નવરાત્રિના પ્રથમ નોરતે, નાના નાના વ્યવસાય કરીને રોજગાર કરતાં લોકોને જોડતી એક વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ અવસર પર ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અને કે. ડી. પરવાડિયા હોસ્પીટલના સ્વપ્ન દ્રષ્ટા શ્રી Dr. Bharat Boghara સર, નાના વ્યવસાય કરતાં લાખો લોકો સાથે જોડાયેલા Kuldip Singh Kaler(પોઝીટીવ પાજ્જી), જેનું સૂત્ર છે કે – ,”ધંધો નાનો છે પણ પોતાનો છે”, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સલર Anamik Shahસર, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી Nalin Zaveriસર , જીનીયસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ, શિક્ષણવિદ શ્રી ડી. વી. મહેતા સર તેમજ રાજકોટમાં ભરતનાટ્યમ સાંસ્કૃતિક નૃત્યના પ્રણેતા શ્રી Jignesh Surani, Tandav Nartan,Rajkotએ મુખ્ય મહેમાનો તરીકે હાજર રહી વેબસાઇટ બનાવનાર સમગ્ર ટીમને પ્રોત્સાહન આપેલું હતું, અને ઉદ્યમી લોકોને જોડાવા માટે અપીલ કરેલી હતી.
આજે દુનિયા આંગળીના ટેરવે થઈ ગઈ છે. લોકો આજે ફૂડ, ટેક્સી, ખરીદી વગેરે જેવી પ્રવૃતિઓ માટે મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટનો સહારો લે છે. ટેકનોલોજીના માધ્યમ થકી આજે લોકો સરળતાથી કનેક્ટ થઈ રહ્યા છે ત્યારે, આજના સમયમાં રોજગાર ક્ષેત્ર શા માટે પાછળ રહી જાય !!.
જેને આપણે મજૂરી કહીએ છીએ, એ મહેનત છે. તો રિપેરિંગ કામ એ હુન્નર છે તેમજ હસ્તકલા એ કૌશલ્ય છે. ઘરે બેઠા થતું કોઈ પણ આવક આધારિત કામ એ તમારી આવડત છે અને ઘર ચલાવવાની સુજબુજ છે. કોઈ પણ નાના પરંતુ મહેનત વાળા વ્યવસાયો, જે તમારી રોજગારી છે, એ વાસ્તવમાં બ્લુ કોલર્સ સ્કિલ છે. બ્લૂ કોલર્સ વ્યવસાયની વિશાળ કેટેગરી હોય છે. આવા તો ઘણા વ્યવસાય છે જેમાં હુન્નર, મહેનત અને આવડતની જરૂર હોય છે. તેઓ ઓછું પણ હક્કનું રળીને ખાતા હોય છે. બ્લુ-કોલર વર્કર એ કામદાર વર્ગની કુશળ વ્યક્તિઓનો સમૂહ છે, જે સખત મહેનત કરીને હાથ કમાઈ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બ્લ્યુ-કોલર કામ માટે જરૂરી કૌશલ્યો વ્યવસાય પ્રમાણે બદલાય છે. કેટલાક બ્લુ-કોલર વ્યવસાયોમાં ઉચ્ચ કુશળ કર્મચારીઓની જરૂર પડે છે જેઓ ઔપચારિક રીતે પ્રશિક્ષિત અને પ્રમાણિત હોય છે.
આજે સામાન્ય જન જીવન માટે પાયાની જરૂરીયાતો કહી શકાય, તેવા કોઈ પણ જાતના રીપેરીંગ કામ, તે પછી ઇલેક્ટ્રિકનું કામ હોય કે પછી ફર્નિચરને લાગતું હોય, તે પ્લમબિંગનું કામ હોય કે પછી બાંધકામ, લાદીકામ, સેંટરીંગ, નાના નાના વ્યવસાયો જેવાકે ગેરેજ, પંચર, કાર વોશિંગ. સિલાઈકામ, ટિફિન સર્વિસ, દરજી કામ, કલર કામ, હેન્ડીક્રાફ્ટ, મોચીકામ, પ્રિન્ટિંગ-બુક બાઈન્ડિંગ, હેઈર સલૂન-બ્યુટી પાર્લર, મોબાઈલ તેમજ કોંપ્યુટર રીપેરીંગ, તાળાં-ચાવી બનાવનાર, રીક્ષા, કાર, બસ, ટ્રક ડ્રાઈવીંગ તેમજ હેવી ડયુટી ડ્રાઈવીંગ, માલસામાન વાહન ડ્રાઈવીંગ, સ્કૂલ વાહન ડ્રાઈવીંગ, હોસ્પિટલ કેરટેકર, ફ્લોરમીલમાં કામ કરનાર, બંગડી કામ, મજુરી કામ, માળી કામ-માટી કામ, A.C.- ફ્રિજ રીપેરીંગ, ઇસ્ત્રી કામ –ધોબીકામ, શરણાઈ વાદક- ઢોલ, બેનર હોર્ડિંગ્સના કામ, પેઇન્ટિંગ –કારખાનામાં મજુરીકામ, ફૂડ ડીલીવર કરનાર, ઇમિટેશન, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુટર, સફાઇ કામદાર, શટર રીપેરીંગ, લુહારી કામ, વેલ્ડિંગ કામ, અથાણાં બનાવનાર, ભંગાર, રિસાઈકલિંગ, ગ્રાફિક્સ- વિડીયો શુટિંગ, કહાની પીણીનો છૂટક વ્યવસાય, કુરિયર સર્વિસ, ગટર સફાઇ કામદાર, મુર્તી બનાવનાર આવાતો હજારો વ્યવસાયોને આ વેબસાઇટ અને આગળ જતાં એપ્લિકેશનના માધ્યમથી જોડીશું.
