બ્રહ્માંડની ઉત્પતિની પ્રથમ ત્રણ મિનિટ

બ્રહ્માંડની ઉત્પતિની ઘટના વિવિધ તર્કો, માન્યતાઓ, અને શક્યતાઓને સાંકળીને કુલ ૬ પ્રકારની થીયરીઓ દ્વારા રજૂ કરવા માં આવેલ છે . આ ૬ સિદ્ધાંતો પૈકી સૌથી વધુ સ્વીકૃતિ મહાવિસ્ફોટવાદ સિદ્ધાંતને મળેલ છે. મહાવિસ્ફોટ એ એક HYPOTHETICAL SINGULARITY એટલે કે અનુમાનિત શૂન્યતા કે પરમશૂન્યતા જેવી અવસ્થા માંથી થયો હશે. આ મહાવિષ્ફોટ થયા પછી જ અલગ અલગ પરિમાણો અસ્તિત્વ માં આવ્યા હશે. વિવિધ પરિમાણો ને આપણે મહાવિસ્ફોટની સમય સારણી સાથે સરખાવી અને સમજવાનો પ્રયત્ન કરીશું.

ડૉ . સ્ટીવન વેઇનબર્ગ નામના વૈજ્ઞાનિકે પુસ્તક લખ્યું છે -ધી ફર્સ્ટ થ્રી મિનિટ્સ. તેઓને ભૌતિક શાસ્ત્ર માં સંશોધન અને યોગદાન માટે ૧૯૭૯ માં નોબેલ પારિતોષિક મળેલ હતું. આ બુક માં ખૂબ જ ઊંડાણ પૂર્વક સમજૂતી આપેલ છે , એમણે સાથી વૈજ્ઞાનિકોની મદદ થી ગાણિતિક અને ભૌતિક સિદ્ધાંતોના પુરાવા આધારિત પ્રથમ ૩ મિનિટ કેવી રહી હશે એમની વિશેષ સમજૂતી આપી છે. આ ઘટનાનું વર્ણન કદાચ આનાથી સારી રીતે ભાગ્યેજ ક્યાંક વાંચવા મળે .

આ બુક લખ્યા પછી એમણે જણાવેલ કે આ બુક માં જે વર્ણવેલ છે એ એમની અને તેમના સાથીઓની અથાગ મેહનત છે , છતાં આ બધુ જ સત્ય છે એની સંપૂર્ણ ખાતરી નથી ,આ બધુ જ સત્ય છે કે માયા જ છે ? એના વિષે કઈ વધુ કહી શક્યો નથી.

બ્રહ્માંડ માં રહેલા અગણિત અને વિવિધ પ્રકારના પદાર્થો વિશે કોઈ ચોક્કસ વલણ બાંધી શકાય એમ નથી કારણ કે એમાં સતત બદલાવ થયા જ કરે છે , એ પછી એમનો આકાર હોય કે પ્રકાર પરંતુ માનવે જ્યારે તેમનો ટેકનોલોજીના ઉપયોગ થી નજીક થી જાણવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એમના પ્રાસ્તાવિક અનુમાનો માં સતત બદલાવ જ આવ્યા કરે છે. આ પરથી બ્રહ્માંડની અકળતાનો ખ્યાલ કાઢી શકાય એમ છે . એની સરળ વાક્ય માં સમજૂતી ૮ મી સદી માં ભારતના આદિ શંકરાચાર્ય એ આપી . એમણે વેદોનો નિષ્કર્ષ ત્રણ વિવિધ શબ્દો દ્વારા આપ્યો , આ શબ્દને જોડીને વાક્ય રૂપે પણ આપ્યો .

૧ . બ્રહ્મ સત્ય ૨. જગત મિથ્યા ૩. જીવો બ્રહમેવ નપરઃ

એટલે કે, બ્રહ્મ કે જે અકળ છે તે જ સત્ય છે , અને જગત કે જે કળી શકાય એમ છે, તે મિથ્યા છે. ´´બ્રહ્મ સત્ય જગત મિથ્યા.´´ આ પરથી ચોક્કસ એટલું તો અનુમાન લગાવી જ શકાય કે આજનું ભૌતિક શાસ્ત્ર અને વિજ્ઞાન એ આદિ શંકરાચાર્યના આપેલ વેદોના નિસકર્ષ રૂપી વાક્યને અનુશારી રહ્યું છે.

આપણે મહાવિષ્ફોટ પછી ની ઘટનાઓ અને સમય સારણી વિશે વાત કરીએ એ પેહલા થોડા શબ્દો વિષે સમજીએ .

