નાની ખજુરી પ્રાથમિક શાળા સાથે ઘણા સમય થી કામ કરું છું, આ શાળા પાસે હુન્નર,મેહનતું વિધાર્થી અને આદરણીય શીક્ષકગણ જે ખૂબજ પ્રામાણિક અને માયાળું છે. ગામ ના બાળકો માં ઘણી પ્રતિભાઓ છુપાયેલી છે, આ બાળકો ને અમે શાળા સાથે મળી ને એક શોર્ટ ફિલ્મ બનાવવા નું ઘણા સમય થી વિચારીએ છીએ, આપ સૌ કોઈ ના ધ્યાન માં શાળા ના સંઘર્ષ ની ગાથા ની સાથે અહીંયા બાળકો ના ભવિષ્ય ની રેખા કંડારવા માં અને શોર્ટ ફિલ્મ બનાવવા માં રુચિ હોય તો જરૂર અમારું માર્ગદર્શન કરજો. અમે નાની ખજુરી પ્રાથમિક શાળા ને એક વર્લ્ડ ક્લાસ ડોક્યુમેન્ટરી / શોર્ટ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવા માંગીએ છીએ. ફિલ્મ દ્વારા અમે આ શાળા ના ઘણા પ્રોજેક્ટ ને પ્રોત્સાહન મળશે, જેથી આ બાળકો ને માત્ર પ્લેટફોર્મ જ નહીં પણ તેમને દુનિયા સાથે તાલ મિલાવવા નો મોકો પણ મળે . આ માટે રાજકોટ ની અગનપંખ ફાઉન્ડેશન અને અહિયાં મારી સાથે વિદેશ માં વસેલા પરગજુ ભારતીયો ખભે ખભો મિલાવવા તૈયાર છે. અમે એવા ફિલ્મ પ્રોડક્શન યુનિટ ની તલાશ માં છીએ કે આ શાળા ને પ્રોફેસનલ શોર્ટ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરી શકે. સ્વીડન, ફિનલેન્ડ અને ડેન્માર્ક ની શાળા માં પરમીશન થી શૂટિંગ ની વ્યવસ્થા પણ શક્ય છે.
અનુભવ: આમતો આ અમારૂ આ સતત છઠ્ઠું દિવાળી પર્વ છે જે અમે ભારત ની બહાર રહી ને મનાવી રહ્યા છીએ. દિવાળી પર્વ ભારત માં રહી પરિવાર ના સભ્યો ની સાથે જ માણવા નો લાહવો છે, પણ સતત મુસાફરી અને મહત્વકાંક્ષાઓ ને કારણે જિંદગી માં આવતા ઉતાર ચઢાવ ને સહજ રીતે સ્વીકારી, પરિવર્તન એ કુદરત નો નિયમ છે એવું જાણી કુદરત ને સમજવા કરતાં માણવી એ મે પરિસ્થિતિ પાસેથી શીખ્યું. હાલ સ્વીડન દેશ માં નોર્થ પોલ અને આર્કટિક સર્કલ ની એકદમ નજીક કહી શકાય એવા ભૂગોળ માં આવનાર ચોકકસ મુદત સુધી છું. અહિયાં થી ફિનલેન્ડ દેશ ખૂબ જ નજીક હોય સ્વાભાવિક રીતે અહીની સંસ્કૃતિ અને પ્રકૃતિ નજીક થી માણવા નો આનંદ છે. અહીની સંસ્કૃતિ અને શિક્ષણ અનન્ય અને એકબીજા ના પૂરક હોય મને સતત ચુંબક ની જેમ આકર્ષ્યા રાખે છે. આ શાળા ની મૂવી બનાવવા માટે મે અને મારી વાઈફ એ, (કે જે એક શિક્ષક છે) ખૂબ જ સાહિત્ય એકઠું કરેલ છે, ઘણી શાળા ફર્યા છીએ. અમારે પણ ભારત દેશ ને તીસરી દુનિયા નહીં પણ પ્રથમ હરોળ માં જોવા ના અભરખા છે અને એટલે જ ઘણો ભોગ આપી અને માતૃભૂમિ થી દૂર છીએ . નાની ખજુરી શાળા ને એક શોર્ટ મૂવી તરીકે પ્રોજેક્ટ કરવી છે એ અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે , જેથી ગુજરાત ની ઘણી શાળા ને નિસંદેહ માર્ગદર્શન મળશે.
