કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ?

 

કોઈ ઇલેક્ટ્રિશિયન ધ્યાન માં છે ? મારે ઘરમાં લાઇટ જતી રહી છે !!

અરે કોઈ જાણીતું મિસ્ત્રી કામ કરતું હોય તો જણાવજો ને !!

મારા ઘરે ફ્રીજમાં થોડો કુલિંગનો ઇશ્યુ છે, થોડો ઘણો ખર્ચો પણ છે, પણ કોઈ વિશ્વાસુ કારીગર ધ્યાનમાં છે ?

ઓફિસમાં A.C. થોડું સર્વિસ માંગી લે એમ છે, શું તમે આખા વર્ષના AMC કરવા કરતાં કોઈ કારીગરને એપ્રોચ કરવાનું વિચારો છો ને !?

કોઈ કલર કામ કરતું વ્યક્તિ શોધો છો ?

અડધી રાત્રે રીક્ષા અથવા તાત્કાલિક ટેક્સીની જરૂરીયાત ઊભી થઈ છે, કોને એપ્રોચ કરી શકાય ?

ફેક્ટરીમાં કે કારખાનામાં તમારે વિશ્વાસુ કારીગરની જરૂરિયાત છે ?

અરે મારે તો આ સ્વદેશીના પ્રવાહ માં સામેથી તણાવું છે , અને મારે ઘરે હઈને ગૃહ ઉદ્યોગ કરતાં લોકોનો સંપર્ક કરીને એમની પાસેથી જ દિવાળી કે રક્ષાબંધન માટે ખરીદી કરવી છે, કોઈ ધ્યાન માં છે ?

શું તમે કોંપ્યુટર, મોબાઈલ, કે અન્ય કોઈ પણ રિપેરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છો અને તમે તમારા વ્યવસાયને વધુ લોકો સુધી પહોંચ આપવા માંગો છો ?

પ્રસંગોપાત, વારે તહેવારે ઘરબેઠા ફ્રૂટ કે શાકભાજી તમારા ઘરે પહોંચતા કરવા છે ? , અરે ના ના !! મારે તો મારી ગાડીની સવારે ઓફિસ જાઉ એ પહેલા વોશ થઈ જવી જોઈએ !!, પણ મારે તો ઘરબેઠા સિલાઈ કામ, દરજી કામ કરતાં લોકોનો સંપર્ક કરવો છે, મારે એમની પાસે કામ કરાવું છે.

રાજકોટમાં આવા તો હજારો સવાલો પૂછનાર મળી રહેશે અને એના જવાબો આપનાર પણ લાખોમાં છે.

નાના નાના કામ કરનારા લોકોને  કામનો ધસારો હોય જ ! સારું કામ કરનાર લોકો કદીયે નવરા નથી બેસતા ! પણ તમારે એ હુન્નરની તલાશ છે? અથવા શું તમારે તમારો વ્યવસાય રાજકોટમાં લાખો લોકો સુધી પહોંચાડવો છે ?

અરે મિત્રો !! આવા તો હજારો પ્રશ્નો અને નાની નાની જરૂરીયાતો રોજ બરોજ હોય જ છે.

તમારું કોઈ પણ નાના માં નાના કામને લોકો સુધી પહોંચાડવા માટે આજે જ તમારા વ્યવસાયની વીગત, ફોટો અથવા બેનર, તેમજ તમારો કોન્ટેક્ટ ડિટેલ અને રાજ્કોટના કયા વિસ્તારમાં વ્યવસાય કરો છો ?,  નીચેના નંબર પર વોટ્સએપ કરી શકો છો. અમે તમારા વ્યવસાયને વેબસાઇટ પ્લેટફોર્મ પર મૂકીને લિન્ક શેર કરીશું, જે તમે તમારા નેટવર્કમાં શેર કરી શકશો.

કોઈ પણ ચાર્જ , કમિશન કે કોઈ પણ જાતના છુપા ચાર્જિસ નથી. 5 લાખ લોકોને જોડવાની મુહીમ છે, શરૂઆત કરી દીધી છે, રસ્તા પર છીએ એનો રોમાંચ છે, લોકો જોડાઈ રહ્યાનો આનંદ અને સલાહ સુચનની અપેક્ષા સાથે સફરની મજા માણીએ છીએ.

प्रबल कर्म सिद्धांत

સંપર્ક

ડો. રિતેશ ભટ્ટ

WhatsApp +91 7435005001