FINALLYYYYYY….MASTER IN TOURISM સ્વીડનની ટુરિઝમ વિષયની રિસર્ચ બેઇઝ મીડ સ્વીડન યુનિવર્સિટી માંથી, હરકીશન મેહતાના ‘સ્વીડન સોનાના પીંજર’ માંથી મસ્ત રીતે PASS થઈ, માસ્ટર્સ ઇન ટુરિઝમ ડિસિપ્લિન વીથ ગોલ્ડન વિંગ્સની મદદથી મારી ઉડાનને ઊચાઇ મળશે.
આ માટે હું મારા મમ્મી-પપ્પાનો ખુબજ આભારી છું, જવાબદારીને વશ થઈ શાળાએ ના જઇ શકનાર મારા મમ્મીની ઉચ્ચ અભ્યાસ પ્રત્યેની ઈચ્છાઓ કુદરતે મને નિમિત બનાવીને યેનકેન પ્રકારે પૂરી કરી.
આટલી ખુશી મને Ph.D (કેમેસ્ટ્રી) વખતે કદાચ ના હતી, કારણ કે ત્યારે ભણતર પૂરું કરીને જોબ કરવાની અને જવાબદારીની પરવાહ વધુ હતી. 2007 થઈ લઈને 2013 સુધીમાં ઇન્ડિયામાં ઘણી સારી, ઊજળી તકો મળી અને માણી પણ.
મજા તો ત્યારે આવે જ્યારે તમે તમારું ગમતું કરો, ગમતું ભણો અને ગમતા વર્ક કલ્ચરમાં તમે કામ કરો, વ્યવસાય કરો. સ્વીડીશ યુનિવર્સિટીમાં પૂરું કરેલું આ મારુ બીજું માસ્ટર્સ છે. થોડોક ભૂતકાળને સાથે રાખીને જીવ્યો હોઈ, ક્યાંક કડવાહટ રહી જતી હોય છે. વાત પણ એવી હતી કે હજુ ભુલાઈ નથી, એકઝેટ 20 વર્ષ પેહલા જ્યારે મે ધોરણ 12 સાયન્સ પાસ કર્યું ત્યારે મને બરોબર યાદ છે કે મારા હાથમાં કેમકલ એન્જિનિયરિંગનો એડમિશન લેટર હતો અને હું ઓલમોસ્ટ એન્જિનિયર બનવાનું મન બનાવી ચૂક્યો હતો, પણ, એ પણ જ….આવા ઘણા પણ… પાછળ અસંખ્ય કારણો અકબંધ રહ્યા અને અંતે મે B.Sc તરફ પસંદગી ઢોળી.
જેમ ભૂતકાળને વગોળી તો ઠીકરા મળે તેમ, મને એમ હતું કે મારા હાથમાં એ ભાગ્યા રેખા નથી, જે મારા મિત્રો એન્જિનિયરિંગ અને મેડીકલ ક્ષેત્રે કારકીર્દી બનાવી. મને એમ હતું કે આ રસ્તો મને કયા લઈ જશે, મને એમ હતું કે જીવનના આવતા આ સતત સંઘર્ષ મારી કમ્મર તોડી નાંખશે કે શું ? મારે બનવું શું હતું અને હું બન્યો શું.? બાંધછોડ મારે જ કરવાની ? આવાતો હજાર પ્રશ્નો !!
ઝીંદગીમાં ક્યારેક કોઈ રસ્તે તમને ઘણું મોડું પણ મળે, તમારી નીયત સાચી હોવી જોઈએ, યોગ્ય સમય તમારી રાહ જોઈને ઊભો જ હોય છે. તમને તમારી ડિઝાઇર, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કાબીલ બનાવી રહ્યો હોય છે. એ પછી સમયની જવાબદારી છે, તમારા માટે પરિસ્થિઓ કુદરતી રીતે તૈયાર થતી રહેતી હોય છે, અને તમારામાં ઉર્જા સંચાર પણ થતો રહેતો હોય છે.
સફળતાઓ પણ નિષ્ફળતાઓની જેમ જ એક ઘડી છે, જે કાયમ ટકી નથી રહેવાની, પણ જે ટકી રહેવાની છે એ છે તમારી એનર્જી, તમારો એટીટ્યુડ, તમારો પેશન, તમારો સંતોષ અને તમારું વ્યક્તિત્વ. તમે છો તો બધુ છે.
આધિપત્યના ત્રણ માર્ગ હોય છે. વિદ્યા, લક્ષ્મી અને શક્તિ, પસંદગી તમારી કે તમે શું મેળવવા ઇચ્છો છો. અભ્યાસ કે કારકિર્દીના રસ્તાઓ માટે આંધણુ અનુકરણ ના કરો. તમારા મન ને પૂછો, મન શું કહે છે એ કરો.
સલાહ આપનારા હજારો મળી રહેશે, હાથ એનો પકડો જે તમને સહકાર આપે.
આભાર
ડો. રિતેશ ભટ્ટ
https://www.drriteshbhatt.com/