મહાવિસ્ફોટ, બ્રહ્માંડની ઉત્પતિ અને સમયનું વિસ્તરણ

શ્રીમદભગવત્ પુરાણના વિષ્ણુ અવતરણ માં હિરણ્યગર્ભને (કોસ્મિક ઇંડુ) બ્રહ્માંડની ઉત્પતિનો પ્રારંભિક સ્ત્રોત માનવામાં આવ્યો છે. તેના વિસ્ફોટથી બ્રહ્માંડ વિસ્તર્યું ,જેનો ઉલ્લેખ ઋગ્વેદના ૧૦માં મંડળના ૧૨૧ માં સ્ત્રોતમાં પણ થયેલ છે. ઋગ્વેદના ૧૦માં મંડળનો ૧૨૯મો સ્ત્રોત નાસાદીય સૂક્ત અથવા શ્રૃષ્ટિના સ્ત્રોત તરીકે ઓળખાય છે .ઋગ્વેદના નાસાદીય સુક્તના પ્રથમ શ્લોકમાં બ્રહ્માંડ પૂર્વની સ્થિતિ વર્ણવી છે ,જેનો સચોટ જવાબ આજના વિજ્ઞાન પાસે નથી.

 

नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत् |

किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद्गहनं गभीरम् ॥ १॥

 

અર્થ- બ્રહ્માંડના સર્જન પહેલા સત્ય કે અસત્ય ન હતું, અંતરીક્ષ પણ ન હતું કે ન આકાશ, તે ક્યા છૂપાયેલું હતું, કોણે આ કર્યું, એ સમયે તો જળ પણ ન હતું. આપણ વેદોની આ જે વ્યાખ્યા છે તેનાથી આજનુ વિજ્ઞાન બ્રહ્માંડની ધારણા વિષે તસુભાર પણ આગળ વધી શક્યું નથી. બીગબેંગ એટલે કે મહાવિસ્ફોટ સમયે આ કોસ્મિક ઇંડું શેમા આવેલું હતું તેની સ્પષ્ટતા છાતી ઠોકી કરી શકતું નથી અને અંતે તે સુપ્રીમ પાવર પર છોડી દે છે. બ્રહ્માંડના અકળ રહસ્યો પણ આપણા પુરાણો માં સંગ્રહાયેલા છે.

હવે આપણે પરિમાણ શબ્દને વિવિધ વિષયોની પરિભાષા દ્વારા સમજીશું . ગણિતશાસ્ત્ર માં પરિમાણને આંકડાકીય મૂલ્ય દ્વારા જાણીએ છીએ, તો ભૌતિકશાસ્ત્ર માં પરિમાણ એટલે અંતર, જથ્થો, હલનચલન, કદ, ઝડપ, ગતિ, દિશાસૂચન જેવા શબ્દોથી પરિચિત છીએ. સામાજિક વિજ્ઞાન માં આપણે પરિમાણને વિવિધ શબ્દો જેવા કે એકમ, માપન, વજન, પ્રકાશ, સમય, દ્રવ્ય, અવકાશ અને કાળ જેવા શબ્દો થી ઓળખી છીએ.

મહર્ષિ કણાદ, ઋષિ કશ્યપ તરીકે પણ ઓળખાય છે. આ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક ઋષિએ (600 BCE) વૈશેષિક સૂત્રની રચના કરી હતી , જે કણાદ સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. આ સાહિત્ય ગ્રંથ માં બિંદુનો ઉલ્લેખ કરેલ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અખંડ બ્રહ્માંડ એ સૌ પ્રથમ બિંદુ કે પરમાણવિય્ સ્વરૂપે હતું, જે કોઈ એક પળે કવચ ભેદી મહાવેગથી વિસ્તરણ પામ્યું. આ પરથી અનુમાન લગાવી શકાય કે મહાવિષ્ફોટક વાદનો સિદ્ધાંતએ આ કણાદસૂત્ર પરથી પ્રસ્થાપિત થયો !!

મહાવિસ્ફોટવાદના સિદ્ધાંતમાં પણ બ્રહ્માંડનું સર્જન પરમાણુ માંથી થયેલ છે એવું અનુમાનવામાં આવેલ છે. જોકે બ્રહ્માંડની ઉત્પતિ વિષય પર અસંખ્ય વૈજ્ઞાનીકો દ્વારાદલીલો કરવામાં આવેલજ છે, જેમાં સૌથી વધુ માન્યતા મહા વિસ્ફોટવાદ અથવા બિગબેંગ થીયરીને મળેલ છે. બ્રહ્માંડની ઉત્પતિની સંભાવનાઓ અન્ય પાંચ સિદ્ધાંતો જેમકે સ્થિર અવસ્થા, અનંત સ્થિતિકરણ સિદ્ધાંત, દોલન સિદ્ધાંત, બ્રેઇન મોડેલ અને અલગ-અલગ સિદ્ધાંતો (અન્ય).