(1) A-TOM અથવા ATOM OF TIME

ATOM એટલે સમયનો નાના માં નાનો એકમ અથવા તો ઘટક. ગ્રીક ભાષા માં એટમનો મતલબ INDIVISIBLE થાય છે, અર્થાત જેનો ભાગ પાડી શકાય નહીં અથવા જેને અલગ પાડી શકાય નહીં એવો થાય છે.

(2) પ્લાન્કના એકમો (PLANCK UNITS)

પ્લાનકના એકમોનું સૂચન સૌ પ્રથમ ૧૮૯૯ માં જર્મનીના ભૌતિકશાસ્ત્રી મેક્સ પ્લાનક નામના વૈજ્ઞાનિકે કર્યું. એમણે કુદરતી રીતે અસ્તિત્વ માં આવેલા અવકાશ માં તાપમાન ,લંબાઈ , દળ ,સમય અને ઉર્જાના મૂળભૂત એકમો સૂચિત કર્યા. આ એકમોને પ્લાનકના એકમો કહે છે.

વૈજ્ઞાનિક મેક્સ કાર્લ એર્નસ્ટ લુડવીગ પ્લાન્ક,(૨૩/૪/૧૮૫૮- ૪/૧૦/1૯૪૭) . તેમણે આપેલા અનુમાનો ,કુદરતી એકમો અને પ્રસ્થાપિત કરેલ પ્લાનકનો આચળાંક એ અવકાશ ભૌતિકશાસ્ત્ર માં સંશોધન માંટે ઉપયોગી થયા. એમણે આપેલ ભૌતિક શાસ્ત્રના અનુમાનોના આધાર પર બ્રહ્માંડને લગતી ઘણી બધી શોધ ખોળ થઈ.

(3) એપોક (EPOCH)

આ શબ્દ મૂળભૂત રીતે મેડિવાલ લેટિન (Medieval Latin) ના માધ્યમ થી ચલણ માં આવ્યો . મેડિવાલ લેટિન સમય એ પશ્ચિમી યુરોપનો ૫ મી થી ૧૫ મી સદીનો સુનિશ્ચિત કાળ છે, જેને મધ્યકાળ તરીકે ઓળખાય છે .આ દરમ્યાન અહિયાં રોમન કેથોલિક સંપ્રદાયના લોકો માં લેટિન ભાષા પ્રાથમિક રીતે ચલણ માં હતી. લેટિન સમયકાળ દરમ્યાન, એક ગ્રીક ભાષા શબ્દ EPOCHĒ પ્રયોજન માં આવેલો જેનો અંગ્રેજી ભાષા માં મતલબ “CESSATION” or “FIXED POINT.” એટલે કે સમાપ્તિ અથવા ચોક્કસ પોઈન્ટ એવો થાય છે.

ગ્રીક ભાષા શબ્દ EPOCHĒ એ મૂળભૂત રીતે ગ્રીક ક્રિયાપદ EPECHEIN પરથી ઉતરી આવેલ છે, એમનો મૂળભૂત રીતે અંગ્રેજી માં મતલબ PAUSE અથવા TO HOLD BACK એવો થાય છે, એમને અહિયાં થોભવું કે પકડી રાખવું એવું પ્રયોજી શકાય છે.

સૌ પ્રથમ જ્યારે અંગ્રેજી ભાષા માં આ શબ્દ EPOCH તરીકે પ્રયોજવા માં આવેલો ત્યારે તેમનો મતલબ FIX-POINT એવો થાય છે. કોઈ ચોકકસ પ્રકારની પ્રણાલી ઘટનાક્રમની શરૂઆત ચીન્હિત કરવા માટે વપરાય છે.

(4) પ્લાનક એપોક (PLANCK EPOCH) અથવા પ્લાનક યુગ (PLANCK ERA)

ભૌતિક બ્રહ્માંડની ઉત્પતિ દરમયાન ,પરમશૂન્યતા થી લઈને અમુક ચોક્કસ સમયગાળા સુધી, બ્રહ્માંડના ઇતિહાસ માં પ્રથમ વખત સમયને એક ગાણિતિક મૂલ્ય સાથે રજૂ કરવા માં આવ્યો , આ ચોક્કસ સમય ગાળો પરમશૂન્યતા થી લઈ ને ૧૦-૪૩ સેકન્ડ સુધી સુનિશ્ચિત કરવા માં આવ્યો, આ સમયના પ્રારંભિક સમયગાળાને પ્લાનક એપોક કહે છે. અહિયાં સેકન્ડ એ સમયનો એક સૂક્ષ્મ એકમ છે, એનો મતલબ પ્રથમની પછી અથવા બાદમાં હોવું એવો થાય છે, અહી પ્રથમ એટલે પરમશૂન્યતા છે, જે નાભીકીય અવસ્થા અથવા કેન્દ્રકણ જે સમગ્ર બ્રહ્માંડની ઉત્પતિ માટે જવાબદાર છે . પ્લાનક એપોકને સિંગયુંલારીટી હોલ્ડિંગ ટાઈમ પણ કહી શકાય. મહાવિસ્ફોટના પ્રથમ તબ્બકા દરમ્યાન સમયનું પ્રસરણ ૧૦-૪૩ સેકન્ડ સુધી થાય છે આ સમયગાળાને પ્લાનક યુગ કહે છે.

