આપ સૌ ને જાણ કરતાં ગર્વ થાય છે કે માતા પિતા ના આશીર્વાદ થી આજ રોજ અમે રાજકોટ, ઉદયપુર, સ્ટોકહોમ (સ્વીડન) અને અને ટોરોન્ટો(કેનેડા)ક્ષેત્રે AOS કન્સલ્ટન્સી ફર્મ ના શ્રી ગણેશ કર્યા છે. આમ જોઈએ તો આ વ્યવસાય ઘણો ઊંડો છે, છતાં આ વિષય પર થોડો અનુભવ શેર કરું તો, ભરોશો અને પારદર્શકતા આ બે જ શબ્દ પર આ વ્યવસાય ટકેલો છે, છતાં સમાજ માં ઘણા છેતરપિંડી ના બનાવો બનતા હોય છે. સામાન્ય પરિવાર ની વાત કરીએ તો માં-બાપ બાળક ને વિદેશ ભણાવવા માટે વિશ્વાસે જ વહાણ ચલાવતા હોય છે. આ વ્યવસાય ની સાથે સાથે અમે એક ક્રિએટિવ પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ.
સોસિયલ કોર્પોરેટ રિસ્પોન્સીબિલિટી (CSR)
યુનાઈટેડ નેશન ના ૧૭ SUSTAINABLE DEVELOPMENT ગોલ પૈકી એક ગોલ છે ક્વોલિટી એજ્યુકેશન. હજુ આપણે ત્યાં આ ગોલ આધારિત ચુંટણીઓ લડાઈ છે, વાસ્તવિક માં આ ખૂબ જ પાયા ની જરૂરિયાત છે. આ માટે ચર્ચા નહીં કામ શોભે. ૧૭ ગોલ માટે વધુ માહિતી પ્રથમ કોમેન્ટ માં લિન્ક ફોલો કરી શકો છો. તો વાત છે સોસિયલ કોર્પોરેટ રિસપોન્સીબિલિટી ની, આદિનાથ ઓવર્સિસ, રાજકોટ માં તમારી સમક્ષ હાજર છે એક નવા સાહસ અને જવાબદારી સાથે. અમે દિવ્યાંગ ગ્રેજ્યુએટ્સ માટે માત્ર 1/- રૂપિયા ફી માં વિદેશ અભ્યાસ માટે અગત્ય ની IELTS કોચિંગ બેચ કાયમી ધોરણ માટે શરૂ કરી રહ્યા છીએ. માત્ર કોચિંગ જ નહીં પણ ,ઍડ્મિશન પ્રોસેસ થી લઈ સ્કૉલરશિપ / ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ હેતુ એજ્યુકેશન લોન માર્ગદર્શન પણ આપીશું. ઘણા ખરા દિવ્યાંગ મિત્રો આ સપના જોતાં અચકાતા હોય છે, મારુ દ્રઢ પણે માનવુ છે કે તમે ખાસ છો ,તમને પણ હક છે પેહલી દુનિયા જોવાનો, દુનિયા ની ઘણી ખરી યુનિવર્સિટીઓ દિવ્યાંગ મિત્રો ને આવકારે છે એ પણ સ્કોલરશીપ સાથે. તમારી પાસે હિંમત અને ધગશ હોય તો આદિનાથ ઓવર્સિસ તમારું સ્વાગત કરે છે. સારીરીક રીતે સામાન્ય વિધ્યાર્થી કે જેમણે માતા અથવા પિતા અથવા બંને ગુમાવેલ હોય અને વિદેશ માં અભ્યાસ કરી ભવિષ્ય ઉજળું કરવાની ક્ષમતા હોય તો ૫૦% કન્સેશન આપવા માં આવશે.
અંધકાર ને કેવી રીતે પાર પાડી શકાઈ?, કાતો અજવાળું કરવું પડે નહિતર અંધારા માંજ ચાલવા ની ટેવ પાડવી પડે ,સાત સાત દાયકાઓ તો વીતી ગયા સ્વતંત્ર થયા ને પણ ગુજરાત નો એક વિસ્તાર છે દાહોદ, આ જિલ્લા માં શિક્ષણ ની સાપેક્ષ શું હાલત છે એ વિશે હું અહિયાં ઘણી વાર લખી ચૂક્યો છું , આજે ફરી લખું છું કે આ વિસ્તાર નો કોઈ પણ ભારતીય વિદેશ માં અભ્યાસ કરવાની તાકાત રાખતો હોય તો AOS- RAJKOT માં આપ ૧/- રૂપિયા ફી માં IELTS ની તાલીમ લઈ શકો છો. આજે આ વિસ્તાર નો યુવાન ઉજળો થસે તો અહીનું ભવિષ્ય સુરક્ષિત જ છે, બાકી ૭૦ વરસ થી પરાણે મજબૂરી માં રહી ને કઈ ઉકળ્યું નથી અને ઉકળસે પણ નહીં. આજ તો છે કોર્પોરેટ રિસ્પોન્સીબિલિટી. વિશ્વ આજે ખરેખર સાતમ આસમાને છે, આપણે ખોટી બડાશ મારવા કરતાં હકીકત સ્વીકારી ને આગળ વધવું જોઈએ, વિશ્વ ની ટોચ ની યુનિવર્સિટીઓ માં આપણી યુનિવર્સિટીઓ નહિવત છે, છતાં દુનિયા ની ટોપ કોર્પોરેટ કંપની ના CEO ભારતીય છે, ગર્વ લઈ શકો છો, પણ હકીકત માં આ બ્રેઇન ડ્રેઇન જ છે. આપણે આપણી જ પ્રતિભાઓ ને સાચવી નથી સકતા , છતાં એક NRI તરીકે સાંભળવું તો પડે જ કે હું શું કરવા બહાર ચાલ્યા ગયા છો?
ખેર આજનો ઉદ્દેશ્ય એટલો જ કે એક ભારતીય ની અંદર પડેલું ટેલેન્ટ મજબૂરી માં દટાઈ ના જાય એનો ખ્યાલ રાખી ને આજ રોજ ૩૬ માં વર્ષ માં પ્રવેશ કરું છું. આ ચેરિટિ નહીં પણ ચરિત્ર છે. આશા રાખું કે તમારી આસપાસ આવી કોઈ પ્રતિભા હોય તો પોસ્ટ શેર કરજો અથવા નીચે ની વેબસાઇટ પર ચોકકસ જાણ કરજો. ઈમેલ પર સંપર્ક આવકાર્ય છે.
मंजिल उन्ही को मिलती है
जिनके सपनो में जान होती है /
पंख से कुछ नहीं होता
हौसलों से उड़ान होती है //
ડૉ. રિતેશ ભટ્ટ
સંપર્ક- info@adinathoverseas.com