મૂલ્ય કે કિંમત ચુકવ્યા વિના વિદ્યા પણ મળતી નથી

આમતો ગુજરાતીઓને વિદેશ જવાના રસ્તાઓ વિષે કઈ માર્ગદર્શનની જરૂર નથી જ

ઊભા બજારે થતાં છડે આમ ધોખાઓને ધ્યાનમાં લઈને આજે ન રહેવાયું એટલે પોસ્ટ કરું છું.

સૌથી પહેલા તો આ ફ્રી શબ્દ છે ને એ ઝેર છે, મફતમાં ફલાણું અને ઢીકણું, વિદેશમાં એડમિશન અને મોટી ઓફિસમાં બોલાવીને મોટી મોટી વાતો કરીને વાહ વાહ કરીને વાલીઓને તો ઠીક પણ રિતસરના વિદ્યાર્થીઓ આંધણ અનુકરણને કારણે મોટી સંખ્યામાં છેતરાઈ છે. વાત આપણાં શહેર રાજકોટની જ છે.

હમણાં મારા નેટવર્કમાં બે કે ત્રણ બનાવો બન્યા જેની માહિતી શેર કરું છું.

  1. લોન માટે ખોટા ડોક્યુમેન્ટને આધાર બનાવી વિદેશમાં એડમિશન મળ્યા બાદ ઇમિગ્રેશન રેન્ડમ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરતી હોય છે, ડોક્યુમેન્ટ ફ્રોડ અથવા ચેડાં કરેલ હોય, વિદ્યાર્થીને કેનેડાથી ડિપોર્ટ કરવામાં આવેલો, આ વાત બહાર આવતી ન હોય, છેતરવાનું અને છેતરાવવાનું ચાલુ જ રહે છે.

વિદ્યાર્થીઓને કહેવાતા પ્રોફેશનલ એજન્ટો જે યેનકેન પ્રકારે એડમિશન લેટર હાથમાં પકડાવી અને પૈસા ખંખેરી લેતા હોય છે, ભલે ને પછી ખોટા એડમિશન લેટર હોય કે પછી કેનેડા કે યુકે થી ફોન કોલિંગ કરીને વિશ્વાસ કોઈ પણ ભોગે વિદ્યાર્થીઓને પોતાની ચુંગાલ માં ફસાવી રાખે છે અને પૈસા પડાવે છે.

  1. મફતમાં IELTS

માત્ર રાજકોટમાં જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં કદાચ મફતમાં IELTS એવા બોર્ડ તમને આંખે વળગશે, આપણને એમ લાગે કે શું સેવાભાવી માણસો છે યાર ..

દુનિયામાં કશું જ મફતમાં મળતું નથી, કોઈ પણ મુકામ મેળવવા માટે, તનતોડ મેહનત કરવી પડે છે, તેનું મૂલ્ય ચૂકવવું પડે છે, સમયનો ભોગ આપવો પડે છે તેમજ જે તે મુકામ પામવા માટે લાયક બનવું પડે છે. ટુંકમાં મફત શબ્દ પ્રયોજાય ત્યાં ખૂબ જ સાવચેતી રાખવી. આગળ જતાં વ્યક્તિની પાત્રતા મુજબ 5, 10 , 25 કે 50 હજાર અથવા લખો રૂપિયા ગુમાવેલાના દાખલાઓ છે.

અત્યારે સાચી સલાહ આપનારા ખુબજ જૂજ મળશે, માટે ચેતજો અને જાણીતાઓની સલાહ લેવી વધુ આવશ્યક છે.

  1. ફ્લાઇટ ટિકિટ દેખાડીને ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ ખોટી રીતે પૈસા પડાવી લેવા

કેનેડા એડમિશન થઈ ગયું છે , તમારી ટિકિટ આવી ગઈ છે, અમારી કન્સલ્ટેશન ફી ભરી આપો. આમ કહી એરપોર્ટ પોહચે એટલે ફ્લાઇટ ટિકિટ જ કેન્સલ થઈ ગયેલી હોય છે, અને વિઝાની એકદમ બનાવટી સ્ટીકર્સ પાસપોર્ટ પર ચોંટાડી દીધેલ હોય છે.

મિત્રો આવા તો કેટલાય કિમિયાગરો બઝારમાં તમારી નઝર સામે જ હોય છે, પણ પારખી શકવા ખુબજ મુશ્કેલ હોય છે. કારણ કે મધ્યમ વર્ગના પરિવારો જ આવા લોકોનો શિકાર બનતા હોય છે. અને મહા મહેનતે એકઠા કરેલ મૂડી પોતાના બાળકના ભવિષ્ય ઉજળા બનાવવાની ચાહમાં ગુમાવવાનો વારો આવતો હોય છે.

ખુબજ થોડા સમય પહેલા બનેલી સત્ય ઘટનાને મે જાણી છે, નજીકથી અવલોકનો કર્યા બાદ આ પોસ્ટમાં બનાવને સાંકળતી માહિતીઓ લખી છે એ ખુબજ મર્યાદિત છે, હકીકત આનાથી પણ વધુ લોભામણી હોય છે.

ચેતજો અને બીજાને પણ ચેતવજો.

નોંધ – નમૂના તરીકે તાજી ઘટનાની લિન્ક પેલી કોમેન્ટમાં મૂકી છે. અચૂક વાંચજો અને વિદેશ અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થાય એજ પ્રયાસથી આ પોસ્ટ શેર કરું છું.

આભાર

રિતેશ ભટ્ટ