વેદાંત યાદવ

વેદાંત યાદવ, આ વિધાર્થી નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ સ્પર્ધામાં ૨૦૧૭ (ધોરણ-૫: નેશનલ ફર્સ્ટ) અને તાજેતર માં એટલે કે ૨૦૨૦-૨૧ (ધોરણ-૯:નેશનલ સેકંડ) , એમ બે-બે વખત આંતરાષ્ટ્રીય કક્ષા એ ડંકો વગાડી ચૂક્યો છે. આ સ્પર્ધા અંતરીક્ષ વિષય આધારિત હોય છે જેમાં ભારત ઉપરાંત દુનિયા ની અન્ય શાળાઓ (તમામ બોર્ડ) ધોરણ ૪ થી લઈ ધોરણ ૯ ના વિધાર્થીઓ હરીફાઈ કરતાં હોય છે.

STEM એટલે કે (SCIENCE, TECHNOLOGY, ENGINEERING, MATHAMATICS), આ વિષયો માં નિપુણ બાળકો લગભગ આ સ્પર્ધા માં બાજી મારતા હોય છે. આ સિદ્ધિ માટે વેદાંત યાદવને ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. એમની આ સિદ્ધિ માટે એમના માતા-પિતા એ એમને બચપણ થી જ આ વિષય આધારિત કેળવણી આપી છે, એ પછી રમકડાં હોય કે, ચિત્રો, કૃતિઓ હોય કે મૂવી આ બધા મનોરંજન માં અંતરીક્ષ અને બ્રહ્માંડ જેવા વિષય સતત સાંકળી રાખ્યો છે.

ધોરણ-૫ માં વેદાંતની શાળા એસ્સાર ઇન્ટરનેશનલ સ્કૂલ સુરત, ગુજરાત, ધોરણ-૯ માં DPS નાગપુર, મહારાષ્ટ્ર અને શાળાના શિક્ષક શ્રી હર્ષવર્ધન માન્ડલેકરનું માર્ગદર્શન અને વેદાંતની મેહનતનો સમન્વય આજે રંગ લાવ્યો, અને વેદાંત આજે વિશ્વ કક્ષાએ અસંખ્ય તકો ના દરવાજાઓ ખટખટાવી ચૂકયો છે.

નેશનલ એસ્ટ્રોનોમી ચેલેન્જ સ્પર્ધા ને ISRO- INDIA ,NASA-USA અને Pan-STARRRS, HAWAII જેવી અંતરીક્ષને લગતી ખ્યાતનામ સંસ્થાઓનું પીઠબળ છે, આ સ્પર્ધા અંતરીક્ષ વિષય માં ઓલમ્પિક થી કમ નથી. વેદાંત ૨૦૧૭ માં આ સિદ્ધિ બદલ સિંગાપોર નેશનલ યુનિવર્સિટી ખાતે, SINGAPORE SCIENCE CENTRE અને BOIENG CORPORATION SINGAPORE ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ઇન્ટરનેશનલ ઇવેંટમાં ઍવોર્ડ પણ જીત્યો છે, આ જીત ખરેખર વેદાંતની જીદ જ છે જે એમને અહિયાં સુધી લઈ આવી છે.

આપ સૌની જાણ માટે લખું કે સિંગાપુર એ દુનિયાભર માં પ્રાથમિક શાળાના વિજ્ઞાન અને ગણિત વિષય માં વિધાર્થીઓ ભણવામાં અને શિક્ષકો ભણાવવા માં પ્રથમ ક્રમે છે છેલ્લા એક દશક થી ટોપ ૧૦ માં સિંગાપોર સ્થાન ધરાવે છે. ભારતે ભલે દુનિયાને વિજ્ઞાન અને ગણિતનું જ્ઞાન આપ્યું , પણ આપણે આજના સમય પ્રમાણે ટોપ ૧૦ તો શું ટોપ ૫૦ માં પણ નથી.(અહિયાં માત્ર પ્રાથમિક શાળા ના ગણિત વિજ્ઞાન વિષય ભણવા ભણાવવા ની વાત છે )

અંતરીક્ષ એક ખૂબ જ રસપ્રદ અને ઊંડો વિષય છે, આ વિષય પર ગુજરાતની મોટા ભાગની શાળાઓ તેમના વિધાર્થીઓ પ્રત્યે શરૂઆત થી ખૂબજ ઓછું ધ્યાન આપે છે. અંતરીક્ષ વિષય પર વિધાર્થીઓને પૂરતું જ્ઞાન મળે નહીં, એટલે મોટા ભાગના વિધાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ હોવા છતાં અળગા થઈ જાય. વિજ્ઞાનની ગહરાઈ કેટલી છે એ પેલા શાળાના શિક્ષકો એ સમજવું પડે, પછી વાલીઓ એ અને છેલ્લે વિધાર્થી પોતાએ. શિક્ષક અથવા વાલીઓ પોતાના બાળકને વિશ્વ કક્ષાએ લઈ જવા માટે માત્ર મહેનત નહીં, વિષય વસ્તુ માં રસની સાથે PASSION અને AGGRESSION નો સમન્વય જરૂરી છે.

આજે સરકારી શાળાઓ ઈન્ટરનેટ, કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર સ્ક્રીન થી સજ્જ છેજ , બસ કમી છે તો શિક્ષકો તથા વાલીઓના અભિગમની, બાળકો માં કઈ પ્રતિભા છુપાયેલી છે એ જાણવું એ શિક્ષકની સાથે માં-બાપની પણ એટલી જ જવાબદારી છે. આપણાં દેશના બાળકોમાં પ્રતિભાઓ છુપાયેલી છે જ, જેમ છોડને પાણી કુમળી વયે જ ફળે એમ બાળકની પ્રતિભા પ્રાથમિક શાળા માંજ ખિલે , બાકી તો અપવાદ જ કોઈ આગળ જતાં પોતાનો રસ્તો બનાવે.

દુનિયાને, તમે સમુદ્ર માં કેટલા તોફાનો જોયા એની સાથે કોઈ નિશબત નથી ,તમે તમારી નાવ કિનારે લઈને આવ્યા કે નહીં બસ એજ મતલબ છે. ખાસ કરીને સરકારી શાળાઓ, જો આજે નહીં તો ક્યારેય નહીં, આ દુનિયા ઘણી આગળ વધી ચૂકી છે. સરકારી શાળાના શિક્ષકો ત્યારે જ વિશ્વ કક્ષા એ હરીફાઈ કરી શકશે જ્યારે ખુદ પોતાને સતત સમય અને ટેકનોલોજી સાથે અપડેટ કરતો રહશે. કઈક અલગ કરવાનો સમય આવી ગયો છે.

વેદાંત ની માહિતી શેર કરવા બદલ એમના વાલીશ્રી નો આભાર, આશા રાખીએ વેદાંતની સિદ્ધિઓ થી અસંખ્ય બાળકોને મોટીવેશન મળશે.

આપ ગુજરાત અને સમગ્ર દેશ નું ગૌરવ છો.

શુભકામનાઓ વેદાંત યાદવ

(નોંધ-આ સ્પર્ધા ને લગતી વધુ માહિતી ની લિન્ક )

https://www.townscript.com/…/national-astronomy…