મુસાફરીનો થાક

આજે મુસાફરીનો થાક ઉતરતા ઉતારતા તૈયાર થઈ રહેલી એક વેબસાઇટ પર કામ કરી રહ્યો હતો, અને મને મારા લેપટોપની સ્ક્રીન શેર કરવાની ઈચ્છા થઈ. મારા વ્યવસાય સાથે સંકળાયેલી કુલ મળીને ચોથી વેબસાઇટનું ખુબજ ટુંક સમયમાં લોન્ચિંગ કરવા જઈ રહ્યો છું. કોઈ પણ કામ નાનું નથી હોતું. તેવીજ રીતે કોઈ પણ નવો વ્યવસાય પણ ખુબજ ધીરજ અને પોતાની બિલીવ સિસ્ટમ પર જ આધારિત હોય છે. અનુભવો પાસેથી ઘણું શીખ્યો છું, જે કોઈ પણ કામ કર્યું છે ડાઇ હાર્ડ એફોર્ટ આપ્યા છે. સફળતા અને નિષ્ફળતાં તમે લગાવેલા રાત-દીવસના પ્રયત્નો સામે ગૌણ છે. જે રીતે જંગલમાં લંબાઈમાં સૌથી મોટું જાનવર જિરાફ, સ્ફૂર્તિલું પ્રાણી ચિતો, કદમ મોટું પ્રાણી હાથી તેમજ હોશિયારીમાં શિયાળ હોય છે, પણ આ કોઈપણમાં જંગલનો રાજા બનવાની ક્વોલિટી નથી. એના માટે સૌથી મજબૂત બિલિવ સિસ્ટમ જોઈએ, જે માત્ર સિંહ પાસે હોય છે. જે નથી હોશિયાર, કદાવર કે નથી સ્ફૂર્તિલો.

આજે કામ કરતાં કરતાં એક નિજાનંદ અનુભવું છું કે જે ધાર્યું છે એ ધીરે ધીરે પાર પડતું જાય છે.

કોઈ પણ સંસ્થા કે વ્યક્તિગત ઓળખ માટે આજે ડિજિટલ પ્રેસન્સ હોવી આજે અગત્યની થઈ ગઈ છે. ELEVATOR PITCH વિશે સંક્ષિપ્તમાં કહું તો અજાણી વ્યક્તિ સાથે પ્રથમ જ ઇન્ટરેક્શનમાં બિઝનેસ લક્ષી વાત પ્રોફેશનલ એપ્રોચથી કઈ રીતે કરી શકાય? (વધુ માહિતી જલ્દી વેબસાઇટ પર જોઈ શકાશે)

આ માટે તમારી પ્રોડક્ટ, સર્વિસ, વ્યક્તિત્વ કે સંસ્થા પાસે કેવા પ્રકારનું ડિજિટલ કન્ટેન્ટ હોવું જોઈએ ? કેવો પરિચય આપવો જોઈએ ? કોઈ પણ ધંધાકીય વિનિમય હોય કે સંસ્થાની પ્રતિષ્ઠા, તમારી વેબસાઇટ જ તમારું બ્રાન્ડિંગ કરશે અને વ્યાપ વધારશે. જાહેરાત અને બ્રાન્ડિંગ વચ્ચેની પાતળી પણ અગત્યની ભેદરેખા છે, એ જાણવી કોઈ પણના વ્યક્તિગત વિકાશ માટે ખુબજ જરૂરી છે.

ખુબજ ટુંક સમયમાં ELEVATOR PITCH અને DISCOVERING SCANDINAVIA કંપનીની વેબસાઇટ લોન્ચ થશે એ મારા માટે મારી બિલિવ સિસ્ટમને વધુ મજબૂત કરનારી ક્ષણ હશે.

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના

સમજો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !, દીપક નથી અમે કે ઠર્યા ઠરી જવાના

રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઈ મનમાં, મરી જવાનાં ?

 

 

 

આભાર

ડો. રિતેશ ભટ્ટ