શિક્ષક કદી સાધારણ નથી હોતો

શિક્ષક કદી સાધારણ નથી હોતો ,ભણાંવવું એ તેમનો વ્યક્તિગત સ્વભાવ છે . તેઓ પણ અન્ય વિષયો માં પારંગત હોય જ છે. એક આદર્શ શિક્ષક દ્વારા પ્રેરણાદાઈ કહી શકાય એવું એક ભગીરથ કાર્ય આપની સમક્ષ રજૂ કરું છું. વર્ષો થી પ્રજ્વલિત જ્યોત ને આજે એક કર્મઠ શિક્ષક દ્વારા મશાલી સ્વરૂપ મળ્યું છે, કેજે ડૉ. જેતાભાઈ દિવરાણિયા એ જ્ઞાનરૂપી ઊંજણ દ્વારા સતત પ્રગટાવી રાખી છે. શિક્ષણ ક્ષેત્રે પી.એચ.ડી અને જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા માં ,ધંધુંસર ગામ માં આવેલી ધંધુસર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. જેતા ભાઈ એ શિક્ષકગણ ના સહકાર થી વિવિધ પ્રકારની ૧૧૭ પ્રકાર ની ઔસધીય ગુણકારી વનસ્પતિ ને સફળતા પૂર્વક ઉછેરેલ છે. શાળા એ વિદેશ થી 3 અલગ અલગ કલર ના કમળ મગાવી અને માફક વાતાવરણ માં ઉછેરી શાળા પટાંગણ ને કુદરતી રંગો થી સુંદર બનાવ્યું છે. વનસ્પતિ ના ઔષધીય ગુણો ની સમજણ ની સાથો સાથે તેનાથી થતાં અકસીર ઇલજો નું સાહિત્ય પણ વિકસાવ્યું છે , જેનો ફાયદો આવનારી પેઢી ના વિધાર્થીઓ ને ચોક્કસ થશે. ધંધુસર પ્રાથમિક શાળા એ જુનાગઢ જિલ્લા ની પ્રથમ ગ્રીન શાળા બની છે . પર્યાવરણ ને લગતી વૈશ્વિક સમસ્યા ને હલ કરવા નો એક બેહતરીન પ્રયાશ શાળાએ કર્યો છે અને એ પણ શાળા ના પટાંગણ થી જ. ટેકનોલોજી ના સમય માં બાળઅવસ્થા થી જ કૃષિ સાથે જોડાયેલા ડૉ. જેતા ભાઈ એ આગળ જણાવ્યું એમ ૧૧૭ પ્રકાર ના એક હજાર થી વધુ રોપાઓ નું વાવેતર કરી એક પ્રેરાત્મક કાર્ય કર્યું છે , આવા ઉત્સાહી અને પ્રતિભાશાળી સરકારી શિક્ષકો ભારત દેશ ની પ્રત્યેક શાળા ને મળે એવી લાગણી વ્યક્ત કરું છું. ડૉ. જેતા એ શાળા ને ગ્રીન શાળા બનાવવા અથાગ જેહમત કરી છે એની નોંધ ગુજરાત રાજ્ય સરકાર લઈ ચૂક્યું તો છે જ પણ જિલ્લાની શ્રેષ્ઠ સરકારી પ્રાથમિક શાળા બનવા નું ગૌરવ પણ મેળવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળા ને રાજ્ય સરકાર તરફ થી ગ્રાન્ટ રૂપી પુરસ્કાર પણ મેળવેલ છે.

શાળા વિષે થોડી વધુ માહિતી આપતા જરા પણ આચકાઈ નહીં. આ શાળા ની પ્રત્યેક દીવાલ એક જ્ઞાન તો દરવાજો હોય એમ વિવિધ વિષયો ના રસપ્રદ મુદ્દાઓ થી વણી ને શણગારી છે, આ શાળા ના શિક્ષકો એક મજબૂત ટીમ છે, એ બાળકો ને કુમળી છોડ વય થી જ અભ્યાસ ની સાથે સાથે દુનિયાદારી ના પાઠ પણ શીખવે છે, રવિવાર ઉપરાંત વેકેશન માં પણ સતત શાળા સાથે રહી ને અભ્યાસ સિવાય ની ,અને જરૂરી પ્રવૃતિ થી ગામ ની શાળા ના વાલીઓ ને જાગૃત કરતાં રહે છે. આજે ભારત દેશનો શિક્ષક આજે ઘણા મોરચે લડે છે , મિત્રો સરકારી શાળા અને સરકારી શિક્ષકો જ ભારત દેશ ની ધરોહર છે. સામાજિક પ્રશ્નો ને એકદમ સરળતા થી ઉકેલી ,ગામ ના બાળકો ને શાળા શુધી લઈ આવવા ના પ્રયત્નો આ શિક્ષકો જ કરે છે. ડૉ. જેતા ભાઈ, ગામ ના બાળકો ને આગળ વધવા ની સાથે ખેતી અને ટેકનોલોજી સુસંગતતા કેમ રાખી સકાઈ એ શીખવે છે. પ્રત્યેક ગામ નો ખેડૂત ગામ ની જ ડિમાન્ડ સમજી જશે તો તેમની ઉપજેલ ખેતપેદાશ ની સપ્લાઈ અને કિમત આપોઆપ જ યોગ્ય મળી રહેશે. તેમણે શરૂ કરેલા આ ભગીરથ કાર્ય ને બીરદાવું તો છું જ પણ ફરી કહું કે સરકારી શિક્ષક અને શાળા ને જો જાણવા અને માણવા હોય તો આ શાળા ની અવશ્ય મુલાકાત લેજો. આજે બાળક ને જ્ઞાન ની સાથે આદર્શ નાગરિક બનવું એ શીખવવામાં આવે છે , અહિયાં ફક્ત માર્કસ થીજ નહીં પરંતુ જવાબદારી અને ફરજ ના પણ ગુણો શીખવાય છે. વિધાર્થી ભણી ને શિષ્ટાચારી અને આદર્શ નાગરિક બની રાષ્ટ્ર નિર્માણ માં પોતાની ભૂમિકા ભજવે એજ આ શાળા ના શિક્ષકગણ ના પ્રયત્નો છે. આ શાળા ના બાળકો ભણી ગણી અને ભવિષ્ય ના એગ્રો અગ્રણી બને અને ખેતી વ્યવસાય ને વધુ ને વધુ જાણે.. ડૉ. જેતાભાઈ જેવા શિક્ષકો એ એમની ફરજ ની સાથે સાથે ખેડૂત પુત્રો માટે પોતાના જ્ઞાન અને અનુભવ નો પટારો જ ખોલી નાખ્યો છે. ગર્વ છે ડૉ. જેતા ભાઈ , શિક્ષક ગણ , શાળા ના પ્રિન્સિપાલ શ્રી , ગામ ના સરપંચ શ્રી આપ સહુ ના સહકાર થી આજે તમારા ગામની સરકારી શાળા ના વિધાર્થીઓ નો ઉત્સાહ બમણો થયો છે.

વંદે માતરમ

#Teachers are the pillars of tomorrow

#માત્ર સરકારી નહીં, પણ હવે સહકારી શાળા

#સરકારી ભણતર ને સહકાર ,એજ આપનો રાષ્ટ્રવાદ

અગનપંખ ફાઉન્ડેશન વતી

શુભેચ્છાઓ

https://www.aganpankhfoundation.org/