વીર !!

વીર, રાજકોટની જ સરકારી શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે. એમની ધ્યાનથી સાંભળતા એમનો ઉત્સાહ અને ઉર્જા મને ફરી પાછો 25 વર્ષ ફ્લેશ બેક માં લઈ ગઈ. એમની સાથે વિતાવેલી 20 મિનિટ ને સંક્ષિપ્તમાં વર્ણવું છું.

રેલનગર વિસ્તારમાં જ્યારથી સમજણ આવી ત્યારથી વીર સ્કૂલ પરથી છૂટીને મમ્મીને શાક ભાજી વેચવામાં મદદરૂપ થાય. એમને ભણીને પોલીસ બનવાની ઈચ્છા છે. આર્થિક સંઘર્ષ કરતાં અસંખ્ય પરિવારના બાળકોને મનોબળ પૂરું પાડવાની ફરજ એક જાગૃત નાગરીકજ છે તો વળી.

અ છોકરો મને જ્યારે એમ કીધું કે મારે પોલીસ બનવું છે ત્યારે ભૂતકાળના સ્મરણો માંથી, એક સજ્જન પોલીસની છબી મારી સામે આવીને તરવરી.

હું જ્યારે રાજકોટની શનિવારી અને મેટોડાની બુધવારી બજાર માં ધોરણ ૮ માં હતો ત્યારથી પપ્પાને સપોર્ટ કરવા એક પલંગ પાથરી, CD કેસેટ વેચવાનું ચાલુ કરેલું. સમય જતાં ધંધો બદલ્યો અને સ્થળો પણ. ગ્રેજ્યુએટ કરતો ત્યાં સુધી બજારમાં ડુપ્લિકેટ સીડી-કેસેટ વેચવાનું ચાલુ રાખેલ. કોલેજના છેલ્લા વરસમાં હતો ત્યારે એક સજ્જન પોલીસવાળા એ ઠપકો આપ્યો અને ફરી હું અભ્યાસ તરફ વળ્યો. મારા પપ્પા એ એમનું જીવન અને અમારા અભરખા ગુજરી બજારની આવક માંથીજ પૂરા કર્યા.

રાજકોટની ગુજરીબજારના અનુભવે મને સ્વની ખોજમાં મૂકી દીધો હતો. ખૂબ દૂર હોવા છતાં મારા વ્યાપારી મિત્રો અને મિત્રતા હજુયે અકબંધ છે. લોકોને એમ હોય છે કે આવા બાળકો પાસે ભાવ કરાવીને અમે ખાટી ગયા, પણ કોને ખબર છે કે અહિયાં બાળ વ્યાપારીઓ મોટા કલેજા વાળા હોય છે. નાજુક પરિસ્થિતિમાં બાકીમાં માલ લઈને પણ બાપ બાળકના શોખ પૂરા કરે. એક સાંજના વેપાર પર એમની ઉમ્મીદ કાયમ હોય એમ દર વખતે કહે કે વેપાર આવી જવા દે !! કઈક મેળ પડી જશે.

જીવનની તકલીફોથી ટેવાઇ જાઓ, વિશ્વને તમારા કામથી જ મતલબ છે વિચારો થી નહીં. નિષ્ફળતા એક દિશા છે,તેને સમજો અને આગળ વધો. પ્રતિભા જ્યારે સખત મહેનત કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે મહેનત જ પ્રતિભાને હરાવે છે.

આપની સમક્ષ આવી 50 થી વધુ સ્ટોરી લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વેબસાઈટના મધ્યમ થકી આપની સમક્ષ વીર અને મનીષા જેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, એજ આશય થી મળીએ છીએ બહુ જલ્દી .

રિતેશ ભટ્ટ

વિડીયો પોસ્ટ  – https://www.facebook.com/100000657536699/videos/1047910096056887/