છેલ્લા ઘણા સમય થી તમે અજાણ્યા રસ્તાઓ પર સતત મુસાફરી કરતા હો, અને અચાનક જ જ્યારે તમને મનગમતી મંજિલ મળી જાય તો ? હાશકારો તો ચોક્કસ થાય જ ને. પણ મુસાફરીના સમયમાં જે સંઘર્ષ સાંપડ્યો એ કેહવા કરતાં એટલું ચોક્કસ કહીશ કે જેને મંજીલ કરતાં મુસાફરી વધુ વહાલી લાગી છે, તેવા મારા પરમ મીત્ર, વિરાણી સાયન્સ કોલેજ દરમ્યાન મારા સહપાઠી શ્રી પાંભર રમેશને જન્મ દીવસની અઢળક શુભકામનાઓ.
શરૂઆતથી જ શીક્ષક અને શિક્ષણ પ્રત્યે ખુબજ સમર્પિત એવા રમેશ સાથેના કોલેજકાળ દરમ્યાનના અમુક યાદગાર અનુભવો વાગોળુ તો, રમેશ હમેશા કહે છે કે જીવનમાં 35 વર્ષ પેહલા સંઘર્ષ આવે તો તમે નસીબદાર, પાછળના 35 વર્ષમાં સંઘર્ષ પાળવો થોડો અઘરો પડે છે. પરિસ્થિતિઓને હમેશા ચેલેન્જ કરીને ગણીત વિષયમાં માસ્ટર કર્યા બાદ પોતાનું કેરીયર એક શીક્ષક તરીકે શરૂ કરનાર આજે સફ્ળતાઓના શીખર સ્પર્શી રહ્યો છે.
આજના વાલીઓ માટે એક આદર્શ કહી શકાય એવું વ્યક્તિત્વ એટલે રમેશ પાંભર. અભ્યાસ દરમ્યાન કોઈ પણ પરિસ્થિતિઓને ઠહેરાવી, અને પોતાના અભ્યાસ પ્રત્યે વળગી રહી, પોતાને ગમતી આદર્શ શાળા બનાવવા માટેના સપનાઓને ખૂલી આંખે જોયા અને સેવ્યાં છે. રમેશની જેમ પ્રતિભાશાળી, વિષય નિષ્ણાંત શિક્ષકો પ્રત્યેક શાળાને મળે એવી લાગણી વ્યક્ત કરું છું, અને શુભેચ્છાઓ પાઠવું છું.
વર્તમાન સમયમાં વાલીઓને તેમજ વિધાર્થીઓના ઘડતર માટે, પ્રોફેશનલ છતાં પ્રામાણિક શિક્ષક અને કેળવણીકાર મળવા ખુબ જ કપરા છે. પૈસા ખર્ચીને પણ આજે શાળા કક્ષાએ ઉચ્ચ ગુણવતા યુકત અભ્યાસ લક્ષી વાતાવરણ અને કલ્ચર ઊભું કરવું એ જવવલે જ જોવા મળે છે. રાજકોટમાં આવેલી SKP સ્કૂલ તેમજ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, રમેશ તેમજ તેમની સાથે સંકળાયેલા મહેનતુ શિક્ષકગણના અથાગ પરિશ્રમના ઉતમ ઉદાહરણ છે, જેનો ફાયદો આવનારી પેઢીના વિધાર્થીઓને ચોક્કસ થશે.
કોલેજમાં મારી સાથે જ ગણીત અને વિજ્ઞાન વિષયને ખુબજ રસપ્રદ શૈલીથી ભણ્યા બાદ તેઓ આજે તેમની શાળામાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના પ્રલોભન વીના, અને પારદર્શકતાથી ભણાવનાર રમેશની પ્રગતી પર હર કોઈ મીત્રને ગર્વ થાય જ !! દૂરંદેશી અને સામાજીક અંતરને ગંભીરતા પૂર્વક સમજી, કોઈ પણ વિદ્યાર્થી માત્ર માટે અવીરત ચિંતન અને ચિંતિત રહેનાર રમેશ વાલીઓ સાથે સતત તાલમેલમાં રહે છે. શાળા સાથે જોડાયેલા પ્રત્યેક બાળકની આવડત અને માનસીક તંદુરસ્તી માટે SKP સ્કૂલ અને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ જે નિષ્ઠાથી કામ કરે છે એ માટે સમગ્ર ટીમને શુભેચ્છાઓ. ચોક્કસ ધ્યેયને વળગી રહી અને વધતાં જતાં સામાજીક અવકાશને ઓછો કરવાના એમના સતત પ્રયાશો પ્રશંશનીય છે.
ગણિતમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરતા સાથે-સાથે, પોતાને જે સંઘર્ષના અનુભવો મળ્યા છે, તે સતત વાલીઓ સાથે શેર કર્યા કરે છે અને આવનારી પેઢીના બાળકો માટે મનોમંથન કર્યા કરે છે. અભ્યાસ તો ખરો જ પણ, આજના સમયને લક્ષમાં રાખીને બાળકોની ટેકનોલોજી પ્રત્યેના ઝુકાવને નજરઅંદાજ ન કરીને, તેમનો ફાયદો વિદ્યાર્થીઓ કઈ રીતે મહતમ રીતે લઈ શકે ? , વધુ પડતો ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે ટાળી શકાય ? આ પ્રકારે વિદ્યાર્થીઓ અને વાલીઓનું સતત માર્ગદર્શન, SKP SCHOOL અને કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ પર, વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને ચાઈલ્ડ સાયકોલીજિસ્ટ અને વિવિધ વિષયોના નિષ્ણાંતોને આમંત્રીત કરી, સેમીનાર યોજીને આદાન-પ્રદાન કરતાં હોય છે. અભ્યાસની સાથે સામાજીક જ્ઞાન પણ જરૂરી છે, પોતાની શાળા સંચાલક તરીકેની નૈતિક જવાબદારી સમજીને આજની પેઢીને પાછલી અને આવનારી પેઢી સાથે કેવી રીતે સુસંગતતતા કેળવી શકાય એવા અવાર-નવાર પ્રયોગો કરતાં રહે છે.
વિદ્યાર્થીઓ ભણી ગણીને ફક્ત નોકરી માટે તૈયાર રહે એવું જ નહિ, પણ એક સારા સમાજની એક જવાબદાર પ્રણાલીની સાંકળ બને, જેથી કરીને એક શિક્ષીત અને સભ્ય સમાજની તાલબધ્ધ રચના થાય એ જ રમેશનો ધ્યેય રહ્યો છે.
મારુ દ્રઢ પણે માનવું છે કે એક સાચા શીક્ષકને બીરદાવવો જ જોઈએ. રમેશ પાંભરને આજે તેમના જન્મદીવસ પર સાચા હૃદયથી મારા શબ્દોથી શુભકામનાઓ પાઠવું છુ. ઈશ્વર તારી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરે એવી શુભેચ્છાઓ.
રમેશના અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમની વીકાસ યાત્રાનો હું તાજનો સાક્ષી છુ. તેમના કઠોર તપ, કઠીન પથ અને તેમના શાલીન વ્યક્તિત્વને એક પંક્તિમાં રજૂ કરું છુ.
न में गिरा ना मेरे उम्मीद के मीनार गिरे,
पर लोग मुझे गिरानेमे कही बार गिरे!
सवाल जहर का नही था वोतो में पी गया,
पर तकलीफ लोगो को तब हुई जब में उसको पी कर भी जी गया!!
ફરી ફરી શુભકામનાઓ રમેશ !!
આભાર
ડો. રિતેશ ભટ્ટ
28 જુલાઇ 2022