બોબ મારલેય વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે. તેઓ એક મજબૂર લાચાર મોશાળના સંતાન અને મ્યુસિક સાથે જોડાયેલા એક અનન્ય વ્યક્તિત્વ ધરાવતા સફળ વ્યક્તિ હતા, એમણે દુનિયા છોડી એને ૧૧ મે ૨૦૨૧ માં ૪ દાયકાઓ પૂર્ણ થશે. એમના ઉછેર માં એમની માતાનો સંઘર્ષ એમની માતાના નિર્વાણ દિવસ ૮ એપ્રિલના રોજ અહિયાં શેર કરું છું.
માતા, સીડીલા માલ્કમ (1926- 2008) નો જન્મ ૨૩ જુલાઇ ૧૯૨૬ માં જમૈકા માં એક અત્યંત ગરીબ માતા આલબર્થ વ્હીલબી અને પિતા ઓમેરિયાહ માલ્કમ ના ઘરે થયો, કે જેઓને ૧૮મી સદી માં આફ્રિકાના ઘાના દેશ થી બ્રિટિશના ગુલામ તરીકે જમૈકા લઈ આવવામાં આવેલા.
18 વર્ષની ઉમરે સીડીલા બૂકર એક ૫૯ વર્ષીય બ્રિટિશર મૂળના એક અધિકારી નોરવાલ મારલેય સાથે લગ્ન કરે છે, અને એક બાળકની માતા બને જે જેનું નામ છે બોબ મારલેય. બોબ મારલેય ૧૦ વર્ષની ઉમરે પિતાની છત્રછાયા ગુમાવે છે, એમના ઉછેર માટે એમની માતા સ્વબળે જન્મસ્થળ છોડી નજીકના અન્ય મોટા ટાઉન એ સમયે અત્યંત આર્થિક પછાત એવા કિંગસ્ટન માં મૂવ થાય છે અને એક જમૈકન સિંગર ટીડીએસ લિવિંગસ્ટ્રોમ સાથે લગ્ન કરી દીકરીને જન્મ આપે છે. સીડીલા , ફરી એક અમેરિકન સાથે લગ્ન કરી અન્ય બે બાળકોની માતા બને છે, ત્યારબાદ એમના ત્રીજા પતિ અને એક દીકરાનું એક ગોળીબાર માં અવસાન થાય, આમ તેઓ અંતે નોંધારા બની બોબ(પ્રથમ સંતાન) અને અન્ય સંતાનો સાથે અમેરિકા માં જીવન વિતાવે છે . ૮ એપ્રિલ ૨૦૦૮ એટલે કે આજના દિવસે ૧૩ વર્ષ પેહલા તેઓ અંતિમ શ્વાસ લે છે.
બોબ એમની માતા ના ૮૨ વર્ષ ના સંઘર્ષ માં ૩૬ વર્ષ ના સાક્ષી રહ્યા છે, તેઓ તેમની માતાની હાજરી માંજ દુનિયાને અલવિદા કહે છે. બોબને સંગીત વરસો એમની માતા તરફ થી મળ્યો. તેઓ ખૂબ જ લોકપ્રિય રહ્યા. તેઓના ચાહકો યુરોપ , અમેરિકા અને દુનિયા ના અન્ય ભાગો માં વશે છે, આજે પણ બોબ ને લોકો જન્મજાત ફાઇટર તરીકે યાદ કરે છે. એમનું વ્યક્તિત્વ ને એક ફેસબુક પોસ્ટ માં લખવું અશક્ય છે, એમની માતાના સંઘર્ષની ગાથા પણ એક ફકરા માં સમજવી અશક્ય છે.
બોબ એક ખુમારી વાળું ચરિત્ર, લોકપ્રિયતાના આસામી, પોતાના મનના માણીગર એવા બોબ મારલેયની માતાને એમના નિર્વાણ દિવસે અંજલિ. આજે આવા વ્યક્તિત્વનો ખજાનો લુપ્ત થઈ રહ્યો છે. બસ મોટા ભાગના લોકો આર્ટિફિસયલ લાઈફ જ જીવી રહ્યા છે, દેખાવડો ,અદેખાઈ, ઈર્ષ્યા, બસ આપણે મહત્વકાંક્ષાઓ પાછળ જીવન જીવવાનું જ ભૂલી ગયા છીએ.
આજે મહામારી જેવા આ સમય માં આગળ શું થઈ શકશે એ કેહવું ઉતાવળ કેહવાશે, પણ આજેય ખરેખર લોકો ને જીવન કેમ જીવવું એ શીખવું જ રહ્યું.
જીવન એટલે શું , બોબ મારલેયની એક વન લાઇનર મને ખૂબ જ ગમે છે જે અહિયાં વિડીયો માં શેર કરું છું.
LOVE THE LIFE YOU LIVE,
LIVE THE LIFE YOU LOVE.
(મારી જિદગી ના અંગત અભિપ્રાયો માંથી)
આભાર