શ્રી વીજયભાઈ કેશવલાલ રાઠોડ

જિંદગીની પરોજણ માંથી થોડો સમય કાઢીને, ખોખલી હરિફાઈની ‘રેસને’ થોડી બ્રેક મારીને રાજકોટિયન્સ રેસકોર્સની આસપાસ નિયમિત એક પીટ સ્ટોપ લેતા હોય છે, મિજાજી જ માહોલ હોય છે તો. આમતો રેસકોર્ષ એટલે ઘોડાની હરીફાઈનું મેદાન પણ આજે મે પણ આ મેદાનમાં એક પીટ સ્ટોપ લીધો. અને એ પણ જૂના અને જાણીતા પટેલ આઇસક્રીમમાં.

તસ્વીરમાં મારી સાથે વીજયભાઈ કેશવલાલ રાઠોડ છે. બાળકોથી માંડીને વડીલો સુધી, કિશોરવયથી માંડી જુવાનીયાઓ સુધી, પ્રીમાઇસીસની અંદર-બહાર, રેસકોર્સના પાટીયે તેમજ બાગ-બગીચા સુધી, આઇસક્રીમની સાથે મીઠાસ, દીલમાં ઠંડક અને એક મસ્ત સ્માઇલ સાથે ખુબજ સહજતા થી કાકા પોતાને પ્રેઝેન્ટ કરે છે, અને કહે છે કે હું આપની માટે શું લઈ આવું ?!!! હું લગભગ કાકાને જ્યારથી સમજણો થયો ત્યારથી જોવ છું, એમને લગભગ રાજકોટની 5 પેઢીઓને આઇસક્રીમ સર્વ કર્યો હશે, ઘણા લોકોને જોબ માટે તૈયાર કર્યા હશે, જ્યારે પણ જઈએ ત્યારે પાણીનું અચૂક પૂછે, આજે મમ્મી માટે આઇસક્રીમ પાર્સલ કરાવતી વખતે થોડો સમય મળ્યો એટલે મારાથી ન રહેવાણું ,એટલે આજે કાકાની અંગત લાઈફના થોડા પન્ના ફેરવ્યા. મૂળ સુરતના પણ છેલ્લા 32 વર્ષથી રાજકોટના રીંગ રોડ પર આવેલા પટેલ આઇસક્રીમમાં સેવા આપે છે.

રાજકોટમાં આમતો બે વખત સવાર પડે છે, એક નિત્યક્રમ મુજબ અને એક રાત્રે. કાકા સાથેની ચર્ચામાં તેઓ જણાવે છે કે શરૂઆતના દશકામાં શનિ-રવી બાલભવનની, રાત્રે 12 વાગ્યા પછી ગેલેક્સી અને ગિરનાર સિનેમાની, સમય જતાં રેસકોર્સની, મેળાની મેદનીની ભીડ, અસંખ્ય વૉકિન્સ, વાર્ષિક આવતા છતાં અગણિત તહેવારો તો ખરાજ !!! 32 વર્ષથી મેરેથોન એક અસાધારણ વેઇટિંગ જોબ્સ કરવી એટલે એ માણસના હાથમાં ઈશ્વરે શું બરકત આપી હશે !!, કે જેમણે લાખો લોકોને આઇસક્રીમની મીઠાશ તો ખરી જ બળબળતા બપોરમાં તરસ્યાઓની તરસ પણ છીપાવી હશે. વાસ્તવમાં આ જ બરકત છે, જે ખરેખર પૈસા ગણવામાં નથી.

આજે એમની સાથે થોડો પણ દિલથી સમય પસાર કર્યો, લીટરલી તમને કોઈ વીજયભાઈની માફક મહામહેનતુ, પુરુષાર્થી, અપરિગ્રહી વ્યક્તિવ સાથે હાથ મિલાવવા માત્રથી એક એનર્જી ફીલ કરી શકો, તેમને વાંચી શકો છો, કદાચ આજની ભાગદોડમાં આપણે ભૂલી જઈએ છીએ કે કામ કોઈ નાનું કે મોટું નથી હોતું, એતો તમારા હિસ્સાનું કર્મ માત્ર છે.

આ કાકા માટે મેરેથોન શબ્દ ઉલ્લેખ કરવો રહ્યો. મેરેથોન એક ગ્રીકનું બેટલ ફિલ્ડ હતું જ્યાં ગ્રીકના એથેનિયન્સ લડવૈયાઓને, સ્થાનીક મોટા લશ્કર-સપાર્ટન લડવૈયાઓનો સાથ ન મળતા 42 કિલોમીટર ભાગીને, શક્તિશાળી પર્સિયનોના ગ્રીક પરના આક્રમણ સામે મેરેથોનના યુદ્ધ ક્ષેત્રમાં હરાવેલ. યુરોપીયન્સ કન્ટ્રીમાં આ મેરેથોન યુદ્ધને એક પાઇવોટલ મોમેન્ટ્સ માનવામાં આવે છે, આ યુદ્ધની બુનિયાદ પર આગળ જતાં યુરોપિયન્સના દરિયાઈ સાહસિક ખેડાણોના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે, કે જમીનની સાનુકૂળતા ન હોવાથી સમગ્ર દુનિયામાં પાણી માર્ગે, હોડી મારફત ફરી વળ્યા અને લગભગ દુનિયા પર અધિપત્યો યુરોપીયન્સ એજ જમાવ્યા.

આપણે ફરી આ પાણીદાર કાકાની વાત પર આવીએ, આટ-આટલા સમયગાળો વિતાવવો એ મેરેથોનથી કઈ રીતે ક્મ હોય શકે ?!!. કોઈ પણ પરિસ્થિતિ હોય, 32 વર્ષ વેઇટિંગ જોબ્સ માટે એક સેલ્યુટ તો બને જ છે.

મિત્રો આપ જ્યારે પણ મુલાકાત કરો, કાકાને એક વાર અવશ્ય થેન્ક યુ કહેજો, એમનો દા’ડો પૂરો થઈ જશે અને મનમાં મસ્ત ડોપમાઇન ફૂટશે એ અલગ.

કાકાનું જીવન આટલું જ મસ્ત રહે, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ !!!

સુરતી અને રાજકોટિયન્સનું મસ્ત, જલસા વાળું કોમ્બીનેશન્સ એટલે શ્રી વીજયભાઈ કેશવલાલ રાઠોડ (પટેલ આઇસક્રીમ વાળા)