજાણ્યા રસ્તાઓ પર સતત મુસાફરી કરતા હોવ અને અચાનક જ જ્યારે તમને મનગમતી મંજિલ મળી જાય તો ? હાશકારો તો ચોક્કસ થાય જ ને. પણ મુસાફરીના સમય માં જે સંઘર્ષ સાંપડ્યો એ કેહવા કરતાં એટલું ચોક્કસ કહીશ કે મને મંજિલ કરતાં હવે મુસાફરી વધુ વહાલી લાગે છે. મિત્રો મારા જેવો મુસાફર ફરવા કરતાં કેડી કકંડારવા માં સમયનો વેડફાટ કરતો હોય છે એટલે જ મને મારી વાઈફ બોરિંગ ટ્રાવેલર કહે છે, કદાચ હું એક ટ્રાવેલર તરીકે ફિટ ના પણ બેસતો હોવ , પણ આજે તમારી સમક્ષ એક લાંબી મુસાફરી ને સંક્ષિપ્ત માં મૂકું છું. હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારે મને મારી મમ્મી હમેશા ટકોરતી કે “ભણજે , ભણીશ તો સુખી થઈશ, નહીં ભણ તો હેરાન થઈશ”. કદાચ મારી માં ના એ શબ્દો એમના વર્તમાનની ચાડી ખાતા હતા. એ વાતને મુસાફરી દરમ્યાન મનોમન વાગોળુ છું. અચ્છા મે ૩૫ વર્ષ મુસાફરી તો મનોમંથન કરતાં કરતાં જ કરી , કે મમ્મી કયા સુખની વાત કરતી હશે.??? એ દરમ્યાન હું બસ એક શહેર થી બીજા શહેર , અને એક દેશ થી બીજા દેશ ફર્યો. મિત્રો ,માં બાપ ની હર હમેશ ઈચ્છા હોય કે એમનું બાળક ભણી ગણી ને ડૉક્ટર બને , એન્જિનિયર બને. રોમાંચ ની સાથે જણાવું કે આજે મને કેમેસ્ટ્રી માં પી.એચ.ડી કર્યા બાદ બીજી વાર પી.એચ.ડી કરવા ની તક મળી છે, અને એ પણ સ્વીડન દેશ ની ક્રિએટિવ યુનિવર્સિટી માં ટુરિજમ સાઇન્સ પર, દુનિયાના એકદમ ઉતર ગોળાર્ધ માં અદભૂત અને અભિભૂત એટલા માટે કે આ ભૂગોળ પર સતત ૬ મહિના સૂર્યનારાયણ ની હાજરી રહે છે. ૪૦ વર્ષ પેહલા ૨ વખત પી. એચ.ડી કરવા ની મારી ખવાહીશ પૂરી થવા જઈ રહી છે. ડેન્માર્ક માં રહી લગભગ યુરોપ ના દેશો ફરવા નો અનુભવ લઈ પ્રકૃતિ ના ખોળે ફરી અભ્યાસ કરવાનો મોકો મળ્યો, હવે સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશો સાથે કામ કરવા નો મોકો મળવાનો એક અનેરો આનંદ થાય છે. અસંખ્ય અડચણો અને અનુભવ માંથી ઘણું શીખ્યો છું અને હવે ખરેખર મંજિલ મળી હોય એવો એહસાસ થાય છે.

મિત્રો દુનિયા ની લગભગ ૫૦૦ થી વધારે યુનિવર્સિટી સાથે કોરોસપોન્ડસ કર્યા પછી એક વિષય પર મને ઘણો અનુભવ મળ્યો એ છે ફોરેન એજ્યુકેશન. આ વિષય પર તમારા નેટવર્ક માં કોઈ પણ વિધાર્થી કે જેની વિદેશ માં ભણવા ની ઈચ્છા હોય અથવા જવા માંગતા હોય તે મને વિના સંકોચે નીચે જણાવેલ મારા નંબર પર સંપર્ક કરી સકે છે. જે દેશ સાથે મારા અનુભવો જોડાયેલા છે તેના આધારે જ યોગ્ય અને નિશુલ્ક માર્ગદર્શન ત્યાં સુધી આપીશ જયાં સુધી વિધાર્થી ને સંતોષ ના થાય.વધુ સરળ અને સ્પસ્ટ માહિતી માટે ઇ મેઈલ કરી સકો છો.

(ઈમેલ- bhattritesh86@gmail.com )

મંજિલ ઉનહી કો મિલતી હૈ ,જિનકે હોસલો મે જાન હોતી હૈ,

પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ.