ભક્તિબા

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે માત્ર ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાનો અવસર જ નહિ,પણ ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, આઝાદીના વિસરાયેલા લડવૈયાઓની ગાથા, આઝાદ ભારતની ભવ્યતા અને મોર્ડન વિશ્વ માર્કેટને ભારત પ્રત્યેનું આકર્ષણ

કલ્ચર અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 12 માર્ચ 2021 થી લઈને 15 ઓગસ્ટ 2023 એટલે કે કુલ 75 સપ્તાહ દરમ્યાન કુલ છ વિવિધ થીમ પર ‘આઝાદી કા અમૃત’ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

  1. આઝાદી અને સંઘર્ષ
  2. ડિજિટલ ભારત
  3. આઝાદીના વિસરાયેલા હીરો
  4. વિચાર, સિદ્ધિઓ અને ઉકેલો
  5. ભારતની સમૃદ્ધ ધરોહર અને વારસો
  6. નવું ભારત

મુખ્ય 6 પિલર્સ પર વિશ્વભરમાં વસેલું ભારત આ મહોત્સવ મનાવી રહ્યું હોઇ, ગુજરાતી સાહિત્યના પાયાના પથ્થર ઝવેરચંદ મેઘાણી આ અવસર પર કેવી રીતે ભૂલાય!!!

આઝાદી ચળવળ સમયના સૌરાષ્ટ્રના વૈચારીક ‘ઘાયલ’ ક્રાંતિકારી, ગુજરાતી સાહિત્યને વૈવિધ્ય સભર ઊંડાણ આપનાર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી પીનાકીભાઈ મેઘાણીને અને 1922માં પોતાનું રાજ ત્યાગી પ્રજાને સોંપનાર રાજવીશ્રી દરબાર ગોપાલદાસ દેસાઇ અને સ્વતંત્ર સેનાની ભક્તિબાના અમેરિકા સ્થિત સુપુત્ર ડો. બારીન્દ્રભાઈ દેસાઇને રૂબરૂ વાંચવાનો અવસર મળ્યો.

ડો. બારીન્દ્ર, દરબાર શ્રી ગોપાલદાસ, #ભક્તિબા અને ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણી સભર સંભારણાઓ વાગોળે છે. ડો. બારીન્દ્ર ભારત સરકારશ્રી સંચાલિત ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. કડવીબાઈ વિરાણી સાથે #ભક્તિબાના સંભારણા તેમના પરીવાર દ્વારા જ સાંભળવા એ ખરેખર લ્હાવો કહેવાય.

ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રજાવત્સલ મુખ્યપ્રધાન ઉછરંગભાઈ ઢેબર, દરબાર ગોપાલદાસ દેસાઇ અને #ભક્તિબાની પ્રેરણાથી 1946માં સ્થપાયેલી ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા શાળાની સ્થાપના થઈ, જે ખરેખર રાજકોટ શહેરની શાન સમાન કહેવાય, આ શાળાએ અનેક કુશળ શિક્ષિકાઓ સમાજને આપેલી છે, કડવીબાઈ વિરાણી સંસ્થાને રાજકોટ શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓની માતૃસંસ્થા કહી શકાય. આ શાળામાં આવેલી પુસ્તકાલયમાં ‘મેઘાણી સાહિત્ય કોર્નર’ની સ્થાપના કરવામાં આવી, ઝવેરચંદ મેઘાણી લિખિત ગુજરાતી સાહિત્યની 75 જેટલા પ્રાપ્ય પુસ્તકો આ કોર્નરમાં રાખવામાં આવેલ છે. પીનાકી મેઘાણી અત્યાર સુધી ગુજરાતની વિવિધ લાઇબ્રેરીઓમાં ,શાળા તથા કોલેજમાં, સરકારી કચેરી, પોલીસ સ્ટેશન તેમજ જેલ ખાતે 90 જેટલા ‘મેઘાણી સાહિત્ય કોર્નર’ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ, જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં-ત્યાં ઝવેરચંદ મેઘાણી સ્વલિખીત સાહિત્યો દ્વારા ગુજરાતી સાહિત્ય વારસાને આવનારી પેઢીઓને માહિતગાર કરી જીવંત રાખી શકાય.

આ અવસર પર ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને મારા Ph.D અભ્યાસકાળ દરમ્યાનના માર્ગદર્શક ડો. Anamik Shah, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરુભાઈ ધાબલિયા, ટ્રસ્ટીશ્રીઓ ઊર્મિલાબેન દેસાઇ, મધુભાઈ દોંગા, પ્રફુલભાઈ ગોહિલ, રમેશભાઈ પટેલ, રમેશભાઈ ભાયાણી (રાજકોટ લોક વિજ્ઞાન કેન્દ્ર), નિયામક હીરાબેન માંજરીયા, શાળા આચાર્ય વર્ષાબેન ડવ, ચેતનાબેન આહ્યાં, જાણીતા લોકગાયક ભજનીક શ્રી હેમંતભાઈ ચૌહાણના સુપુત્રી શિક્ષિકા ગીતાબેન ચૌહાણ તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી શ્રી પરાગભાઈ ત્રિવેદી અને દીપેશભાઈ બક્ષીને પ્રત્યક્ષ સાંભળવાનો અવસર મળ્યો.

રાજકોટમાં ઘણા લોકોને ##ભક્તિબાનો પરિચય હશે જ, અસંખ્ય લોકોના માર્ગદર્શક એવા સ્વતંત્ર સેનાની #ભક્તિબાએ રાજકોટ શહેર અને કન્યા કેળવણી માટે જે કર્યું છે એ વર્ણવવું એક આર્ટીકલમાં શક્ય નથી. #ભક્તિબા વિષે હું એક શોર્ટ ફિલ્મ / બાયોગ્રાફી તૈયાર કરી રહ્યો છું, આ મહાત્માનું જીવન ચરિત્ર આજે પણ સમાજના દરેક વર્ગ માટે પ્રેરણાદાયી છે. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ હોય કે જોબ કરતી, સામાન્ય ઘરની યુવતી હોય કે પછી આર્થિક સધ્ધર પરીવારની, એક રાજવી ઘરાના તરીકે સારી ઝીંદગી ઠાઠ પૂર્વક વિતાવી શક્યા હોત, છતાં રાષ્ટ્રસેવાને સમર્પિત રહી અસાધારણ વ્યક્તિત્વ છતાં સાધારણ જીવન જીવનાર #ભક્તિલક્ષ્મીબાને વંદન.

હર કોઈ પાસે ભક્તિબા વિષે કોઈને કોઈ સંભારણા હશે જ. એક રાષ્ટ્રીય વીરાંગના આજની પેઢીને જાણવા મળે, એ હેતુથી આપ સૌ કોઈને નમ્ર રજૂઆત કે આપની ભક્તિબા સાથે જોડાયેલી યાદો, સંસ્મરણો, માહિતી આ પોસ્ટ પર અથવા ઈમેલ પર શેર કરવા વિનંતી.

એમને લગતી બુક્સ તેમજ આર્ટીકલસ સંકલન કરી રહ્યો છું. છતાં આ ફેસબુક પોસ્ટને શેર કરવા વિનંતી, જેથી કરીને ભક્તિબા વિષે વધુ માહિતી એકત્રીકરણ કરી શકાય.

આભાર