મનીષા

મનીષા !!! રાજકોટની એક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ધોરણ 3માં અભ્યાસની સાથે સાથે એમના મમ્મીને શાક માર્કેટમાં બને તેટલી હેલ્પ કરે છે. એમની સાથે થયેલી 30 મિનિટની મુલાકાત મને વધુ પ્રોત્સાહિત કરી ગઈ. આપ સૌ જાણોજ છો કે હાલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માટે એક સુંદર મજાનું ડિજિટલ પ્લેટફોર્મ એક વેબસાઇટ સ્વરૂપે તૈયાર કરી રહ્યો છું. આ વેબસાઇટમાં એક ‘બાળ પ્રતિભાઓ’ નામનું એક સેકશન અલોકેટ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના અભ્યાસની સાથે આર્થિક ઉપાર્જન કરતાં વિદ્યાર્થીઓને એક નાની પણ આગવી ઓળખ મળે, જેથી તેઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે, અન્ય બાળકોને પણ અભ્યાસ પ્રત્યે જાગૃતિ આવે.

આ મનીષાની ‘મનની ઇચ્છાઓ’ તો ઘણી બધી હશે, એમનો સંઘર્ષ કેવો રહ્યો હશે, અને હજુ કેટલો કરવો પડશે એનો કોઈ જ તાગ લગાવી શકું તેમ નથી. આપણી આજુબાજુ ખાસ કરીને રાજકોટની સરકારી શાળાઓમાં આવાતો અનેક બાળકો હશે જ. આપણે આવા બાળયોગીઓને માત્ર સહાનુભૂતિ જ નહી પણ યોગ્ય જતન પણ પૂરું પાડવાનું છે.

હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ- રાજકોટ એક હકારાત્મક અભિગમથી કામ કરી રહી છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં હોય અને આ રીતે માબાપને રોજગારમાં મદદ રૂપ થતાં હોય એવા વિદ્યાર્થીઓને અગનપંખ ફાઉન્ડેશન અને શિક્ષણ સમિતિ તરફથી યોગ્ય સાથ સહકાર આપવામાં આવશે. આ માટે શાળાના જવાબદાર શિક્ષકો અને નાગરિકોનો હકારાત્મક અભિગમ અપેક્ષિત છે.

માહિતી સંકલન – રિતેશ ભટ્ટ

સંપર્ક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

28, પ્રહલાદ પ્લોટ

રાજકોટ , ગુજરાત