વિદેશ અભ્યાસ કરવા અથવા સેટલ થવા માટે વિચારતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મારે આજે અહિયાં ફેસબુક પ્લેટફોર્મ પર એક જરૂરી વાત કરવી છે. વિદેશ અભ્યાસ એ કોઈ ચોકકસ વર્ગની ઇજારાશાહી નથી. અહિયાં કેહવું જરૂરી એટલે છે કે એક સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થીઓને અને વાલીઓને આ વિદેશ અભ્યાસ માટેની પ્રોસેસ દરમ્યાન યોગ્ય કન્સલ્ટન્ટ, ફી સ્ટ્રક્ચર- ફાઇનાન્સ, અભ્યાસ લોન, કન્સલ્ટન્સીની ફી અને ખાસ કરીને વિદેશમાં જે-તે કોલેજ / યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગે છે એની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે. છેલ્લા ઘણા વર્ષોથી UK માં ઘરે ઘરે કોલેજ ચાલતી હતી અને બંધ પણ થઈ. અસંખ્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય ધૂંધળા થયા એ અલગ અને ઈલીગલ માઈગ્રન્ટ બનીને હજુયે હેરાન થાય છે પરિસ્થિતિ ખરેખર અહિયાં બેઠા બેઠા વિચારી શકાય એમ પણ નથી.
પાછલા વર્ષને બાદ કરતાં ભારત માંથી દર વર્ષે સાત લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે. વિદેશમાં અભ્યાસ કરવો અને સેટલ થવું બંને અલગ-અલગ બાબત છે. એટલેજ તો વિદેશમાં એક મહિનાનું એક વર્ષ કે પછી એક વર્ષનો એક મહિનો હોય છે, તમે કઈ રીતે તમારી કેરિયર આગળ ધપાવો એ અગત્યનું છે. વધુ પડતી સ્વતંત્રતા હોઇ, અહિયાં લાઈફ બનતી બગડતી હોય છે અને એ પણ પળ ભરમાં જ. !!
કેનેડા, સ્વીડન, ડેન્માર્ક, ફિનલેન્ડ, જર્મની, ન્યુઝીલેન્ડ, ફ્રાંસ, ઓસ્ટ્રેલીયા, UK, કે પછી USA. આજે સમગ્ર વિશ્વ બાઈ-પોલર થઈ ચૂક્યું છે. સંસ્કૃતિ હોય કે ટેકનોલોજી, સૈન્ય હોય કે પછી ઇન્ટેલિજન્સ, મોટા ભાગના રાષ્ટ્રો એકબીજા સાથે જોડાયેલા અને ઇન્ટર-ડીપેન્ડન્ટ હોય છે.
એજ્યુકેશનની બાબતમાં વિકાશશીલ અને વિકસિત રાષ્ટ્રો વચ્ચે થોડો તફાવત છે. વિદેશમાં યુનિવર્સિટીનો અભ્યાસ ક્રમ રિસર્ચ બેસ્ડ હોય છે. ટેકનિકલ સ્કિલ્સની સાથે સોફ્ટ સ્કિલ્સ પણ ડેવલોપ થાય છે. સ્ટુડન્સ દુનિયાના રિયલ લાઈફ પ્રોબલમ પર કામ કરે છે, તો દરેક અભ્યાસક્રમ ટાઈમ ફ્રેમમાં સુનિશ્ચિત હોય છે. અહિયાં વિદેશની યુનિવર્સિટીની આવડત કહો કે પછી જે-તે દેશોનું એજ્યુકેશનમાં અને હ્યુમન રાઇટમાં તર્કબદ્ધ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી યોગ્યતા સાબિત કર્યા બાદ ભારતની સાપેક્ષ મહદ અંશે સેલેરી સ્ટ્રક્ચરમાં એક મીંડાંનો અને લાઈફ સ્ટાઇલમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે. સમયપાલન અને સેલ્ફ ડિસિપ્લિન સીખવા મળે એ બોનસ. કામ દરમ્યાન નાની કંપની અને કોર્પોરેટ્સના સ્કેલ વેરીએશન અનુભવી શકો છો. બસ આજ બાબત, વિકાશશીલ અને વિકસિત રાષ્ટ્રોના તફાવતને બહુજ મોટો કરી નાખે છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ જયાં સુધી સારી જોબ ના મળે નિરાશ થવાની જરૂર નથી. લોકો સંઘર્ષ કરતાંજ હોય છે. કોઇની ઝીંદગીમાં સંઘર્ષ વહેલો આવે તો કોઈને મોડો. વિદેશમાં અભ્યાસ કર્યા પછી એક્દમથી નોકરી મળી જશે એ માની લેવું પણ ભૂલ ભરેલું છે. તો કોઈ તમને સીધા વર્ક-પરમીટ વિઝા અપાવી દેશે એ પણ એક છેતરામણી સ્કીમ હોઇ શકે, એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
મધ્યમ વર્ગ હોય કે પછી ઉચ્ચ મધ્યમ વર્ગ, આજે વિદેશ અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન અને સાચા પથદર્શક મળવા એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. રાજકોટ, અમદાવાદ, બરોડા હોય કે પછી સુરત. દરેક શહેરમાં આજે ભ્રામક અથવા વધુ પડતીજ માહિતીઓ પીરસાઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓ તો ઠીક વાલીઓ પણ એક ધર્મ સંકટમાં મુકાઇ જતાં હોય છે કે એમના સંતાનને કોણ વિદેશ ભણવા માટે યોગ્ય માર્ગદર્શન આપશે.?
ભૌતિક રીતે સજ્જ ઓફિસોમાં સારી વાકચાતુર્યતાથી ઘણા લોકોને મે છેતરાતા જોયા છે. લોકો આજે બઝારમાં ૧૦ હજાર થી માંડી ને ૧૦ લાખ જેવી રકમ ગુમાવે છે. મારી માત્ર એટલીજ સલાહ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ યોગ્ય રેફરન્સથી જ કન્સલ્ટન્સીનો આગ્રહ રાખે, આજે વિવિધ શહેરોમાં વિદેશ અભ્યાસના નામે સાચી ખોટી દુકાનો ચાલે છે, જેને ઓળખવી એ તમારા માટે ખાસ જરૂરી છે. કમિશન ખોરોને કારણે ઘણા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને થઈ રહ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ ચેતજો, તમારે તમારા ભવિષ્ય માટે ખુદ જ ચિંતિત થવું પડશે. ખોટું માર્ગદર્શન કે પછી નાની ગફલત આ ઉમરે જરા પણ સ્વીકાર્ય નથી, એ પણ તમારા માં-બાપ માટે કે જેમણે તમારા કેરિયર માટે બાંધ છોડ કરીને તમારા ભવિષ્યની ચિંતા કરી અને મક્કમ થઈને તમને બહાર ભણવા માટે છૂટ આપી હોય.
વિદેશ અભ્યાસ અંતરગર્ત વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળે એ માટે તમારા નેટવર્કમાં યોગ્ય લાગેતો જરૂર શેર કરજો.
આભાર
ડો. રિતેશ ભટ્ટ
આદિનાથ ઓવર્સિસ સોલ્યુશન્સ
http://www.adinathoverseas.com/