મીડ સ્વીડન યુનિવર્સિટી www.miun.se સ્વીડન, ટુરિઝમ અને હ્યુમન જીઓગ્રાફી વિષય પર ફરી એક વખત પબ્લિકલી થીસિસ ડિફેન્ડ કરવાનો અવસર મળ્યો, અને પાર પણ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અસંખ્ય હુન્નરો વિદેશમાં ઉચ્ચ અભ્યાસાર્થે ગયા હશે. Ph.D કેમિસ્ટ્રી પછી વિચાર્યું ન હતું કે ભણવું હજુ નસીબ થશે.
દુનિયાની કુલ વસ્તીના માત્ર 3% લોકો જ પોતાની માતૃભૂમિથી દૂર રહે છે, જેમાં રેફ્યુજીઓ અને વિવિધ વર્કિંગ પ્રોફેશનલ્સ હોય છે. મારી આ થીસિસમાં કુલ 39 લોકોના ઇન્ટરવ્યું કર્યા છે કે જેઓ કેનેડા, બલ્ગેરિયા, ઈન્ડિયા, પાકિસ્તાન, નેપાળ, સ્પેન અને પોર્ટુગીઝ નેટિવ્સ છે અને તેઓ ડેન્માર્ક અને સ્વીડનમાં માઈગ્રેટ થયા હતા. સર્વિસ ઇન્ડસ્ટ્રીની સમજ લગભગ બધાને હોય જ છે, પણ રેસ્ટોરાં અને હોટેલ્સમાં પડદા પાછળ રહીને ઓડ જોબ્સ કરતાં લોકોની અહેમિયત બધાને નથી હોતી. મારા અનુભવો આધારિત વિસ્તૃત અર્થઘટનો અને દલીલો માન્ય રખાઇ. આ થીસિસ માધ્યમથી અસંખ્ય ડીસ વોશિંગ કરતાં એમ્પ્લોયની વાતને વાચા આપી છે. યુનાઈટેડ નેશન્સમાં ફરજ બજાવતા મારા પ્રોફેશરના માર્ગદર્શન મારા માટે અહોભાગ્ય. દુનિયાના વિવિધ દેશો માંથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવેલા કુલ 27 વિદ્યાર્થીઓ માંથી માત્ર 3 વિદ્યાર્થીઓની થીસિસ સિલેકટ/ઍક્સેપ્ટ થવી, આ યુનિવર્સિટીની ટુંકી યાદીમાં એક ભારતીય તરીકે મારી થીસિસ મને આગવી ઓળખ અપાવે છે.
ભારતમાં શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ માર્ક બેસ્ડ અને રિસર્ચ બેસ્ડનો તફાવત સમજી જાય એટલું દેશ અને યુવાન પેઢી માટે સારું છે, ભારતનું ભવિષ્ય ઉજળું ખરું પણ અભણ અને દંભી લોકો થકી નહિ, પણ એક શિક્ષિત અને દુનિયા સાથે કદમ મિલાવી શકે એવા યુવાન થકી. વિવેકાનંદ અને ભગતસિંહને વારે તહેવારે હાર પેહરવાથી નહિ, પણ સરકારી શાળાઓને એ કક્ષા સુધી તર્કબદ્ધ રીતે લઈ જવી પડશે, જ્યાં અધિકારીઓ, સરકારી બાબુઓ પોતાના બાળકોને જોવા માંગતા હોય છે.
વિદેશમાં વસતા ઘણા લોકોને દેશ માટે કૈકને કઈક કરવું છે, પણ સિસ્ટમ કઈ રીતે કેટલો સ્પોર્ટ કરે છે એ જોવું રહ્યું. ફેસબુક પોસ્ટ પરથી વખતો વખત વિદેશના અનુભવો શેર કરતો આવ્યો છું. એક વિદ્યાર્થી એ વિદેશમાં સેટ થવા માટે કેટલી તૈયારીઓ હોવી જોઈએ ?, કેટલી પારંગતતા હોવી જોઈએ ? કેટલી નિપુણતા હોવી જોઈએ ? કેવા વાતાવરણમાં કામ કરવું પડે અથવા કરવું જ પડે ? અલગ અલગ નેચરની જોબ્સ અને તમારો નિભાવ, દુનિયાના લોકો સાથે તમારી આવડતથી કેવી રીતે રેહવું, કેમ જીવવું, લોકો કેમ ખાય છે, કેમ રહે છે આ શીખવા માટે તમારે પૈસાની જરૂર નથી પડતી, પછી ભલે તમે ગમે તે હો, જ્યાં હો ત્યાં. આ થીસિસને સ્વીડીશ રિસર્ચ લાઇબ્રેરીમાં સ્થાનતો મળ્યું જ પણ આ થિસિસને હવે ગુજરાતી, હિન્દી બુકના ફોર્મમાં ટ્રાન્સલેટ કરવાનું મને નવું કામ મળી ગયું.
કુલ બે માસ્ટર થીસિસ, એક Ph.D, એક PDF, 10+ રિસર્ચ પબ્લિકેશન, 2 બુક લખ્યા પછી એક નાની પણ ક્રાંતિકારી વાત મને શેર કરવી ગમશે જે યુરોપના ઘણા દેશની વાસ્તવિકતા છે. માર્ટિન લ્યુથર કિંગ તેઓ પ્રખર પાદરી માંથી પ્રોફેસર બન્યા હતા. આજે જર્મનીમાં એમને લખેલી એક બે નહીં ૯૫ Ph.D. થીસિસ ઉપલબ્ધ છે, તેઓના જીવનને જર્મનોએ ફોલો કર્યું, આજે જર્મન લોકોમાં સ્વદેશી ફૂટી ફૂટી ને ભરી છે , વિશ્વ યુદ્ધ માં બબ્બે વાર ખુવાર થયા પછી પણ આજેય યુરોપનું આર્થિક હબ છે. આજે જર્મની અને સ્વીડનના એજ્યુકેશનની કક્ષા ઉચાઈ પર લઈ જવામાં એમનો સિહ ફાળો છે. રાજકારણ અને ધર્મના વધુ પડતાં અવરોધને કારણે શિક્ષણ વ્યવસ્થાઓ ડામાડોળ થતાં, માર્ટિન લ્યુથરે 95 થિસિસની કોપીઓ ચર્ચના દરવાજાઓ પર ખિલાઓ મારી ઠોકી બેસાડી હતી અને એજ્યુકેશન માં શું તાકાત છે એનો પરચો આપેલો હતો.
માર્ટિન લ્યુથરના અનુયાયીઓ રોમન કેથલિક માંથી લ્યુથરન ક્રિશ્ચિયન બન્યા જે મોટે ભાગે આજે જર્મન અને નોર્થ સ્વીડનમાં વસે છે. વધુ માહિતી માટે માર્ટિન લ્યુથર કિંગ અને તેનો ઇતિહાસ, અને ખાસ કરીને જર્મની દેશની શિક્ષણ પદ્ધતિ વાંચવી. એ ખરા અર્થમાં ધર્મના રક્ષક માંથી શિક્ષણનો રક્ષક બન્યો હતો.
દેશની એસેટ્સને સાચવશો, દેશ આપો આપ સચવાશે.
(1) https://en.wikipedia.org/wiki/Martin_Luther
(2) https://www.lutheranforum.com/…/luthers-doctorate-and…
(3) https://time.com/…/martin-luther-95-theses-controversy/…