વિકશીત રાષ્ટ્રો જેને આપણે વેસ્ટર્ન કન્ટ્રી કહીએ છીએ, ત્યાંનાં બાળકો સરેરાશ 12 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જીવનજરૂરી એટીકેટ્સ કેળવે છે. વિકાશશીલ રાષ્ટ્રો, સાયન્ટિફિક લેન્ગ્વેજમાં ‘ગ્લોબલ સાઉથ કન્ટ્રીસ’ અને અન્ય શબ્દોમાં ‘થર્ડ વર્લ્ડ કન્ટ્રી’ 7 વર્ષ સુધી જ પ્રાથમિક શિક્ષણ અપાય છે. અને કેળવણીતો આજે ઘણીજ દુર્લભ છે.
2015 માં થયેલા એક અભ્યાસમાં સ્પષ્ટ તારણ કાઢયું હતું કે થર્ડ વર્લ્ડ કંટ્રીસને વિકશીત રાષ્ટ્રોની સરખામણી એ આવતા 70 વર્ષ લાગશે. આ રિઝલ્ટને ફરી પાછું રીવેલીડેટ કરવામાં આવ્યું અને હવે 100 વર્ષથી વધુ સમય લાગશે એવું સંશોધકો / તજજ્ઞો કહે છે. (સંદર્ભ લિંકમાં)
સ્વદેશી સરકારી શાળાઓમાં શિક્ષકોને એકઝેટ 2 દાયકા પેલાના શિક્ષકો સાથે, આઉટપુટના સંદર્ભમાં મૂલવીએ તો પેહલા કરતાં ઘણીજ ફેસિલિટીઝ હોવા છતાં આજે સરકારી શિક્ષક અને શિક્ષણ અન્ય પ્રાઈવેટ શાળાઓ અને અન્ય દેશની સરકારી શાળાઓની સરખામણીએ ઊણી ઉતરે. જોબ સિક્યુરિટી, ક્વોલિફાઇડ શિક્ષકો હોવા છતાં ડાયનેમિક ફેરફાર આવવાનને બદલે વધુ કથળતું જાય છે. બાળકો કરતાં શિક્ષકો પોતાના પર્સનલ ડેવલપમેંટ પર અને શિક્ષણ વ્યવસ્થા કરતાં શૈક્ષણિક શંશાધનો, સ્કિલ્ડ શિક્ષકોનો લોકશાહી પર્વની ઉજવણીમાં વધુ વ્યસ્ત હોય છે.
ઘણા બધા કારણો માના બે કારણ સ્પસ્ટ છે – તાલમેલનો અભાવ અને ઇન્ટેનશન.
પણ મિત્રો સમય બદલાઈ રહ્યો હોય એમ, સરકારી શાળાઓ પણ બદલી રહી છે. રાજકોટની શાળાઓને ધ્યાનમાં લઈને ટેકનોલોજીની દિશામાં એક કદમ આગળ વધ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી રાજકોટ શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી અતુલ પંડીત સાથે પાયાના શિક્ષણને લઈને ચિંતન કરીએ છીએ, બહુજ જલ્દી એક ચોક્કસ રૂપરેખા સાથે રાજકોટની સરકારી પ્રાથમિક શાળાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે.
થોડા દિવસો પેહલા સમગ્ર રૂપરેખા રાજકોટ શહેર મેયરશ્રી પ્રદીપભાઈ ડવ સાથે રૂબરૂમાં જાણ કરી, અને વિશ્વ કક્ષાએ વસતા ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય, તેમ રાજકોટની સરકારી શાળાના ઉત્થાન માટે Time to inbound Human Capital ‘flight’ વિષય અંતરગર્ત ચર્ચા થઈ.
વિદેશમાં વસતો પ્રત્યેક ગુજરાતી પોતાની નજીકની શાળાને કેવી રીતે મદદરૂપ થઈ શકે એની બ્રીફમાં ડિસ્કશન થઈ. માનનીયશ્રી Atul Pandit દ્વારા સરકારી શાળામાં ભણતા બાળકોના વાલીઓના રોજગરલક્ષી ચિંતનો અને એના ઉકેલ લક્ષી ડિસ્કશન થયા.
બહુજ જલ્દી મળીએ છીએ, મારા બદલતા રાજકોટની સરકારી શાળાઓની નવી ઓળખ સાથે. આપ સૌની સમક્ષ.
આભાર
ડો. રિતેશ ભટ્ટ
https://www.bbc.com/news/business-32397212