શ્રી નલીનભાઈ ઝવેરી

૧૮ વર્ષ બાદ આજરોજ ફરી ફ્લેશબેકમાં ડોકિયું કરવાનો ‘સોનેરી’ અવસર મળ્યો. ‘સમયનું ચક્ર કેવું ફરે? એતો જે સાથે ફરે એજ જાણે’. ઝીંદગી દ્વારા પુછયેલા અગણિત પેચીદા પ્રશ્નોના આજે મારી પાસે ઉતરો હતા, અને બહોળો અનુભવ પણ. એનો સંપૂર્ણ શ્રેય જાય છે શ્રી નલીનભાઈ ઝવેરી ને.

૧૮ વર્ષની ઉમરે હું ઝીંદગીના ખૂબજ અગત્યના પડાવ પર ઊભો હતો. રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાં કેમિસ્ટ્રીની વેલ્યૂ એડેડ બ્રાન્ચ ઇન્ડસ્ટ્રિયલ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશનના બીજા વર્ષ દરમ્યાન અભ્યાસના અલ્પવિરામ અને પૂર્ણવિરામની વચ્ચે સ્વની સાથેજ દ્વંદ્વ સંઘર્ષ કરતો હતો. એ સમયે પંચાયત નગર અને પછી સાધુ વસવાણી રોડ પર રાજકોટની શનિવારી બજારમાં પાથરણા પાથરી સીડી વેચીને કોલેજ ફી ઇન્સ્ટોલમેન્ટથી ભરતો. બિનઅનુભવી પણ ઉત્સાહી વેપારી જેવો જુસ્સો કે કોઈપણ પ્રકારના ફાયનાન્સિયલ ક્રન્ચ હોય હવેતો અભ્યાસ પૂરો કરીને દાખલો બેસાડવો જ છે. (દિશા વિહીન ઉત્સાહ)

અને સમયનું ચકકર ફરવાનું શરૂ થયું. અસહ્ય આર્થિક તંગી અને પરિસ્થિતિઓ જાણે તમારી સામે બાથ ભીડવાજ ઊભી હોય જાણે. હું અભ્યાસ છોડવાનું મનોમન નક્કી કરી ચૂક્યો હતો, પણ મારા અંગત મિત્ર ના કેહવાથી એમને મને નલીનભાઈને આ પરિસ્થિતિ વર્ણવા કહ્યું. અત્યંત વિનમ્રતાથી એમને મારી વાત સાંભળી, મારી ૪૦૦૦ INR/- ફી વેઈવર કરી આપી અને કહ્યુંકે અભ્યાસ પૂર્ણ કરવાની તક મળી છે, ભણી લેજે. બસ એ તક ઝડપી લીધી અને વિદેશમાં ડબલ માસ્ટર અને PH.D (કેમેસ્ટ્રી) સાથે વિદેશમાં અભ્યાસની સાથે ઘણી જોબ્સ, ઘણા દેશો અને ઘણા રોલર કોસ્ટર અનુભવ. તેઓ કડવા અનુભવો વિશે કહે છે કે હીરાની શોધમાં હાથ કાળા કરવા જ પડે. એક સામાન્ય મિકેનિકલ એન્જિનિયર, A.C ઓફિસ માટે નહિ પણ શોપ ફ્લોર માટે બનેલો છે.

નલિન ઝવેરી સાહેબે મારી જેમ અસંખ્ય વિદ્યાર્થીઓની ઝીંદગીમાં નિસંદેહ માર્ગદર્શક બન્યા હશેજ, જે હરકોઈ જાણેજ છે, કદાચ ફિગર તો એમને પણ ખ્યાલ નહિ હોય. હમેશા ડિગ્રી કરતાં સ્કિલ્ડ એજ્યુકેશનના હિમાયતી અને શિક્ષક જીવ ખરેખર સાચા અર્થમાં ઈશ્વરના એમ્બેસેડર છે. કોઈપણ પરિસ્થિતિ હોય પણ કયો વિદ્યાર્થી કેટલું ઉકાળશે, વિદ્યાર્થીઓની નાડ ના એ બરોબર પારખું. અને આમેય હીરાની પરખ ‘ઝવેરી’ કરતાં કોણ વધુ જાણે. મારી સાથે અભ્યાસ કરતાં ઘણા મિત્રોને હું ખૂબ નજીક થી ઓળખું છું જેના જીવનમાં જ્યારે પણ ઠેસ વાગેલી ત્યારે ખરા સમયે શ્રી નલિન ઝવેરી એ મદદ કરેલી છે, જે મારા જેમ ઘણા માટે નિર્યાણક સાબિત થઈ છે.

રાજકોટ રહેતા કોઈ પણ વિદ્યાર્થીઓ જે ખરેખર વિદેશ અભ્યાસ કરવાનો ઉત્સાહ રાખે છે, અને પોતાની ઝીંદગીમાં કઈક ને કઈક ઉકાળવા માંગે છે, અને આર્થિક મૂંઝવણમાં હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરી શકે છે.

આજના બદલતા યુગમાં અભ્યાસ માટે માત્ર ડિગ્રી જ નહિ સ્કિલની પણ એટલીજ જરૂર છે, જે તમને કોઈ પણ સંજોગોમાં આર્થિક ઉપાર્જન માટે પ્રોત્સાહિત કરશે. અવસર ચૂકી જવો એ જીવનનું સૌથી મોટું નુકશાન છે. સમય આજે પૈસાનો રૂપક છે. તમારા બાળકોને કમ્ફર્ટ ઝોન માં ના ઉછેરો.

ઈમાનદાર હોવાનો અર્થ છે – ‘હજારો મણકાઓ માંથી અલગ ચમકતો હીરો’. જેમ હીરો ખૂબજ ઊચા દબાણ અને તાપમાને કાર્બન યુક્ત પ્રવાહી સ્વરૂપ મિનરલ્સને હીરા માં કન્વર્ટ કરે છે એમ ઝીંદગીના ઉતાર ચઢાવ જોઈને ખૂબજ શાલિન વ્યક્તિત્વ એવા રિયલ ડાઇમંડ- શ્રી નલીનભાઈ ઝવેરીને ઈશ્વર ખૂબજ તંદુરસ્ત આયુષ્ય અને સમૃદ્ધિ અર્પે.

આજે ફરી ઝવેરી સાહેબને મળીને ધન્યતા અનુભવું છું. મારા અંગત અનુભવ શેર કરતાં આનંદ થાય છે. દરેક વ્યક્તિમાં ખૂબી અને ખામીઓ હોય છે તમે શું શોધ્યું એ મહત્વનું છે.

https://www.adinathoverseas.com/