નાની ખજુરી શાળા વેબસાઇટ

અગનપંખ ફાઉન્ડેશન- રાજકોટ અને નાની ખજુરી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ શ્રી Dilip Patel અન્ય સાથી શિક્ષકોની મદદથી છેલ્લા ઘણા સમયથી સાથે મળીને શાળાની ઓફિસિયલ વેબસાઇટ માટે માહિતી એકત્રીકરણ કરી રહ્યા છીએ.

વેબસાઇટ સરળ, સૌમ્ય ગુજરાતી ભાષામાં બનાવવાનો પ્રયત્ન છે . શાળાની વેબસાઇટ થકી અભ્યાસ તેમજ ઈતર પ્રવૃતિઓની વિવિધ માહિતીઓ, જ્ઞાન સભર વિડીયો, બાળવાર્તાઓ, સાયન્ટિફિક, સાહિત્યના લેખનો, અને અવનવી માહિતીઓનું આદાન પ્રદાન કરી શકાય.

શાળાના વિધાર્થીઓ અને વાલીઓ માટે નવું ક્રિએટિવ ડિજિટલ પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. વેબસાઇટના માધ્યમથી નાનીખજુરી ગામ માટે જરૂરી જનહિત માહિતી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી સરળતાથી પહોંચતી થઈ શકે એ હેતુ પણ ખરો.

પ્રોફેશનલ વેબસાઇટ બનાવવાનો હેતુ, નાની ખજુરી પ્રા. શાળાના બાળકો, દુનિયા સાથે જોડાયેલા રહે અને અંતરિયાળ ગામડાની શાળામાં ભણવાનો અને ભણાવવાનો અભિગમ નવી ક્ષિતિજોને આંબે.

ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ થકી ગામની સરકારી શાળાનો બદલાવ જરૂર આવશે. શાળાના બાળકો જરૂર પોતાની જાતને એક અલગ રીતે જોઈ શકશે એમાં કોઈ બેમત નથી. અમારી શાળા અંતરીક્ષ શાળા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. સમગ્ર શાળા પરિવાર અંતરીક્ષને લગતું જ્ઞાન આદાન પ્રદાન કરવા માટે તત્પર છે. શાળા પરિવારનું દ્રઢ માનવું છે કે , અંતરીક્ષ શાળાનું માળખું બનાવવા કમર તો કસવી જ પડશે. મર્યાદિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં શાળાના શિક્ષકો સાથે મળીને વેબસાઇટ થકી અંતરીક્ષ શાળાના પ્રોજેક્ટને પણ વેગ મળશે એવું દ્રઢપણએ માની રહ્યા છીએ.

શાળાના શીક્ષકો અને વિધાર્થીઓ કોઈ પણ પરિસ્થિતિમાં શાળાકાર્ય માંટે બાંધછોડ કરતાં નથી . માત્ર પુસ્તકને સહારે જ નહીં પણ ઈન્ટરનેટ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી, માહિતીનું આદાન પ્રદાન કરી, અમારી પ્રાથમિક શાળાને દુનિયા સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

વેબસાઇટ થકી બાળક, શિક્ષક, વાલીઓ તથા કોઈ પણ સજ્જન વૈજ્ઞાનિક કૃતિઓ, મોડેલ્સ, પોસ્ટર્સ, વિડીયો, ઇ બુક્સ તથા અન્ય માહિતી સ્ત્રોતો મારફત વિધાર્થીઓ માટે માહિતી મોકલાવી શકશે.

શાળા પરિવાર તરફથી એક રજૂઆત છે કે, આપ સહુ સોશિયલ મીડિયાના મિત્રો અમારી શાળાને વેબસાઇટના કન્ટેન્ટ અંતર્ગત-

દાહોદ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાની વેબસાઇટ કેવી હોય શકે ? શાળાની વેબસાઇટ પર કેવા પ્રકારનો માહિતી સ્ત્રોત મૂકી શકાય ? શિક્ષણ સલાહકાર મિત્રો તથા સરકારી શાળા હિતેચ્છુઓ માર્ગદર્શન કરજો.

અમારી શાળા અંતરિયાળ ગામ માં જરૂર છે, પણ હવે અમે જ સૌ શિક્ષકગણ સામે ચાલીને દુનિયા સાથે કદમ થી કદમ મિલવવાનું ભગીરથ કાર્ય શરૂ કરી દીધું છે.

”મંઝિલે ઉનકો મિલતી હૈ , જિનકે સપનો મે જાન હોતી હૈ,

સીર્ફ પંખો સે કુછ નહીં હોતા દોસ્તો, હોંસલો સે ઉડાન હોતી હૈ”

(નોંધ-અમારી શાળાની વિસ્તૃત કામગીરી નીચેની ડોક્યુમેન્ટરીની લિન્ક માં છે.)

https://youtu.be/RRzcsXDNTCU