ભરૂચ જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોના મોટાભાગના પરિવારો મહાનગરોમાં મજૂરી કરે છે એ કોઇથી અજુગતું નથી.
આજે અહિયાં પોસ્ટમાં મુકેલ ફોટોમાં કુલ ૫ લોકો છે, ખોદકામ કરતાં માતા-પિતા ૧૦ ફૂટ નીચે છે અને ઉપર જે બાળક દેખાય છે, એ તેમના ૨ બીજા નાના ભાઈ-બહેનોનું ધ્યાન રાખી રહ્યો હોઈ, સાથે-સાથે પોતાની આસપાસ એક લગ્ન પ્રસંગમાં આનંદ કરતાં પોતાની ઉમરના બાળકો કેવી રીતે મસ્તી કરે છે એ ઊભો ઊભો માણી રહ્યો છે.
એમના માં-બાપની સાથે થોડી વાર વાર્તાલાપ કર્યો તો જાણવા મળ્યું કે તેઓ ભરૂચના અંતરિયાળ વિસ્તારના રહેવાસી છે. તેઓ ખેત મજૂરી સાથે-સાથે પરચુરણ ખોદકામના કામ કરે છે અને રાજકોટના માધાપર વિસ્તારમાં પોતાનો નિર્વાહ ચલાવે છે. ખુબ જ પડતી અવસ્થામાંમાં પણ તેમના અવાજમાં તો સાહજીકતા હતી પણ તેમનું દૈનિક કાર્ય પણ શાન થી કરતાં હતા.
વાસ્તવિક જીવનને સ્વીકારવાની અને ઈશ્વરે આપેલી પરિસ્થિઓને બાથ ભીડવાની ખુમારી લાજવાબ હતી. આવા માણસો પણ જીવે જ છે અને એ પણ મસ્ત રીતે. બાળકની નિખાલસતા અને ઈશ્વરની રમતને નગ્ન આંખે જોઈને ઈશ્વરને હજારો વખત આભાર પ્રગટ કરો તો પણ ઓછું છે.
આજે આપણે કર્મની વાતો કરીએ છીએ, અને કર્મના સિદ્ધાંતની વાતો કરીએ છીએ.
ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન અને અટપટી છે. તેનું કારણ છે કે માનવીનું જીવન પણ અટપટું છે. દુનિયામાં બધા માણસો દુખી કે સુખી નથી, કોઈ દુખી છે તો કોઈ સુખી છે. આ સુખ અને દુખ માનવીના કર્મ ઉપર આધારિત હોય છે. મોહનને આપણે સૌ જાણીએ છીએ, પણ ‘ગહન’ ને હજુ સુધી ઓળખી શક્યા નથી, ખરેખર !! લીલધારના નામોમાં પણ ઊંડાણ છે. એ જોગાનુજોગ આવા જીવંત વાર્તાલાપ કરો અને જાણો તો ખબર પડે. !!!
એક ૨૪ કલાકના દીવસમાં તમારા આર્થિક ભંડોળમાં વૃદ્ધિ ના થાય તો નિશ્ચિંત રહેજો, પણ દૈનિક માનસીક સમૃદ્ધિ સમયની સાપેક્ષ વધવી જ જોઈએ.