માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીને મળવા માટે આજે દુનિયા ભરના નેતાઓ આતુર છે ત્યારે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન હાલ ભારતના પ્રવાસે છે. આપણે એમની પોલિટિકલ મહત્વકાંક્ષાઓની કે તેમની વ્યક્તિગત ચર્ચા નથી કરવી. પરંતુ તેઓ તેમની 60 લાખની વસ્તીનું પ્રતિનિધિ કરીને અહિયાં આવ્યા છે એ દેશની પ્રજા વિશે થોડું જાણીએ.
ડેન્માર્કનીની રાજધાની કોપેનહેગનમાં હું એક ફેસબુક ગ્રુપમાં જોડાયેલ છું. છેલ્લા 2 દિવસની પોસ્ટના પિક્ચર્સ અહિયાં શેર કરું છું. સંક્ષિપ્તમાં કહુંતો ખૂબજ કીમતી સ્માર્ટફોન રસ્તાઓ પર બિનવારસી મળી આવતાની સાથેજ ત્યાંનાં જાગૃત અને જવાબદાર નાગરિકો મૂળ માલિક સુધી પોહચવામાં માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો બખૂબી ઉપયોગ કરી અને ગુમ થયેલી વસ્તુઓ સુપરત કરે છે. અહિયાં નોંધ કરવી જરૂરી કે ડેન્માર્કની 52% વસ્તી નાસ્તિક અને બિન ધાર્મિક છે.
સવાલ કીમતી ચીજવાસ્તુઓનો કે તેના મોહનો નથી , સવાલ પ્રામાણિકતા, દાનત, વૈચારિક સમૃદ્ધિ કે પછી નીતિમતાનો છે. સામાન્ય મોબાઈલ પરત મેળવવો તો શું પણ અહિયાં સામાન્ય માણસની ફરિયાદની પણ દરકાર નથી. હક્કો માટે લડાઈ અને આંદોલન કરીને લોકો ત્રાસી જાય છે. સરકારી કચેરીઓની ખસ્તા હાલત અને ત્યાંનાં નોકરોનો ચંટ વ્યવહાર. કમિશનનો તો એવો ટ્રેન્ડ શરૂ થયો છે જાણે કે એ લોકોનો હક હોય !!!!. વસ્તુ પરત કરવાનો તો સવાલ જ પેદા નથી થતો , અહિયાં તો હડપી લેવાની હોડ લાગી છે. રોડ રસ્તાઓ બને ત્યાર ની વાત ત્યારે પણ અત્યારે તો આપણે લીલા લહેર જાણે કોઈ તસ્દી કે પ્રજાની હાલાકીની સભાનતા જ નથી. સરકારી વિવિધ ગ્રાંટમાં પણ મોટા મોટા છીંડાઓ. ઘણા આવા પ્રસંગો કે માહિતી છે જે તમે ખુદ જાણો જ છો.
નાના દેશનો દાખલો લઈને વસ્તીનું બહાનું ના કાઢતા આપણે આપણાં શહેરને કમ સે કામ લક્ષમાં રાખવું જોઈએ. આ જવાબદારી શહેરીઓની છે અધિકારીઓ અને નેતાઓની પણ.
વિદેશની વાતો આવે ત્યારે વસ્તી, ધર્મ અને સંસ્કૃતિના બહાના તળે આપણે દબાઈ જઈએ છીએ. પશ્ચિમી દેશોની પ્રગતિ જોઈ અને આપણને એવું લાગે કે આ બધા દેશોનું તંત્ર કેમ ચાલતું હશે?????. તો હમેશા યાદ રાખવું કે – ‘#મોટા #દરવાજા #હમેશા #નાના #મિજાગરાના #સહારે #ઊભા #હોય #છે.’.
આ પ્રસંગ અંતરગર્ત એક વાત ૧૯૮૬માં રશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચેવ એ ભારતની મુલાકાત અંગે કહેલું કે ‘ હું ભારતની મુલાકાતે આવેલો એ પહેલા હું નાસ્તિક હતો, પરંતુ વિશ્વની સૌથી લોકશાહીના વહીવટની કામગીરી જોયા પછી બોલ્યા કે ‘ હું ભગવાનમાં દ્રઢ પણે વિશ્વાસ ધરાવતો થઈ ગયો છું, કારણ કે આ લોકો દ્વારા, લોકો થકી લોકો માટે ચાલતો દેશ નથી આ તો ભગવાન ભરોશે ચાલતો દેશ છે’.
આંખ મીંચીને પોકારું તો,
એ સ્વયં મને દર્શન આપે,,,
રોજ સવારે મંગળામાં ઘૂસીને,
ધક્કા-મુક્કી શા માટે?
—આજ્ઞાત
(ફેસબુક લિન્ક સંદર્ભ –https://www.facebook.com/groups/lostandfoundcph/posts/6302298429811980)