SCANDINAVIAN COUNTRIES ખેડાણ ,જોડાણ અને મિત્રો

ડેન્માર્ક , નૉર્વે, ફિનલેન્ડ અને સ્વીડન નોર્થ પોલના નાના-નાના દેશો. નોર્થપોલ એટલે પૃથ્વીનો ઉતર ગોળાર્ધ. આ દેશોની હવામાં જાદુ હોઈ એમ અહીંયા માણસો પણ મનના માણીગરો છે. સ્કેનડીનેવીયન દેશો ફરતા હોય અને દુનિયાના સાત અજુબા માંથી એક – ‘નોર્ધન લાઇટ્સ’ની વાત નો આવે તો જ નવાઈ !!!. લગભગ બધાને ખ્યાલ જ હશે કે નોર્થપોલ ક્ષેત્રમાં એક આગવું ચુંબકીય ક્ષેત્ર છે.

ચુંબકીય ક્ષેત્ર, જેમ લોહ ચુંબકમાં એક નેગેટિવ અને એક પોઝોટિવ છેડાઓ હોય છે, એ કોન્સેપ્ટ ઉતર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના ભૌગોલિક લાક્ષણિકતાઓ પરથી લેવામાં આવ્યો છે. નોર્થ પોલ એ પૃથ્વીનો નેગેટિવ છેડો છે જ્યારે સાઉથ પોલ એ પોસિટિવ છેડો છે. હવે આ નેગેટિવ છેડો એ પોસિટિવ ચાર્જ કોસ્મિક પાર્ટીકલ અને તરંગો ને આકર્ષે છે, જે આપણી પૃથ્વી થી અરબો ખરબો માઈલ્સ દૂરથી આવતા હોય છે. આ કોસ્મિક પાર્ટીકલ ખૂબ જ પોસિટિવ હોય છે, વિજ્ઞાનની ભાષામાં ફોટોન ચાર્જ પાર્ટીકલ જે પ્રચંડ એનર્જીનું જ સ્વરૂપ છે.. મતલબ અખિલ બ્રહ્માંડની હકારત્મક એનર્જી જ સમજો. કોસ્મિક એનર્જી વિશે આપણે અલગથી ચર્ચા કરીશું. પણ આ ઉતર ધ્રુવ એ ખરેખર હકરાત્મકતાઓ જો અવકાશ માંથી આકર્ષી શકતા હોય તો પૃથ્વીના ખૂણે ખૂણે થી પણ મે હકારાત્મક માણસોને આ દેશોમાં વસવાટ કરતાં જોયા છે.

હકારત્મકતાનો ખ્યાલ એમજ નથી આવ્યો પણ અહી જોયેલા ખૂબજ પ્રામાણિક વ્યક્તિઓ, કાયદાઓ, અભ્યાસ અને નિજાનંદ માં રહેનારા માણસો. કોઈ પણ જાતની ઈર્ષા, દ્વેષ નહી, નહિકે કોઈ જાતની હોડ હરીફાઈ. માણસ ફક્ત પોતાની જ ખોજ માં હોય છે. એટલે જ તો કદાચ મહાદેવ પણ નૉર્થની (કૈલાસ પર) ટોચ પર બિરાજ્ય હશે. અહિયાં હકારાત્મકતા શિવાય કશું જ નથી, કારણકે નોર્થપોલ ખુદ જ એક નેગેટિવ ચાર્જ ધરાવતો ધ્રુવ છે. મતલબ સમજો કે ઘાટ ઘાટ ના પાણીઓ થી બનેલો. જેમ મહાદેવ પણ વિષ ધારણ કરીને ટોચ પર અદ્રશ્યમાન.

આ પ્રવાસો દરમ્યાન દુનિયાભરના બહેતરીન હકારાત્મક માણસોને મે નજરે જોયા અને જાણ્યા છે. એ પછી શ્વેત ,અશ્વેત યલ્લો કે બ્રાઉન. ધાર્મિક હોય કે નાસ્તિક પણ સો ટચ હકારાત્મક વિચારધારા વાળા હોય છે. જયાં હકારાત્મકતા હોય ત્યાં ‘સ્કેલ ના પણ હોય પણ સોલ્યુશન ચોક્કસ હોય’. આ દેશોના પ્રવાસો દરમ્યાન દુનિયા ભર ના લોકો સાથે કામ કરવાનો અને ફરવાનો મોકો મળ્યો. ઘણા મિત્રો તસ્વીરોમાં પણ કેદ નથી પણ હર હમેશ મારી સાથે જ છે. અહિયાં બધા જ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે ૩૫ વર્ષના જ આયુષ્યમાં સંપૂર્ણ જિંદગીના સાક્ષાતકાર થયા. આ મિત્રોને કારણે જ આજે હું #DISCOVERING #SCANDINAVIA#WITH #RITESH બિઝનેસની શરૂઆત કરી શક્યો.

મારે એટલું ચોક્કસ કહેવું છે કે હરિફાઇના આ સમયમાં આજે પણ ક્વોલિટીના માપદંડો અને ડિમાન્ડ અકબંધ છે. સારી ટીમ હશે તો ચોક્કસ બિઝનેસ માં સફળ થશો. સારી ટીમ નહી હોય તો માર્કેટ પણ પડ્યું રહેશે અને સમય વેડફાઇ એ અલગ. નોર્થપોલમાં આવેલા દેશોની ઘણી બધી ખાસિયતો છે. દુનિયાભરની બહેતરીન પ્રાકૃતિક ખજાનાઓની ખાણ જાણે અહિયાંજ હોય, મારા જીવનમાં આવેલા અનમોલ હીરાઓની મદદથી આપણે ધીરે ધીરે આવનારા સમયમાં જાણીશું.

उनके कर्जदार और वफादार रहिए

जो आपके लिए अपना वक्त देते हैं !

क्योंकि

अंजाम की खबर तो कर्ण को भी थी…

पर बात दोस्ती निभाने की थी !

‘Thank you friends from bottom of my Heart’