વ્હાઇટ કોલર્સ જોબની આપણને સૌને સમજ હોય જ છે, એક ફર્સ્ટ ક્લાસ ઓફિસ, કોંપ્યુટર, આભા અને મોભા વાળી નોકરી.. પણ આ બ્લૂ કોલર્સ જોબ એટલે શું ? આ શબ્દ કેવી રીતે ચલણમાં આવ્યો.
સદીઓથી પશ્ચિમ અને દક્ષીણ ભારતના વણકરો દેશી કપાસ માંથી સાદા, સાધારણ અને જાડા કાપડો બનાવતા, જે સૌ પ્રથમ 12 મી સદીમાં આ કાપડ કેરળના કોઝિકોડમાં યુરોપીયનોની નજરે ચડ્યું. અંગ્રેજોએ દક્ષીણ ભારતીય શહેરને CALICUT નામ આપ્યું અને આ ક્વોલિટી વાળું કાપડ સૌ પ્રથમ યુરોપીયનોએ કાલિકટમાં જોયું હોય, આ કાપડ વિશ્વ કાપડ બજારમાં CALICO (કેલિકો) તરીકે ઓળખાય છે. કેલિકો કાપડ મલમલ (MUSLIN) કરતા ઘણું બરછટ પરંતુ શણ અને કપાસ માંથી બનતા કેનવાસ (LINEN) કરતા ઓછું બરછટ અને જાડું હોય છે. એકદમ કાચું અને રંગ રોગાન વગરનું હોઇ પ્રમાણમાં ઘણું સસ્તું છે.
Indigofera tinctoria નામના ઔષધીય છોડના લીલા પાન માંથી ઘાટા બ્લૂ કલરનું પ્રવાહી રંગક બનાવવામાં દક્ષીણ ભારતીયો સદીઓથી માહીર હતા. બ્લૂ રંગકનો ઉપયોગ કાપડને રંગવામાં થતો હતો. 13મી સદીમાં ભારતમાં તૈયાર થતી ઇંડિગો અંગે અહેવાલ આપનાર સૌ પ્રથમ માર્કો પોલો હતા.
જાડા કોટનના કપડાને બ્લૂ કલર ચડાવવામાં આવતો, (ગળી કરવી) મજૂરી કામ કરતાં લોકો માટે પહેરવેશ તૈયાર કરવામાં આવતો. કારણ કે એ સમયે આ કાપડની મજબૂતાઈ હોય જલ્દી ફાટી ન જાય એ હેતુ માટે કુદરતી ગળી કરીને ઉપયોગમાં લેવાતું જેથી વધુ સમય સુધી ટકાવી શકાય.
મહારાષ્ટ્રના ડોંગરી વિસ્તારમાં કેનવાસ કાપડને ઘટ્ટ વાદળી (ડાર્ક બ્લૂ) રંગથી રંગવામાં આવતું. અને ઈસ્ટ ઈન્ડિયા કંપની મારફત યુરોપ મોકલવામાં આવતું. આ બ્લૂ કલરને યુરોપીયનોએ એ INDIGO શબ્દ આપ્યો જેનો મતલબ From India or The Indian એવો થાય છે.
ઓગણીસમી સદી સુધી ફ્રાન્સમાં ક્યાંક કાપડનું ઉત્પાદન ન થતું, ફ્રાંસના (NIMES) નાઇમ્સ શહેરમાં વ્યાપારીઓ ઈટાલી માંથી કેનવાસનું મજબૂત કાપડ આયાત કરતાં. ફ્રેંચ શબ્દ ‘Serge’ નો મતલબ મજબૂત કાપડ એવો થાય છે, ‘Serge de Nimes’ નો મતલબ Nimes શહેરનું મજબૂત કાપડ એવો થાય. Serge De Nimes ફ્રેંચ શબ્દપ્રયોગ પરથી Denim શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ કાપડ ભારતમાં બનાવવામાં આવતી ગળી અથવા વાદળી રંગની પ્રાકૃતિક ડાઇ દ્વારા રંગવામાં આવતું અને સૌ પ્રથમ મજૂરો માટે પહેરવેશ તૈયાર કરવામાં આવ્યો. કોલોનીયલ સમયમાં સખત મજૂરી અને શારીરિક કૌશલ્યમાં રોકાયેલા ગુલામો અને આર્થિક ઉપાર્જન કરતાં મજૂરો બ્લૂ કલરના કપડાં પહેરતા હોય તેઓને બ્લૂ કોલર્સ કહેવામાં આવે છે. ડેનીમનું બ્લુ જીન્સ પેન્ટ વાસ્તવમાં ફ્રેંચ ગુલામો માટે તૈયાર કરવામાં આવેલો પહેરવેશ હતો. બ્લ્યુ-કોલર વર્કર એ કામદાર વર્ગની કુશળ વ્યક્તિઓ છે, જે સખત મહેનત કરીને હાથ કમાઈ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બ્લ્યુ-કોલર કામ માટે જરૂરી કૌશલ્યો વ્યવસાય પ્રમાણે બદલાય છે. કેટલાક બ્લુ-કોલર વ્યવસાયોમાં ઉચ્ચ કુશળ કર્મચારીઓની જરૂર પડે છે જેઓ ઔપચારિક રીતે પ્રશિક્ષિત અને પ્રમાણિત હોય છે.