જેની પાસે સ્કિલ્સ અને આવડત છે , એ લોકો તો કામ શોધી જ લે છે , પરંતુ આ પ્લેટફોર્મ પર જે લોકો સોશિયલ મીડિયા થી હજુ પરિચિત નથી અથવા ઓછા સંકળાયેલા છે, એવા લોકોને મોબાઇલના માધ્યમથી સંપર્ક કરી શકાશે.
આ વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમ થકી સર્વિસ લેનાર કે સર્વિસ આપનાર એકબીજાનો સંપર્ક કરી શકશે, આ માટે વેબસાઇટ બનાવનારનું કોઈ કમીશન નહિ હોય અને સાચ્ચા અર્થમાં યોગ અને ક્ષેમનું વહન થશે.
આવા ઘણા નાના પણ અગત્યના, સામાજિક કડીઓ જોડતા કામ સાથે જોડાયેલા, લાખો માણસો જ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આજે ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ ઇન્ડિયાથી આપણે હવે અવગત થઈ રહ્યા છીએ. તો બસ આજ આશય છે, આજે હરકોઈ વ્યક્તિ મોબાઇલની મદદથી દુનિયાને પોતાની નજરે જોતો થયો છે, જાણતો થયો છે.
આ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મનો પ્રાથમિક આશય રાજકોટના નાના-નાના વ્યવસાય અને હુન્નરને આધારીત રોજી રળતા લોકોને જોડવાનો છે. સર્વિસ લેનાર અને આપનારને વેબસાઇટ થકી જોડવામાં આવશે. જેથી સ્થાનીક ઈકોનોમીને સાચ્ચા અર્થમાં વેગ મળશે.
રાજકોટના હુન્નર અને આવડતને આધારે નાનામાં નાના ધંધો, કે રોજગાર કરતો કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કિલ આધારિત વ્યવસાયની વિગત વેબસાઇટ પોર્ટલ www.imbluecollars.com પર અથવા પોતાના વ્યવસાયની વિગત, નામ સાથે લખીને 7435005001 નંબર પર વોટ્સએપ કરી શકે છે.
ઘરે રહીને લઘુ ઉદ્યોગ લક્ષી કામ કરીને આર્થિક ઉપાર્જન કરતી મહિલાઓની પ્રોડ્કટને વેબસાઇટ અને એપ્લિકેશન માધ્યમ થકી ડિજિટલ પ્લેટફોર્મ પર નિશુલ્ક પ્રોડ્કટનું બ્રાન્ડિંગ કરી આપવામાં આવશે. જેથી મહિલાઓની આર્થિક ઉપાર્જનની પ્રવૃતિને પ્રોત્સાહન મળશે.
રાજકોટમાં જો તમે હુન્નર આવડત અને કૌશલ્ય આધારીત આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ કરતાં હોય, તો અમે, વેબસાઇટ અને એપ્લિકેશન મારફત તમારા કામને વધુ લોકો સુધી પહોંચાડીશું. તમારા પોતાના કામને તેમજ કામની પ્રોફાઇલને ફ્રી માં લીસ્ટ કરાવા માટે તમારું નામ, વ્યવસાય અને સરનામું 7435005001 પર વોટ્સેપ પર મોકલી શકો છો.
આ વેબસાઇટ પ્રોજેક્ટ પાછળ, Bhavesh Thakar Er Gaurav Kothari Rohit Pandya, Vivek Joshi Marmik Bhatt જહેમત ઉઠાવી રહ્યા છે, અને વધુ સરળ બનાવી શકાય એ દીશામાં કામ સતત ચાલુ જ છે.
પાયાના માણસો અર્થવ્યવસ્થાની અધાર સ્તંભ સમાન હોય છે , એમનું પ્રોત્સાહન આજે નહિ વધારીએ તો ક્યારેય નહિ.
આભાર સમગ્ર ટીમ વતી
ડો. રિતેશ ભટ્ટ
7435005001
વધુ માહિતી અને સંદર્ભ માટે