બ્રાન્ડિંગ એ વ્યક્તિગત પ્રતિભા કે કંપનીની રેપ્યુટેશન છે. નામ અને પ્રેસટીજ, વિઝન અને મિશન, પ્રોડક્ટ ડિસ્પ્લે અને પ્રોડક્ટ પરસેપ્શન જે વૈશ્વિક ઓડિયન્સ કે ગ્રાહકોના માઇન્ડસેટ પર છવાયેલ હોય છે. વાસ્તવમાં કોઈ પણ સંસ્થા કે પેઢીનો ગ્રોથ જેતે ઇન્સ્ટિટ્યૂટ, કંપની, ઓર્ગેનાઇઝેશન કે સંસ્થા પાછળનો રીયલ ચેહરો કોણ છે એ ખુબજ જરૂરી છે. બ્રાન્ડવેલ્યુ એ કઈ રાતો રાત ઊભી થતી ઇમેજ નથી. સતત બઝારના બુદ્ધિજીવી વર્ગના સંસર્ગમાં રહેવું, તંદુરસ્ત હરીફાઈ કરવી, સારા માણસો સાથે નેટવર્કીંગમાં રહેવું એ તમારી સારી ઇમેજ ઊભી કરે છે અને પછી તમારી સાથે જોડાયેલી કલા, પ્રતિભા, પ્રોડક્ટ કે કોઈ પણ વ્યવસાય. સારા નેટવર્કીંગ ઉપરાંત તમારી પ્રોડક્ટને સંપૂર્ણ વાચા આપતી પ્રોફેશનલ વેબસાઇટ કન્ટેન્ટ તેમજ તમારી કે તમારી પ્રોડ્કટને લગતી ટુંકી વિડીયો પિચ, બસ અહિયાજ નથી અટકતું પણ તમારો હાવ ભાવ, સ્વભાવ, કમિટમેન્ટ્સ તો ખરા જ. પ્રોફેશનલ લાઈફમાં ઘણી વખત પ્રથમ મુલાકાત આખરી મુલાકાત બની જતી હોય છે, બની શકે કે કોઈ સારો માણસ કે પોટેન્શિયલ કસ્ટમર કે પછી બિઝનેસની એક ઊજળી તક તમારા હાથવેંત જ હોય ને હાથમાંથી સરકતી દેખાય!!
કોઈ પણ પેઢી, કોર્પોરેટ્સ કંપનીઓ, એક્ટર-આર્ટિસ્ટ, રાજકીય પ્રતિભા કે પછી સંસ્થાઓ માટે ખુબજ અગત્યનું પરિબળ હોય છે પોતાની આગવી ઓળખ અને બ્રાન્ડ ઓફકોર્સ !!. બ્રાન્ડિંગ એ માર્કેટિંગ અને સેલ્સ પ્રણાલીથી અલગ છે પણ અળગી નથી. બ્રાન્ડિંગ ખરા અર્થમાં માર્કેટિંગ, સેલ્સ, રેવન્યુ અને પોપ્યુલારીટીનો પાયો છે. બ્રાન્ડિંગ કોન્સેપ્ટ એજ તમારી કંપની કે વ્યક્તિગત પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. બ્રાન્ડ વેલ્યુ જ નક્કી કરે છે કે વ્યક્તિગત રીતે તમે કેટલા સફળ છો, કે પછી તમારી કંપની કે સંસ્થા કેટલી માઇલેજ આપશે.
બ્રાન્ડિંગની પાછળ ખર્ચાતા બજેટથી ઘણીવાર લોકો બિઝનેસ અપેક્ષિત કરતાં હોય છે, પણ બ્રાન્ડિંગએ કેસર કેરીનાં આંબા જેવી પ્રક્રિયા છે, જેને ખિલતા અને ફળ આવતા સમય લાગે. સારી સાખ ધરાવતી કંપની કદાચ બીજી કે ત્રીજી પેઢીએ પણ ફળ મેળવે છે.
#ELEIVATORPITCH લાવી અને આવી રહી છે હવે ઇન્ડિયન માર્કેટમાં !! સ્કોલર, માર્કેટ રિસર્ચર, કન્ટેન્ટ રાઇટર, વેબડેવલોપર, ગ્રાફિક્સ ડિઝાઇનરની એક ક્રિએટિવ ટીમનો કાફલો જે આપની ઇમેજ બિલ્ડિંગ, તમારી પ્રોડક્ટને આગવી રીતે પ્રસ્તુત કરશે અને તમારી પેઢીને અમર કરનારી તમારી પ્રોડક્ટ પ્રોફાઇલ બેઝ્ડ વેબસાઇટ તો ખરી જ. ડિજિટલ યુગમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા ઇનફલૂન્સ એક દૈનિક અખબારમાં અપાતા જાહેરાત ખબર જેવા હોય છે, કદાચ બીજે દિવસે કોઈ ના પણ નોંધ લે, તો સાપેક્ષમાં પ્રોપર કન્ટેન્ટયુક્ત વેબસાઇટ એ પ્રોફેશનલ માધ્યમ છે જે હમેશા તમારી પ્રોડક્ટને સેલ્સ કરતી રહશે.
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है,
तू चल, तेरे वजूद की
समय को भी तलाश है
समय को भी तलाश है।।