તરકશ ના તીરો

સરકારી શાળાને મજબૂતાઈ આપવી એ અગનપંખ ફાઉન્ડેશનનો અંતરીમ ઉદેશ્ય છે. આજ વિચારધારા સાથે અમે છેલ્લા ૫ વર્ષથી ગુજરાતની વિવિધ સરકારી શાળાઓ સાથે કામ કરીએ છીએ. નાની ખજુરી પ્રાથમિક શાળા કેજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામડામાં આવેલી છે. આશાળા સાથે MOU સાઇન કર્યાને આજે ૨ વર્ષ પૂર્ણ થયા.

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાની પોતાની વેબસાઇટ હોય એવું સંભવત આ સૌ પ્રથમ હશે. હવેથી આ શાળા સાચા અર્થમાં એક વિશ્વ પ્લેટફોર્મ આવી જશે એવું કહેવું સાર્થક છે. નજીકના ભવિષ્યમાં અમે આ શાળાની વેબસાઇટ પ્રસારિત કરીશું. શાળાની વેબસાઇટની પ્રથમ ઇમેજ અહિયાં પ્રસ્તુત કરું છું.

આ ગાળા દરમ્યાન શાળા કક્ષાએ કેવા પરિવર્તન આવ્યા, શાળાએ કઈ દિશામાં આગળ વધી રહી છે અને કયા ચોક્કસ કોન્સેપ્ટ સાથે કામ કરી રહી છે એ વિગત, શાળા, શિક્ષકો તથા ગામના બારીક અવલોકનો ડોક્યુમેન્ટરીમાં જોઈ શકો છો.(લિન્ક- પોસ્ટની નીચે)

એક સરકારી શાળાએ જ સારા સમાજનું નિર્માણ કર્યું છે, અને કરશેજ. પ્રાથમિકતા સાક્ષરતા એ સુશિક્ષિત સમાજના ઘડતર માટે ખૂબજ જરૂરી છે, અને સુશિક્ષિત સમાજ એ વિકસિત અને વિકાશશીલ દેશની ધરોહર છે. જો વાલીઓ સરકારી શાળાઓને પ્રાધાન્ય આપશે તો ચોક્કસ એમના પરિવારનો નીભાવ સરળ થશે.

આ ગામની શાળા તથા નજીકના ગામના પરિવાર માંથી ઘણી પ્રતિભાઓ ઊભરી આવી છે, જે અમે ટુંક સમયમાં વેબસાઇટના એક ચોકકસ વિભાગ -દાહોદની પ્રતિભાઓ- માં સંપૂર્ણ વર્ણન સાથે મૂકીશું. સરકારી શાળાઓને પ્રમોટ કરવી હાલના સમયની જરૂરિયાત છે . આના માટે કોઈ મોટા કેમ્પેઇનની જરૂર નથી , જરૂર છે માત્ર હકારાત્મક જવાબદારી સાથેના પ્રયત્નોની.

તમારી આજુબાજુ પણ ઘણી સરકારી શાળાઓ હશેજ. તમે પણ તમારા તરકશના તિરોની અજમાઈશ કરો. શાળા, સમાજ અને દેશ ઘડતર માં કઈક યોગદાન આપ્યું એવો અહેસાસ થશે.

શાળાના વિકાસ અર્થે, શાળા સંકલન દરમ્યાન, શાળાને આપેલ યોગદાન માટે મારા સ્થાનિક મિત્રો, વિદેશમાં રહીને પડદા પાછળ રહીને મદદ કારનારાઓ, શિક્ષકગણ, દાહોદ કલેકટરશ્રી, સરપંચ શ્રીનો આભાર વ્યક્ત કરું છું.

https://youtu.be/RRzcsXDNTCU