પુસ્તકો, મિત્રો અને અનુભવો

લખાણ કોઈને-કોઈ અનુભવના આધારિત હોય છે અથવા જીવનમાં થયેલા અનુભવો લખાણ કરવા પ્રેરે છે. આમ જોઈએ તો પુસ્તકો, મિત્રો અને અનુભવો એકબીજાને જોડતી કડીઓ જ છે. કળિયુગ માં લોકો સમયના દાવ પેચ આધારિત રમત રમતા હોય છે. બની શકે કે તમે અંગત મિત્રોથી અલગ વિચારસરણી ધરાવતા હોવ. સાચ્ચા અર્થમાં વંચાયેલ પુસ્તકો જ મિત્રની ગરજ સારે છે. પુસ્તકના બે પૃષ્ઠો કોઈ દિવસ નિરાશ નહિ કરે. બાળપણ થી લઈને જુવાની સુધીના પડાવમાં મિત્રની વ્યાખ્યા ચલિત હોય છે, સમયાંતરે મિત્રોના પરિમાણ અને પરિણામ બંને બદલતા હોય છે. સ્વાર્થ ખાતર લોકો તમારી હા માં હા અને ના માં ના મેળવી લેતા હોય છે, તો કોઈ અપવાદ પણ હોય છે. પુસ્તક તટસ્થ મિત્ર છે. વાંચન જેટલું જ જરૂરી છે તમારું આચરણ અને અભિગમ.

પ્રમાણિક વાચકો એક ઝીંદગીમાં હજારો ઝીંદગી (પળો) જીવી લેતા હોય છે. અનુભવો માંથી શીખ મેળવી, કોઈ વ્યક્તિની પાછળ સમય ખર્ચવાને બદલે એક સારું પુસ્તક વસાવી અને આવનારી પેઢી માટે એક સારી ફૂટ પ્રિન્ટ છોડીએ.

અહી ફોટોમાં વ્યક્તિગત અનુભવો, પ્રવાસો અને અભ્યાસ દરમ્યાન વસાવેલી બુક્સનો સંગ્રહ છે. ડેન્માર્કમાં એક લાઈવ લાઇબ્રેરી કોન્સેપ્ટ છે જયાં તમે બૂકને બદલે કોઈ પણ વ્યક્તિને વાંચી શકો છો. હું નસીબદાર છું કે મે આ અનુભવેલું છે. લોકો પોતાનો દેશ છોડી અને કોઈ અન્ય દેશમાં વસવાટ કરીને પાછલી ઝીંદગી જીવતા હોય છે અને અનુભવ આધારિત આદાન પ્રદાન કરતાં હોય છે જેથી નવા ઇમિગ્રન્ટ્સ ને માર્ગદર્શન મળે. કડવા અનુભવો વધુ શેર થતાં હોય છે, ક્યારેક અનુભવોથી પણ માણસ ટુંકામાં ઘણું જીવી લેતો હોય છે. હવે ઈન્ડિયા અને અન્ય દેશોમાં આ કોન્સેપ્ટનો પ્રયોગ થઈ રહ્યો છે.

રાજકોટમાં કોઈ પણ સજ્જન આ બુક સંગ્રહની સાથે મારા વિદેશના વ્યક્તિગત અનુભવો વાંચવા આદિનાથ ઓવર્સિસમાં એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે છે.