(5) પ્લાનક સમય (PLANCK TIME)

મહાવિસ્ફોટ ઘટનાક્રમ પછીના સમયનું મૂલ્ય ૧૦-૪૩ સેકન્ડ કે તેથી ઓછું હોય તો તેને પ્લાનક સમય કહે છે . અન્ય શબ્દો માં કહીએ તો મહાવિસ્ફોટ પછી છૂટ પડતાં પ્રકાશના કણને ન્યૂનતમ અંતર કાપવા માટે જેટલો સમય લાગે એ સમય અંતરાલનું મૂલ્ય ૧૦-૪૩ સેકન્ડ જેટલું હોય છે, જેને પ્લાનક સમય કહે છે.

(6) પ્લાનક લંબાઈ (PLANK LENTGH)

પરમશૂન્યતા માંથી થયેલા મહાવિષ્ફોટ બાદ સંભવિત પ્રકાશના કણો એક પ્લાનક સમય દરમ્યાન જેટલી સફર કરે છે અથવા અંતર કાપે છે, તે અંતરને પ્લાનક લંબાઈ કહેવાય છે. પ્લાનક લંબાઈ એ નાના માં નાની લંબાઈ છે કે જય અવકાશને વ્યાખ્યાયિત કરી શકાય છે. પ્લાનક લંબાઈ ૧૦-૩૫ મીટર થી ૧૦૨૫

મીટરની રેન્જ માં મપાઈ છે. બ્રહ્માંડની લંબાઈ ૧૦૬૦ મીટર છે એવું તારણ કાઢી સકાય.

(7) પ્લાનક દળ (PLANCK MASS)

પ્લાનક દળ અથવા PLANCK MASS એ ચોક્કસ વજન ધરાવતા કુદરતી કણો છે જે અજ્ઞાત બ્લેક હૉલ (મહાવિષ્ફોટ પછીની ક્ષણિક અવસ્થા) અને અને પ્રારંભિક કણોની ભેદ રેખા છે. પ્લાનક દળ લગભગ મનુષ્યની ૧ પાંપણ જેટલું સૂક્ષ્મ હોય એવું કલ્પી શકાય.

(8.)પ્લાનક ઉર્જા (PLANCK ENERGY)

પ્લાનક એકમો કે જે કુદરતી એકમોની પ્રણાલી માટે જાણીતા છે , અહિયાં (મહાવિષ્ફોટ પછી ના ઘટનાક્રમ માં ) ઉર્જા ના મૂલ્ય ને રજૂ કરવા માટે જે એકમ નો ઉપયોગ માં આવે છે એમને પ્લાનક ઉર્જા કહે છે.

(9) પ્લાનક તાપમાન (PLANCK TEMPERATURE)

પ્લાનક એકમો કે જે કુદરતી એકમોની પ્રણાલી માટે જાણીતા છે, મહાવિષ્ફોટ પછીના ઘટનાક્રમ દરમ્યાન તાપમાનના મૂલ્યને રજૂ કરવા માટે જે એકમનો ઉપયોગ માં આવે છે એમને પ્લાનક તાપમાન કહે છે.

(10) પ્લાનક સ્કેલ (PLANCK SCALE)

મહાવિસ્ફોટ પછીનો એક ચોક્કસ પ્રકારનો દાયરો કે જ્યાં કુદરતી પરિમાણો જેવાકે અવકાશ, સમય, દળ ,ઉર્જા, તાપમાન,અંતર ઉલ્લેખનીય અને શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા છે, જે ક્ષેત્ર માં ફક્ત પરિમાણો પર ગુરુત્વાકર્ષણનું જ પ્રભુત્વ હોય આ ક્ષેત્રને પ્લાનક સ્કેલ કહે છે.

નોંધ- સંદર્ભ જુદા જુદા ૮ થી ૯ સાહિત્ય અને વિડીયો માંથી માહિતી એકત્રીકરણ કરેલ છે, રસ ધરાવતી વ્યક્તિ અહિયાં કોન્ટેક્ટ કરી ને સંપૂર્ણ માહિતી નો આધાર સંદર્ભો , સંપર્ક કરી અલગ થી મેળવી શકે છે.