કાલ્પનિક એટલે શું? મહદઅંશે લોકો કાલ્પનિક શબ્દનું અર્થઘટન જેનું અસ્તિત્વ જ નથી અથવા પાયા રહિત છે એવું કરતાં હોય છે.(જેમકે ઘણા મૂવી માં શરૂઆત થી જ કહી દેવામાં આવે કે ઇસ પીકચર કી સભી ઘટનાએ કાલ્પનિક હે, વાસ્તવિક્તાઓ સે ઇસકા કોઈ સંબંધ નહીં!!!).
બ્રહ્માના એક દિવસને કલ્પ કહે છે, અને રાત્રિને કલ્પરાત્રિ. કલ્પ અને કલ્પરાત્રિના ગાળા દરમ્યાન જે ઘટનાઓ ઘટે છે તેને પ્રલય કહે છે. મહાવિષ્ણુની નાભી માંથી બ્રહ્મા અને બ્રહ્મા દ્વારા મનુ અવતરણ પામેલ, જે પુરાણો માં પ્રથમ પુરુષ તરીકે ઉલ્લેખાય છે. મનુના જીવનકાળને મન્વંતર કહે છે. એક કલ્પ માં ૧૪ મન્વંતર હોય છે. પ્રત્યેક મન્વંતરના અંતે મન્વંતરસંધ્યા ખીલે છે જેની અવધિ ૧૭,૨૮,૦૦૦ સુર્યવર્ષ (સતયુગ) જેટલી હોય છે, પ્રત્યેક સંધ્યા પછી પ્રલય થાય છે. ૧૦૦ બ્રહ્મવર્ષના અંતે મહાપ્રલય થાય છે (૧).
સંસ્કૃત શબ્દ માનવ પણ મનુ પરથી પ્રસ્થાપિત થયેલ છે, મનુ(રાજા) ૧૪ ક્ષત્રિયો પૈકી ૧, આ ૧૪ મનુઓના જીવનકાળ ચક્રના અંતે એક નવા કલ્પની (બ્રહ્માના દિવસ) શરૂઆત થાય છે. પ્રથમ મનુને સ્વાયંભૂ કહે છે. આપણે ૭ માં મન્વંતરમાં છીએ. ૭ માં મનુના માતા સંધ્યા અને પિતા વિવસ્વના એટલે કે સુર્ય, એટલે સુર્ય ઈસ્ટદેવ તરીકે પણ પૂજ્ય છે. (દુનિયાના વિવિધ ધર્મો માં સુર્ય પ્રથમદેવ તરીકે પૂજ્ય છે). મનુસ્મૃતિ શબ્દ એક પ્રસ્તાવના(Prefix) તરીકે લખાય છે,તે પ્રથમ મનુનો સંદર્ભ આપે છે.(૨). અંગ્રેજી શબ્દ Manuscript નો મતલબ પણ સૌ પ્રથમ લખેલું એવો થાય છે.
આજના ૨૪ કલાકનો ૧ દિવસ અને બ્રહ્મદિવસનો તફાવત ગણતરી કરી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે, જેમાં યુગોનું વર્ણન અને કાળની સાપેક્ષ દિવસ અને રાતની ગણતરી છે. આ કાળનો તફાવત, ટાઈમ ડાઈલેશન અને બિગબેંગ આપણે પછી આગળની પોસ્ટ માં સમજીશું.
કલ્પ એ વાસ્તવિકતા છે, નરી આંખે જોઈ શકયા નથી એ અલગ વાત છે. મહાપ્રલય એ એક મહાવિસર્જનની (મહાવિનાશ) પ્રક્રિયા છે.પ્રત્યેક પ્રલય માં ૧૪ લોક માંથી ૧૦ લોકનો સંપૂર્ણ વિનાશ થાય છે,જે સૌથી નીચે છે.સૌથી ઉપરના ૪ લોક સત્યલોક,તપલોક,જનલોક અને મહારલોકનું જ અસ્તિત્વ રહે છે. મહાપ્રલયની ઘટના માં સંપૂર્ણ ૧૪ લોકોનો નાશ થાય છે. આ પ્રક્રિયા પુનઃપરિવર્તિત હોય છે. પૌરાણિક એક દ્રઢ માન્યતા છે કે બ્રહ્માંડના વિનાશ અને સર્જનની આ પ્રક્રિયા ચક્રિય છે. અહિયાં એક કરતાં વધુ બ્રહ્માંડનો ઉલ્લેખ છે જેને આધુનિક વિજ્ઞાનની ભાષા માં MULTIVERSE કહે છે, જે મહાવિષ્ફોટવાદ સિદ્ધાંતમાં સ્પષ્ટપણે સંભવેલ છે. પ્રત્યેક બ્રહ્માંડ પ્રલયને કારણે વિનાશ અને પુનઃસર્જન પામે છે.
સંદર્ભ
(૧) https://en.wikibooks.org/…/Indian…/Legends/Pralaya
(૨) Penguin Books. p. 229. ISBN 978-0-14-341517-6.