શાળા પ્રિન્સીપાલ નો ટુંક માં પરિચય :
શ્રી દિલીપભાઈ પટેલ, નાની ખજુરી ગામ, (જી દેવગઢ બારિયા) સરકારી શાળા માં શિક્ષક છે, અને શાળા ના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. મહજ પાંચ હજાર થી પણ ઓછી વસ્તી ધરાવતા અલ્પ શિક્ષિત ગામ માં દિલીપ ભાઈ ને લોકો ખૂબ માન થી ઓળખે. ભૂતકાળ માં અહી લોકો આર્થિક ઉપાર્જન ને પ્રાધાન્ય આપવા માં જવલ્લે જ શિક્ષણ માં રુચિ રાખતા. છેલ્લા ૪ વર્ષ થી આજે આ ક્ષેત્ર માં શિક્ષણ માં રુચિ જગાડવા પાછળ દિલીપ ભાઈ અને તેમના સહ કર્મચારી નો ભગીરથ ફાળો છે. દિલીપ ભાઈ અને સહકર્મચારીઓ કોરોના જેવી વિકટ પરિસ્થિતિ માં ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે, એ પછી ઘરે ઘરે જઈ ને શિક્ષણ આપવાનું હોય કે પછી ગામ ના લોકો ને જાગૃત કરવા નું હોય, ટેકનોલોજી ના યુગ માં આપણ ને આ બધુ એકદમ સામાન્ય લાગે પણ, સામાન્ય ફોન પણ ના હોય એવા અહિયાં ૬૫% થી વધુ ઘર છે. જેની લાગણી અને લગની જ એમના ગામ ના ઘડતર સાથે જોડાયેલી હોય એને ખબર કે કેટલા વીસે સો થાય. અમારી પાસે છેલ્લા ૫ વર્ષ માં બનેલી ઘણી રસપ્રદ ઘટનાઓ છે જે માત્ર આ શાળા ના બાળકો ને ભણવા માટે પ્રોત્સાહિત જ નહીં પણ શિક્ષણ ના સંઘર્ષ ને જીવંત રાખે છે.હાલ આ શાળા અંતરીક્ષ શાળા ના મહત્વ કાંક્ષી પ્રોજેક્ટ પર કાર્યરત છે, એ માટે શાળા સ્ટાફ એ ડૉ. ભાયાણિ સાહેબ ની લોક વિજ્ઞાન કેન્દ્ર ,રાજકોટ ખાતે શુભેચ્છક મુલાકાત અને માર્ગદર્શન મેળવેલું. શોર્ટ ફિલ્મ અંતર્ગત, આપનો પ્રતિભાવ , માહિતી અને માર્ગદર્શન તેમજ શાળા સંપર્ક માટે આપ દિલીપ ભાઈ નો સંપર્ક તેમના વૉટ્સએપ નંબર પર કરી શકો છો. + ૯૧ ૮૧૪૦૫ ૯૦૮૮૮. આપના નેટવર્ક માં કોઈ શોર્ટ ફિલ્મ બનાવવા સાથે સંકળાયેલું હોય જરૂર કોમેન્ટ અથવા શેર કરશો.
આભાર
(ફોટો- નાની ખજુરી પ્રા. શાળા અને અગનપંખ ફાઉન્ડેશન ની મુલાકાત લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ તથા નાની ખજુરી ગામ, દેવ ગઢ બારિયા, જૂન ૨૦૨૦)