શ્રીમદ્ ભાગવત પુરાણમાં દધિચી ઋષિનું સંપૂર્ણ જીવનચરિત્ર વર્ણન છે, તેઓ મહાઋષિ અથર્વની સંતાન છે કે જેમણે અથર્વવેદના નિર્માણની સાથે સૌ પ્રથમ જ્ઞાન હેતુ યજ્ઞશાળાની શરૂઆત કરી હતી . અથર્વ એ વૈદિક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જ્ઞાન એવો થાય છે. આજે દુનિયાની મહતમ આધુનિક શોધખોળૉ અથર્વવેદના પાનાઓની વચ્ચે થી જ છે, જે સર્વ સ્વીકૃત છે .અથર્વવેદ કલિયુગ કાળમાં આર્થિક ઉપાર્જનનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે, અને જે યુગો થી પ્રસ્થાપિત છે. પુરાણો માં આજનું દાહોદ એ મહર્ષિ દધિચીની કર્મ ભૂમિ રહી હતી. દધિમતિ તેમની બહેન હતા જે આજેય દાહોદની ભૂમિ પર નદી સ્વરૂપે વહે છે. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યનારાયણની સવારીનું પહેલું કિરણ દાહોદ ક્ષેત્ર પર પડે છે. દધિચી ઋષિ તેમના સર્વોતમ બલિદાન માટે પ્રસિદ્ધ છે , જેઓ એ અસુરોના નાશ માટે વજ્ર નામનું મહાઅસ્ત્ર બનાવવા ભગવાન વિષ્ણુના કેહવા થી સ્વૈછિક દેહ ત્યાગ કરી અને તેમના અસ્થિ દેવરાજ ઇન્દ્રને અર્પણ કર્યા હતા.
અગનપંખ ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષો થી દાહોદના દેવ ગઢબારિયા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, ભારતના કુલ ૧૧૫ મહત્વકાંક્ષી જિલ્લાઓમાં ગુજરાતમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. આજરોજ અહિયાંની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ થી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અત્યંત મર્યાદાને મજબૂરી હોવા છતાં મક્કમ પણે આદિવાસીઓ પ્રાથમિકતા જરૂરિયાત માટે સંઘર્ષ કરતાં આવ્યા છે. કદી હાથ ફેલાવવામાં ન માનતા આ ખુદ્દાર આદિવાસીઓ પોતાના ઘર છોડીને પાડોશી રાજ્યોમાં રોજગાર હેતુ સ્થળાંતર કરી એકજ ઢબે વિવિધ ક્ષેત્રો માં મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરતાં હોય છે. આર્થિક પરિસ્થિતિમાં માં બાપને મદદ હેતુ બચપણ થી જ બાળક આર્થિક ઉપાર્જન કરતાં હોય છે. અસંખ્ય ઉદાહરણો છે જેને કારણે અહિયાં ´´અર્થ´´ આજે જ્ઞાન ની સાપેક્ષ વધુ પ્રાથમિક બન્યું, પરિણામે દશકાઓ થી અહિયાં અજ્ઞાન રૂપી અંધકાર છવાયેલો રહ્યો છે.
૨૧ મી સદીમાં આ લોકો દુનિયા સાથે તાલ થી તાલ મિલાવવામાં ઘણા પાછળ રહી ગયા છે. રૂબરૂ અનુભવો કર્યા પછી અમે અહિયાં શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રયત્નો હાથ ધર્યા છે , ડ્રોપ આઉટ રેશિયો સુધારવા પર અમે મક્કમ પણે કામ કરીએ છીયે. આ ક્ષેત્રમાં બાળકો ધોરણ ૮ પછી ભણવામાં ઓછી રુચિ રાખે છે , આર્થિક જરૂરીયાતો વિધાર્થી અવસ્થા પર ભારે પડે છે. નાની ખજુરી પ્રાથમિક શાળાને ચોક્કસ સમય ગાળામાં અંતરીક્ષ શાળા બનાવી વિધ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને એમનો શિક્ષણ પ્રત્યે અભિગમ હકારાત્મક બને, અને આ શાળા દાહોદ ક્ષેત્ર માં વિજ્ઞાનરૂપી પ્રકાશનું અજવાળું ફેલાવે એ હેતુ થી અંતરીક્ષ અને વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ પ્રસ્થાપિત કરીએ છીયે. બાળકોના ભણતરની સાથે વાલીઓની આર્થિક પરિસ્થિતિ સુધરે એ હેતુ થી અહીની સ્થાનિક BAMBOO હસ્તકળાના હુનરને હકારાત્મક માધ્યમો દ્વારા એક વૈશ્વિક પ્લેટફોર્મ તૈયાર કરી ને સ્થાનિક BAMBOO હસ્તકળા ને પ્રોત્સાહન આપી શકીએ, જેથી વાલીઓ નું જ સ્થળાંતર અટકાવી ને તેમના બાળકો ને સરકારી સ્કૂલ તરફ વાળી શકાય. દાહોદ અને નર્મદાના કુશળ કારીગરોના હુન્નરને ભારતના અન્ય મહત્વકાંક્ષી જિલ્લાઓની સમકક્ષ બિરદાવવું અને રાષ્ટ્રીય કક્ષા એ પ્રસ્તુત કરવું એ અમારો પ્રાથમિક ધ્યેય છે. અહિયાંના લોકોમાં અજ્ઞાન રૂપી અંધારું છે એવું નથી પણ સહકાર રૂપી અજવાળાની ગેરહાજરી છે, દધિચીના બલિદાન જેટલું અમારુ ગજું નથી પણ અમે કાર્ય શરૂ કરી દીધું છે. અહી હું એટલે લખી અને તમે વાંચી રહ્યા છો કે આપણે એટલીસ્ટ શિક્ષિત છીયે. અહિયાં અંતરિયાળ ગામોમાં કદાચ આ પ્રકારે કામ કરનાર આપણે પહેલા હોઈશું , પણ છેલ્લા તો ન જ હોય શકીએ.
વિડીયો પોસ્ટ