સ્વીડનમાં કુલ 17 પબ્લિક યુનિવર્સિટી અને 18 યુનિવર્સિટી કમ કોલેજ છે. અંદાજે 1 કરોડ જેટલી વસ્તી ધરાવતા આ દેશમાં કુલ 35 જેટલી સંસ્થાઓ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. જેમાં મિડ-સ્વીડન યુનિવર્સિટી એ સ્વીડનની TOURISM વિષય અંતર્ગત સંસોધન માટે શ્રેષ્ઠ યુનિવર્સિટી છે, ઉપરાંત યુરોપના TOURISM સેક્ટરને લગતા મોટાભાગના પ્રોજેક્ટનું સંચાલન કેન્દ્ર પણ છે.
આ કેમ્પસ પરથી, દુનિયાભરના બેહતરીન પ્રોફેસરો શિક્ષણસેવાઓ આપે છે. TOURISM વિષય આધારિત સાંસોધન માટે લગભગ અલગ અલગ દેશો (52 દેશ-2021) માંથી વિધાર્થીઓ ઉચ્ચતર અભ્યાસ કરવા માટે આવેલા, એમાંથી હું માત્ર એકજ ભારતીય હતો. આવડત અને સંસોધન વિષય પર મજબૂત પકડ આધારિત, પૂરા વર્ષ દરમ્યાન વિધાર્થીઓનું મૂલ્યાંકન થતું રહેતું હોય છે, અહિયાં માર્ક આધારિત મૂલ્યાંકન નહિ પણ, રિસર્ચ આધારિત હોય છે. સ્વાભાવિક છે જેનામાં ક્વોલિટી હશે ,એજ ઊભરી આવશે.
આ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ કોર્ડીનેટર દ્વારા ‘ડિજિટલ એમ્બેસેડર’ તરીકે મારી પસંદગી થઈ એ એક ભારતીય તરીકે ગૌરવ લેવા જેવી બાબત તો ખરીજ. વિશ્વ માં ભારતના સંશોધન અભ્યાસની કદર પણ છે જ , બસ આપણે આપણાં ખુદ માંજ ભરોશો કેળવવાની જરૂર છે. ઘણા બધા દેશોના રિપ્રેસનટેટીવસ સાથે સ્કિલ્સનું આદાન પ્રદાન કરવાનો અવસર મળ્યો, અગત્યની વાત એ છે કે ભારતના શિક્ષણથી તેઓ સારી રીતે જાણકાર છે જ, અને પૂરા વર્ષ દરમ્યાન અમારી ચર્ચાઓ, યોગદાન અને બીજા ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ થી મને ઘણીબધી માહિતીઓ મળી. વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ પર, આ અવસર માટે મિડ-સ્વીડન યુનિવર્સિટીનો હું આભારી રહીશ.
હરકિશન મેહતા એ એમના સ્વીડન પ્રવાસ (1981) અનુભવો આધારિત બુક લખી છે , ‘‘ સ્વીડન -સોનાનું પિંજર’’ આપણે રામરાજ્યની વાતો કરીએ છીએ ત્યારે જગતનો એક નાનો દેશ કલ્યાણરાજની દિશામાં કેવો આગળ ધપી રહ્યો છે, એની સિદ્ધિઓ તેમજ સમસ્યાઓ શું છે ? ત્યાના પ્રગતિશીલ સમાજની ખૂબી-ખામીઓં કઈ કઈ છે ?. એનો સંપૂર્ણ અભ્યાસ હરકિશન મેહતા એ એમની બુકમાં લખ્યો છે. વાસ્તવિક માં આ દેશ કોઈ પણ પ્રકારના યુદ્ધો અથવા વિશ્વ યુદ્ધ માં ભાગ ન લઈને માત્ર શિક્ષણ અને માનવજાત સંસાધનો પરજ ઇન્વેસ્ટ કર્યું છે.
મારા પણ સ્વીડનના ઘણા અનુભવો છે, સ્વીડને, મારા વિદેશ અભ્યાસ દરમ્યાન, મારા મન પર જે છાપ પાડી છોડી છે, બસ જલ્દી રાજકોટ આવીને તંદુરસ્ત ચર્ચા કરીશું.
ઇમેઈલ- bhattritesh86@gmail.com
જલ્દી મળીશું.