નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ વિશે

રાજકોટની ઓળખ 1612 માં શ્રી વિભોજી અજોજી જાડેજાએ આપી, માનનીય રાજકોટ રાજવીશ્રીઓ ‘ઠાકુર સાહેબ’ તરીકે ઓળખાતા. તેઓશ્રી નવાનગરના (જામનગર) જામશ્રી સત્રશાલ વિભાજી જાડેજાના પૌત્ર હતા. એ સમયે રાજકોટ રજવાડાની કોટવાલી તળપદા કોળીઓ કરતાં. ભૂતકાળમાં આજ રાજકોટ શહેરે ઘણા શિક્ષણવિદોને જન્મ આપ્યો છે. ઘણી બધી રાજકોટની પ્રાથમિક શાળાઓ આઝાદી પૂર્વે સ્થપાયેલી છે, અહીની સરકારી શાળાઓએ ઘણી બાળ પ્રતિભાઓ સમાજને આપી છે. રાજકોટનો ઇતિહાસ સદીઓ પુરાણો છે. 1966 થી રાજકોટ નગરપાલિકાએ પ્રાથમિક શિક્ષણની જવાબદારી સાંભળી ત્યારથી ‘નગર પ્રાથમિક શીક્ષણ સમિતિ’ અસ્તિત્વમાં આવી. 686 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા ‘રંગીલા’ રાજકોટની હાલ વસ્તી 20 લાખથી પણ વધુ હશે, કુલ વસ્તીના સામાન્ય રીતે ૨૫% થી વધુ બાળકો સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતાં હોય છે. એટલે કે પ્રત્યેક વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓ સરકારી શાળામાંથી પાસ આઉટ થઈને રોજગાર ક્ષેત્રમાં ઝંપલાવે છે. આજે રાજકોટની સરકારી પ્રાથમિક શાળાઓને કોઈ નામથી અથવા નંબરથી ઓળખાતા હશે, વાસ્તવમાં પ્રત્યેક શાળાઓનો એક ગૌરવવંત ઇતિહાસ છે, કમનસીબે જે અંગે રાજકોટની જનતા અજાણ છે. રાજકોટમાં સૌ પ્રથમ પ્રાઇવેટ K-12 શાળા (કિન્ડરગાર્ડન થી ધોરણ ૧૨) ૧૮૬૮માં સ્થપાયેલી, જેને આપણે ‘રાજકુમાર કોલેજ’ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત રાજકોટમાં પ્રાઇવેટ શાળાઓ અગણિત છે. રાજકોટના ભૂતપૂર્વ સરકારી શાળામાં 40 વર્ષથી વધુ સેવા આપીને નિવૃત જીવન પસાર કરતાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રિન્સિપાલશ્રી પ્રફુલાબેન ગોહેલ તેમજ અન્ય શિક્ષકોનો શિક્ષણ સમિતિના અમિતભાઈ શેખની મદદથી મળવાનું થયું. વાસ્તવમાં ખજાનો ટુંકો પડે એટલી શૈક્ષણિક માહિતીઓની મનમૂકીને આપ-લે કરી. ખરેખર નતમસ્તક ભૂતપૂર્વ સરકારી શાળાના શિક્ષકોને !! વાસ્તવમાં એક શિક્ષકની કોઈ મહત્વકાંક્ષા જ નથી હોતી, વિનોબા ભાવે કહેતા કે ‘મહત્વકાંક્ષા તો ઉનહિકો હોતી હૈ જિસકો ખુદકા મહત્વ નહિ હોતા’. આવા શિક્ષકો ખરા અર્થમાં આપણાં દેશની એસેટ્સ કહેવાય.  રાજકોટ સરકારી પ્રાથમિક શાળાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરવાની પ્રવૃતિને થોડો વધુ વેગ મળ્યો. અહિયાં આજે સરકારી પ્રાથમિક શાળાના બાળકોની પ્રતિભાઓ વિશે ચર્ચા છે. રાજકોટમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની સાથે માં-બાપને કામ માં મદદ કરનાર બાળકોને ઘણીવાર જોયા છે. એક પ્રોફેશનલ શૈક્ષણિક વેબસાઇટનું નિર્માણ થઈ રહ્યું હોઈ, આ વેબસાઇટમાં આવા જે ઉદ્યમી વિદ્યાર્થીઓ છે તેઓને ‘રાજકોટ હિરોઝ’ તરીકે ડિસ્પ્લે કરી રહ્યા છીએ, અને આગળ જતાં રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા એમનું સ્ટોરી સંકલન કરી વિડીયો વિઝ્યુઅલ્સ બનાવવામાં આવશે જે અસંખ્ય બાળ પ્રતિભાઓને મોટીવેશન પૂરું પાડશે.  તમારી આસપાસ ઘણા આવા વિદ્યાર્થીઓ હશે, જે અભ્યાસની સાથે ઘરકામમાં પણ વ્યસ્ત હશે, આ એજ બાળકો છે જેની રાજકોટમાં સંખ્યા પ્રતિ વર્ષ 5 લાખથી વધુ હોય છે, અને દર વર્ષે પોતાના સપનાઓ રોળીને સમાજમાં રોજગારી માટે ઝંપલાવે છે. આ લોકોને પ્રમોટ કરવાની જવાબદારી આપણી જ છે ,વાસ્તવમાં આ ખરા અર્થમાં રાજકોટની બ્રાન્ડ છે, જે આગળ જતાં રાજકોટનું જવાબદાર નાગરિક બનશે. સારા સમાજના નિર્માણ માટે સ્વાભાવિક છે કે સરકારી શાળાઓની પ્રતિભાઓને બહાર લાવવી જરૂરી છે જેથી ભવિષ્યમાં સરકારી શાળાનો વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાયબર એક્સપર્ટ, ટેકનોક્રેટ, ઉદ્યોગપતિ, અધિકારી, અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એક સારા નગરિક તો બનશે જ. આ માટે એમને યોગ્ય સમયે પ્લેટફોર્મ અને માર્ગદર્શન મળવું જરૂરી છે. આશા રાખીએ કે અમારા આ પ્રયત્નને શિક્ષકોનો, રાજકોટની જનતાનો , બુદ્ધિજીવીઓ અને આગેવાનોનો સાથ સહકાર મળશે.  આવી કોઈ વિદ્યાર્થી પ્રતિભા કોઈના ધ્યાનમાં હોય તો મેસેંજર અથવા ઇમેઈલ પર માહિતી શેર કરી શકો છો.  ઇમેઈલ : bhattritesh86@gmail.com