કર્મા

રાજકોટની બહાર 14 વર્ષ રહીને અને વિદેશના વિવિધ 15 દેશોમાં રેહવાનો, કામ કરવાનો અનુભવ હમેશા સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરતો આવ્યો છું.

સ્વીડનની યુનિવર્સિટીમાં હાલ ચાલી રહેલા રિસર્ચ અંતરગર્ત એક થીસિસ લખી રહ્યો છું, જેમાં અત્યાર સુધી દુનિયાભરના રેસ્ટોરન્ટમાં ડીસ વોશિંગ કરતાં 32 વર્કરોનો ઇંટરવ્યૂ કર્યો છે, જેના મંતવ્યો પરથી રેસ્ટોરન્ટમાં ‘ડીસ વોશિંગ કામ આધારિત સંતોષ’ અને તેમના ડીસ વોશિંગ કામ દરમ્યાનના વ્યક્તિગત અનુભવો સાંભળું છું, અર્થઘટન કરું છું. મે વિદેશમાં 7 વર્ષમાં 22 થી વધુ રેસ્ટોરન્ટમાં કામ કર્યું છે, પણ આજે રાજકોટમાં 70+ વર્ષના મારી નાનીમાં ની ઉમરના ‘માજી’ ના રેસ્ટોરન્ટમાં ડીસવોશિંગ કામ દરમ્યાનના અનુભવો સાંભળ્યા, કામ પ્રત્યેનો એમનો સંતોષ અને સ્ફૂર્તિ આજે મારા મનને જીતી ગયા. કોઈ કામ નાનું નથી હોતું. હળાહળ કળિયુગમાં પણ આવી ખંતીલી વિભૂતિઓના દર્શન થતાં રહે એ ખરેખર અહોભાગ્ય!! જે ખુશમિજાજ થી કામને સ્વીકાર્યું અને કરી જાણ્યું એ પણ દાયકા કરતાં વધુ સમય સુધી.

તમે જ્યારે કોઈના દુખને સાંભળો છો ત્યારે તમારું દુખ અચાનક ગાયબ થઈ જાય છે.

ફોટોમાં 2014 માં મારા ડેન્માર્કના રેસ્ટોરન્ટમાં ડીસ વોશિંગના કામે મને હોસ્પિટાલિટી વિષયમાં રિસર્ચ કરવાની પ્રેરણા આપી તે હોટલ અને આજે ઘણા દેશોના બોટમ હાઇરેકી વર્ક કલ્ચરને ઓળખતા જાણતા હોમટાઉન રાજકોટની હોટલમાં ખુશ ખુશાલ બ્લૂ કોલર્સ રેસ્ટોરન્ટ એમ્પ્લોયના અનુભવો સાંભળ્યા.

ખૂબજ આનંદ થાય છે કે યુવાનો અને યુવતીઓ રેસ્ટોરન્ટના સફાઇને લગતા કામને હોશભેર કરે છે, તો 70 વર્ષથી વધુ ઉમરના માજી પણ સ્વમાન ભેર ગુજરાન ચલાવે છે.

આમ જોઈએ તો મારા રિસર્ચ અભ્યાસની સાથે એવી અવસ્થાની ખોજ થઈ છે કે એ કદાચ પૈસો, પરમાર્થ અને પરમેશ્વરને સમાન ધરી પર દેખાય છે, અને નિજાનંદ તરફ લઈ જાય છે.

 

कर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

 

You have a right to perform your prescribed duty, but you are not entitled to the fruits of action. Never consider yourself to be the cause of the results of your activities, and never be attached to not doing your duty. – Bhagavad Gita.