ઝીંદગીના આમતો ઘણા પત્તાઓ અહિયાં પબ્લિકલી શેર કરી ચૂક્યો છું. ઓળખાણને પણ ઓળખ આપવી પડે જ્યારે તમે વહાણ લઈને મધદરીયે હિલોળા લેતા હોવ, ત્યારે તમે માત્ર અને માત્ર શૂન્ય હોવાનો અહેસાસ કરી શકો, એ પણ ઝીંદગીના તોફાનોમાં હકરાત્મક જ કહેવાય.
ક્યારેક તો મને પણ એમ થાય છે કે એકજ ભવમાં મારે કેટલા ભાવ ભજવવાના હશે. ? ભૂતકાળમાં શું થયું કે શું કર્યું ? ભૂતકાળને વગોળવાથી માત્ર ઠીકરા જ મળે, તમે અત્યારે શું કરો છો એ અગત્યનું છે.
‘માણસ માત્રની ઝીંદગીમાં દુખ આવે, કઠીન પરિસ્થિતિઓ આવે જ. નાસીપાસ થવાને બદલે એનો સામનો કરવાનો, સહર્ષ સ્વીકારી પણ લેવાનું અને દુખનો સદુપયોગ કરતાં આવડે એજ તો છે પ્રોફેશનલીઝમ. જે તમારું વ્યક્તિવનું ઘડતર તો કરશે જ પણ સાથે વિનિમય વૃદ્ધિ પણ કરશે’. હાલ કરી રહેલા એક બ્રાન્ડિંગના કામને લાગતો વિષય આવ્યો એટલે ફરી પાછા પન્નાઓ ઉલેચયા. અને દર ગુરુવારે બાળ સર્કસમાં મારુ ‘જોકર’ પરફોર્મન્સ આપવાની તૈયારીઓની એક તસ્વીર પોસ્ટ સાથે અહી શેર કરું છું.
સમયનું ચક્ર સતત ફરતું રહેતું હોય છે. પરિસ્થિતિઓનું પણ કઈક આવુજ હોય છે. દુનિયા તમારી સામે ચાલીને નહિ આવે, તમેજ એકમાત્ર છો જેને પ્રયત્નો કરવા પડશે જેથી લોકો તમારી સાથે કનેક્ટ થાય. જીવન છે એ કલા છે અને કલા અંદાજિત કે અપેક્ષીત નથી હોતી. 360 ડિગ્રીની ચોઈસ છે આ મહામૂલી ઝીંદગી, જીવવા માટેની !!. જીવનમાં કઈક નવું કરો અને કોઈને જજ નો કરો, વણ જોઈતી સલાહતો ખાસ ન આપો. થોડું રિસર્ચ કરો કે શું કર્મ કરવાથી તમને ખુશી મળે છે ? આમેય હજુ મને લોકો એમજ કહે છે કે મને કઈ ખબર નથી પડતી. ખેર એ પણ પથ્થર રૂપી સલાહની ઇમારત જરૂર બનાવીશ.
તમે જાણો છો કે ગાંડપણ એ પ્રચંડ ગુરુત્વાકર્ષણ જેવુ છે, તે થોડું કઈ દબાણ લે છે!!!. એમ આ જોકર પણ સમયની સાથે રમૂજનો આનંદ માણે છે, હું શું માથું ટેકવીને ખૂણામાં બેસીને રડવાનો , હુતો દુનિયાના ખૂણે ખૂણે જઈને લડવાનો. આજ લેગસી આવનારી પેઢીને આપીશ.
માંડ જ્યાં સમજો ત્યાં પૂરી થાય છે,
જિંદગી કેવી ફટાફટ જાય છે.
તુચ્છ લાગે પીડ બીજાની સદા,
જાત પર વીતે પછી સમજાય છે.
જો જુઓ ક્યારેક પ્રામાણિકપણે,
આયનામાં એબ પણ દેખાય છે.
દોષ જળ કે બાણ ને આપી, કહો,
માછલીની આંખ ક્યાં વીંધાય છે?
હુંજ નાયક, હુંજ નાટક, મંચ હું,
ને સમાપન આંખ જ્યાં મીંચાય છે.