અગનપંખ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ સરકારી શાળાઓની વેબસાઇટનું નિર્માણ

માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી -ડૉ. અબ્દુલ કલામ સાહેબે સપનું જોયું હતું ડિજિટલ ઇન્ડિયાનું એમની એક બુક ‘મારા સ્વપ્નનું ભારત ૨૦૨૦’ તથા એમની બાયોગ્રાફી- ‘ધ-વિંગ્સ ઓફ ફાયર’ માં ઉલ્લેખાયું છે કે ભારતનું ભવિષ્ય એક સરકારી શાળાનો વિદ્યાર્થીજ હશે. કારણ કે ભારતની મોટાભાગની વસ્તી સાધારણ મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવે છે. પ્રત્યેક બાળકોના વાલીઓ આર્થિક સક્ષમ ન હોઈ બાળકોના શિક્ષણ પાછળ વધુ ભંડોળ ખર્ચીના પણ શકે. મજબૂરીઓને કારણે બાળક સારા શિક્ષણથી વંચિત પણ રહી જાય છે.

અત્રે નોંધવું જરૂરી છે કે સરકારી શાળાઓ આજે ખૂબ જ સારું કાર્ય કરી રહી છે. શિક્ષક તથા આચાર્ય ગણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આધુનિકરણ અને ગ્લોબલાઈઝેશનની હરણફાળમાં આજે વિશ્વ અંતરીક્ષને આંબી રહ્યું છે. ઇન્ટરનેટની મદદથી આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ હોય!! હવે વાત છે સરકારી શાળાઓને સહકાર આપવાની. પ્રત્યેક સરકારી શાળાને આજે અતિ શિક્ષિત સમાજના વૈચારિક માર્ગદર્શનની જરૂર છે. આજે સમાજમાં જે બહુરૂપી અંતર આવી ગયું છે એ પરિસ્થિતિ અને તેનું પરિણામ ખરેખર ચિંતાજનક છે. આજે સરકારી શાળાએ જતો પ્રત્યેક બાળક આવતીકાલનું ભવિષ્ય છે. આમાંથી જ કોઈ દેશ સેવા માટે તો કોઈ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, નાના મોટા વ્યાપારીઓઓ કે પછી સરકારી અથવા પ્રાઇવેટ કર્મચારીઓ હશે. અલ્ટીમેટલી સમાજની પ્રણાલીનો ખૂબજ મોટા ભાગનો હિસ્સો સરકારી શાળાઓ માંથી જ આવશે જે વાસ્તવમાં સમાજનું પ્રતિબિંબ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,રાજકોટના ચેરમેનશ્રી અતુલ પંડિત સાહેબને થોડા દિવસો પહેલાજ મળવાનું થયું અને મે મારા #SCANDINAVIAN #COUNTRY ની શાળાઓના વ્યક્તિગત અનુભવો શેર કર્યા અને સાથે રાજકોટની પ્રાથમિક શાળાઓ માટે વેબસાઇટની પ્રપોઝલ આપી. ખૂબજ સરળતા થી માત્ર આ પ્રપોઝલને ઉષ્માભેર સ્વીકારી અને એ પણ શાળાના આચાર્યોની ટીમની મદદથી ચોક્કસ ટાઈમ ફ્રેમમાં પૂર્ણ કરી શકવાની તૈયારી બતાવી.

આ વેબસાઇટ થકી વિશ્વભરને રાજકોટની સરકારી શાળાઓનો પરિચય થશે. શાળાઓની બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે. શિક્ષક તથા આચાર્યની શિક્ષા અને કેળવણી એક યોગ્ય પ્લેટફોર્મ પરથી અંકિત થઈ શકશે. શિક્ષણ, જ્ઞાન, કલા અને ઈતર પ્રવૃતિઓમાં પારંગત બાળકોને પ્રાસ્તાવિક વેબસાઇટ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરી શકાશે. લગભગ ૧૦૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી શકાશે. અને નાની-નાની પ્રેરણા કોને ખબર આવતીકાલે -આજ સરકારી શાળાના બાળકો રાજકોટની જ સરકારી શાળાઓનું નામ વિશ્વ કક્ષાએ રોશન કરે. અરે કરશે જ ને તો !!!. આજ યોગ્ય સમય છે બાળકોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આપવાનો.

આ વેબસાઇટ થકી સરકારી શાળાના બાળકોના વાલી કૌશલ્ય અને તેમના નાના-મોટા રોજગાર- વ્યવસાયને પણ પ્રોત્સાહન મળે એ હેતુથી આ વેબસાઇટ પર વ્યવસાયની ટુંકી માહિતી અને સંપર્ક વિગત મૂકી સાથે માળખાકીય સામાજિક જોડાણનો સમન્વય કરવામાં આવ્યો છે.

રાજકોટની ૧૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓની વેબસાઇટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હેઠળ એક ચોક્કસ અભિગમ અને ધ્યેય સાથે બની રહી છે. આ શાળાઓની પ્રોફેશનલ વેબસાઇટ ખૂબજ પરિપૂર્ણ બને એ માટે આ ફેસબુક મધ્યમથી આપ સૌને નમ્ર રજૂઆત છે કે પોસ્ટ સાથેનો વિડીયો અચૂક જુઓ અને શેર કરો. આપ સૌના યોગ્યક્ષમ સૂચન આવકાર્ય છે.

#માત્ર #સરકારી #નહીં #પણ #હવે #સહકારી #શાળા

અગનપંખ ફાઉન્ડેશન વતી

ડૉ. રિતેશ ભટ્ટ