હવે આવું છું મૂળ વાત પર,
બ્લૂ કોલર્સની વિશાળ કેટેગરી છે, ટર્નર, ફિટર, વેલ્ડર, મશીન ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, લેબ ટેકનિશિયન, વાયરમેન, વેલ્ડર, ટર્નર, CNC ઓપરેટર, બોઇલર મેન, લેથ ઓપરેટર, ક્રેન ઓપરેટર, AC ટેકનિશિયન, ટર્બાઇન ઓપરેટર, મોલ્ડિંગ ઓપરેટર, ડ્રાફ્ટ્સમેન, ઓપરેટર્સ, ટેકનિશિયન, કારખાનાના મજૂરો, કલરકામ, બાંધકામ, દરજીકામ ,મિસ્ત્રી કામ, રિપેરિંગ કામ, હેર સલૂન સર્વિસ, વગેરે આવા તો ઘણા વ્યવસાય છે જેમાં સ્કિલ્સ અને નિયત કેન્દ્ર સ્થાને હોવા છતાં ખુબજ ઓછું પણ હક્કનું રળી ને ખાતા હોય છે.
કરેલા કોઈ પણ કામ વ્યર્થ નથી જતાં, યુરોપમાં મારા 8 વર્ષના ઘણા સખત કામના અનુભવો રહ્યા છે, એ પરથી પ્રેરણા લઈને એક ખુબજ અસરકારક ડિજિટલ પ્લેટફોર્મ લઈને જલ્દી આવી આવી રહ્યો છું. જેથી લગભગ રાજકોટના 10 લાખથી વધુ બ્લુ કોલર્સને ખુબજ મદદરૂપ થશે.
એ છે રાજકોટના જ હજારો બ્લુ કોલર્સ જોબ સાથે જોડાયેલા લોકો માટેની ફ્રી લિસ્ટિંગ સર્વિસ, આ સર્વિસમાં જે તે બ્લુ કોલર્સ વ્યવસાય, તેમજ નોકરી સાથે જોડાયેલા લોકોની વર્કિંગ પ્રોફાઇલ તેમનો સંપર્ક નંબર સાથે લોકેશન ગૂગલ API થી કનનેક્ટ કરી ગૂગલ પ્રોફાઇલ લિસ્ટિંગ કરી આપવામાં આવશે. જેથી લોકલ ઈકોનોમી ને સાચ્ચા અર્થમાં બુસ્ટ મળશે.
આપણા દેશની MSME બ્લુ કોલર્સ કર્મચારીઓ અને કારીગરોના જીવન સુધારવા માટે કામ કરે છે, અર્થવ્યવસ્થાને સુધારવાની ક્ષમતા આ બ્લુ કોલર્સમાં બખૂબી છે, જરૂર છે માત્ર પ્રાણ ફુંકવાની.
બ્લુ રંગ નિષ્પક્ષતા સૂચવે છે, આ રંગમાં ઊંડી ગુણવત્તા હોય છે જે શાણપણ, અન્યને મદદ કરવાની ભાવના અને સત્તાને પ્રસારિત કરનારી હોય છે.
વધુ માહિતી, વેબસાઇટ લોન્ચ દરમ્યાન
Website : www.imblucollars.com
આભાર
રિતેશ ભટ્ટ