બ્રહ્માંડની ઉત્પતિ વખતે, સમય અને સ્થાન તેમજ કોઈજ પ્રકારના પરિમાણોન હતા. બ્રહ્માંડના સર્જન પૂર્વે એક અસ્તિત્વવિહીન કહી શકાય એવી પરિસ્થિતિ હતી, જેને શૂન્યતા અથવા પરમશૂન્યતા કહી શકાય. અહિયા કશુંજ ના હોયતો પણ કઈક છે એવી અવસ્થા છે. આ પરિસ્થિતિ માં સમગ્રઉર્જા, દ્રવ્યો એકદમ સૂક્ષ્મકદમાં સંકેન્દ્રીત થયેલ હતા. એટલે કે સર્વ એકઆકાર હતું. એ અવસ્થામાં ઉપર જણાવેલ એકપણ પરિમાણોના હતા આ ચોકકસ પરિસ્થિતિમાં કોઈએક ક્ષણે મહાવિસ્ફોટ થયો અને પ્રચંડવેગ થી અવકાશ,પ્રકાશ, દ્રવ્ય, અને સમય જેવા પરિમાણો વિવિધ રીતે અસ્તિત્વ માં આવ્યા,એ ઘટનાને બ્રહ્માંડની ઉત્પતિની ઘટના અથવા મહાવિસ્ફોટકવાદ તરીકે ઓળખાય છે, આ સિદ્ધાંતને મહા વિસ્ફોટવાદનો સિદ્ધાંત અથવા બિગબેંગ થીયરી તરીકે ઓળખીએ છીએ.

૧૩.૭ અબજ વર્ષ પહેલાની પરિસ્થિતિનું નિર્માણ એ હજુ એક રહસહ્યમય ઘટના છે. આ ઘટનાને બ્રહ્માંડની ઉત્પતિ તરીકે સર્વસ્વીકૃત રીતે સંદર્ભિત કરવા માં આવે છે. વિવિધ વૈજ્ઞાનિક પુરાવાઓ અને ભૌતિક આધારને કારણે આ સિદ્ધાંતની સંભાવનાની સ્વીકૃતિ વૈજ્ઞાનિક ખરાઈની રીતે થઈ હોય આ મહાવિસ્ફોટના સિદ્ધાંતને સર્વ સ્વીકૃતિ મળી. આ જટિલ વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ, તર્કો, વિચારણાઑ, હજુ સંભવિત છે.

મહાવિસ્ફોટની ઘટના બાદ કાળ અથવા સમયના વિસ્તરણને સમજતા અને આ સિદ્ધાંતને સાબિત કરતાં વૈજ્ઞાનિકોને ઘણો સમય લાગ્યો હશે. સમયના વિસ્તરણને અંગ્રેજીમાં ટાઇમ ડાઈલેશન કહે છે. સમયના સંદર્ભ માં અથવા તો અવકાશ માં ગુરુત્વાકર્ષણના કારણે બ્રહ્માંડનો વ્યાપ વધ્યો અને મહાવિસ્ફોટ દ્વારા ઉત્સર્જિત થયેલ દ્રવ્યમાન પદાર્થ માંથી અવકાશિય ઘટકો જેમ કે વાયુ ,પ્રકાશ , વિકિરણો ,ઘનત્વ વાયુ વાદળો , નિહારિકા ,તારા , ગ્રહો , ગ્રહમાળા, તારાવિશ્વો અથવા ગેલેક્સી ઉપરાંત અસંખ્ય પદાર્થોના સમૂહોને બ્રહ્માંડ તરીકે સ્વીકારવા માં આવ્યું છે જેને અંગ્રેજી માં યુનિવર્સ તરીકે ઓળખીએ છીએ. સમય વિસ્તરણ (Time Dilation) ના સિદ્ધાંત દ્વારા સાબિત થયું છે કે સમય અથવા ગુરુત્વાકર્ષણ ગેલેક્સીના જુદાજુદા ગ્રહો માં આ ભિન્ન- ભિન્ન હોય છે.

આપણી આજુ બાજુ ઘટતી ઘટનાઓને અને સમય વિસ્તરણને સીધો સબંધ છે. સમયના વિસ્તરણની ગાણિતિક ફોર્મ્યુલા અને મહાવિષ્ફોટવાદ ફોટો માં જણાવેલ છે. સમય વિસ્તરણ (Time Dilation) એ ખૂબજ રસપ્રદ વિષય છે એમના પર આપણે અલગ થી આગળ ચર્ચા કરીશું.