બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની ઘટનાઓ મત્સ્ય પુરાણ (૨.૨૫-૩૦) માં સચોટ વર્ણવેલી છે. હિન્દુ અવકાશિય વિજ્ઞાન પ્રમાણે બ્રહ્માંડની રચના એ ચક્રિય પ્રક્રિયા છે , આ પ્રક્રિયા માં બ્રહ્માંડનું સર્જન અને વિસર્જન થયા જ કરે છે.
સંસ્કૃત ભાષાનો શબ્દપ્રયોગ પ્રલય એ વિસર્જન પ્રક્રિયાનો ખૂબ જ લાંબો સમયગાળો છે. એ એક કલ્પ અવધિ છે ,કલ્પ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ખૂબજ લાંબો સમયગાળો એવો થાય છે. કલ્પ એ બ્રહ્માંડના સર્જન અને વિસર્જન વચ્ચેનો સમયગાળો છે.
કલ્પ એ બ્રહ્માનો ૧ દિવસ છે, જેની અવધિ ૪.૩૨ અબજ વર્ષ જેટલી હોય છે. ૧ કલ્પમાં ૪ યુગોનો સમાવેશ થાય છે. સત્યયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ અને કલિયુગ. આ ચારયુગના એક સંપૂર્ણ ચક્રને એક મહાયુગ અથવા યુગચક્ર (ચતુર્યુગ) પણ કહેવાય છે.
પૃથ્વી સમગ્ર સુર્યમાળાના ગ્રહ સહિત ચારેયયુગની પ્રદક્ષિણા કરે છે ,આ અવધિને ૧ યુગચક્ર કહે છે. બ્રહ્માંડનું કાળની સાપેક્ષમાં વિસ્તરણ સમજી શકાય છે. બ્રહમોત્પતિ મનુ રાજા એમના સુનિશ્ચિત જીવન કાળ દરમ્યાન ૭૧ યુગ ચક્ર લગાવે છે, મનુ ની જીવનકાળ ની અવધિ ને ભાગવદ પુરાણમાં મન્વંતર તરીકે ઉલ્લેખવામાં આવે છે.(૧ મન્વંતર એટલે ૭૧ યુગચક્ર). બ્રહ્માનો ૧ દિવસ કુલ ૧૪ મન્વંતર માં વિભાજિત થયેલો હોય છે . કુલ ૧૪ મન્વંતરમાં ૧૫ જેટલી સંધ્યારાત્રિ (અધિકવર્ષ સમયગાળો ૭૨,૦૦૦ દેવીવર્ષ જેટલી અવધિ) ઉમેરતા ૧ કલ્પની પૂર્ણાહુતિ થાય છે.
વિજ્ઞાન, બ્રહ્માંડ સતત વિસ્તરણ પામે છે એ સ્વીકારે જ છે. ૧ કલ્પ એટલે ૧૦૦૦ મહાયુગ જેટલો સમય ગાળો થાય છે. ૧ કલ્પ એટલે કે બ્રહ્માના દિવસ સમયની અવધિ, એટલીજ એમની રાત્રિ હોય છે, જેને કલ્પરાત્રિ અથવા બ્રહ્મરાત્રિ પણ કહે છે. બ્રહ્મરાત્રિ અને દિવસના સમય ગાળાને બ્રહ્માનો સંપૂર્ણ દિવસ તરીકે ઓળખાય છે. બ્રહ્માનો એક દિવસ ૪ યુગના એક હજાર ચક્ર સુધી ચાલે છે. બ્રહ્માની રાત્રિ પણ એટલી જ લાંબી અવધિ જેટલી હોય છે. ભારતીય વેદિક અવકાશીય વિજ્ઞાન વિષે શ્રીમદભાગવદ ગીતાના ૮માં અધ્યાયના ૭માં શ્લોકમાં બ્રહ્માના દિવસનું વર્ણન છે, સાથે ચારેય યુગો ની અવધિ પણ જણાવેલ છે જે આજે ચોક્કસ પણે આધુનિક વિજ્ઞાને સ્વીકારી જ છે.
બ્રહ્માંડની ઉત્પતિ આજના આધુનિક વિજ્ઞાન પ્રમાણે ૧૩.૭ અબજ વર્ષ થયા છે. બ્રહ્માંડના સર્જન પૂર્વેનું બ્રહ્માંડ ઉપરાંત આપણાં બ્રહ્માંડ સિવાયના અન્ય બ્રહ્માંડની શક્યતાઓ આધુનિક વિજ્ઞાનમાં છે જ, જે ભારતીય પુરાણો બ્રહ્માંડની ઉત્પતિ પૂર્વેની સ્થિતિ સચોટ વર્ણવી ચૂકી છે.
સંદર્ભ
૧ https://en.wikipedia.org/wiki/Hindu_cosmology,
૨ https://en.wikipedia.org/wiki/Kalpa_(aeon)
૩ https://www.holy-bhagavad-gita.org/chapter/8/verse/17