તમીલ !! એટલે આપણને તરત જ દક્ષિણ ભારતનું ચીત્ર માનસપટલમાં સ્પષ્ટ થાય. થાય જ ને.. પ્રાચીન ભારતમાં તામીલ લોકો દ્વારા કલા અને સંસ્કૃતિ પ્રસરેલી હતી. કલાપ્રીય તમિલોથી વિસ્તરેલો ભૌગોલિક પ્રદેશ એટલે તમિલક્મ (તામીલોનું ઘર) અથવા થમીઝગામ તરીકે પ્રચલીત હતો, જે આજે તમિલનાડુ, કેરળ, પુંડ્ડુચેરી, લક્ષદ્વીપ, શ્રીલંકા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા નામથી ઓળખાય છે. તમીલ અથવા તમીળ એક ક્લાસિકલ દ્રવીડિયન ભાષા છે. તમીલ ભાષા દ્રવિડ ભાષા સમુદાયની પ્રાચીનતમ ભાષા છે. સંસ્કૃત, ગ્રીક, લૈટિન વગેરે ભાષાઓની જેમ તમિલ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા તરીકે માનવામા આવેલી છે. તમિલ ભાષાની એવી વિશેષતા છે કે અતિ પ્રાચીન ભાષા હોવા ઉપરાંત લગભગ ૨૫૦૦ વર્ષોથી અવિરત રૂપે આજદિન સુધી જીવનના દરેક ક્ષેત્રોમાં વ્યવહારમાં છે.
ક્લાસિકલ અને દ્રવીડ શબ્દ પર થોડો પ્રકાશ પાડીએ..,
ક્લાસિકલ એટલે શાસ્ત્રીય, ક્લાસિકલ લેંગ્વેજની પરિભાષા એટલે સ્વતંત્ર, સાહિત્યિક પરંપરાને આધીન, લેખિત સાહિત્યોનો વિશાળ અને પ્રાચીન આધાર તેમજ વારસો ધરાવતી પુરાવા આધારિત શાસ્ત્રીય ભાષા. તમીલ ભાષાને ભારતની સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષા તરીકે ઓળખ મળી છે, તેમજ તમીલ એ વિશ્વની સૌથી લાંબુ અસ્તિત્વ ધરાવતી શાસ્ત્રીય ભાષાઓમાની એક ભાષા છે.
સંસ્કૃત શબ્દ દ્રવિડ તમીલ ભાષાનો પૂરક છે. માનવજાતી ઉત્થાનનો સૌથી મોટો સમયગાળો એટલે પાષાણયુગ. આ યુગની સંસ્કૃતિના સીધાલીટીના વારસદાર એટલે દ્રવિડો, સિંધુ ખીણની (મોહેંજો દડો) સંસ્કૃતિના સર્જકો એટલે દ્રવિડો, માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાનાર એટલે દ્રવિડો, માતાને દેવી રૂપે અને પિતાને પરમાત્મા રૂપે પુજીને, સૌ પ્રથમ પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ આપનાર એટલે દ્રવિડો, પ્રકૃતિ અને પ્રાણીના પૂજક એટલે દ્રવિડો, ભારતવંશના મુળ રહેવાસી એટલે દ્રવિડો.
વાયવ્ય ભારતમાં આર્યો એ યુદ્ધમાર્ગ અપનાવી, ભારતીય જંબુદ્વીપમાં પગ પેશારો કરતાં, દ્રવિડનો ઝુકાવ દક્ષિણ ભારત તરફ થયો. ઇન્ડો-આર્યન ભાષાના પગરણ પહેલા સમગ્ર ભારતીય જંબુદ્વીપમાં દ્રવિડભાષાનું ચલણ હતું. દ્રવિડ ભાષાનું એટલું પ્રભુત્વ હતું કે સમગ્ર ભારતવર્ષમાં વિવિધ ભૌગોલીક પ્રદેશ આધારીત પેટા ભાષાઓ તરીકે વિસ્તરેલ હતી.
દક્ષીણ–દ્રવિડોની તામીલ-કન્નડ સમુદાયોની ભાષાઓ
તમીલ, કન્નડ અને મલયાલમ એ દક્ષિણ દ્રવિડોની મુખ્ય ભાષા છે. નિલગિરી પર્વતોમાં વસેતી વિવિધ પ્રજાતિઓ ઇરુલ, કોટા, બડાગા અને ટોડા જેવી બોલીઓ દ્રવિડ ભાષા સમુદાયની પેટા ભાષાઓ છે. કર્ણાટકના કોડાવું જિલ્લામાં બોલાતી કોડાવું ભાષા તેમજ કુરુબા, તૂલું, કુડીયા, અને કન્નડ પણ દ્રવિડિયન ભાષા છે.
મધ્ય-દક્ષિણ દ્રવિડની ભાષાઓ
આંધ્રપ્રદેશ અને તેલંગાણા પ્રદેશમાં બોલતી તેલુગુ ભાષા દ્રવીડિયન ભાષા છે. ચેન્ચું અને મુખા-ડોરા ભાષાઓ એ તેલુગુ ભાષાની પેટા ભાષાઓ છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને છત્તીસગઢમાં લાખો આદિવાસીઓ દ્વારા બોલાતી ગોંડી ભાષા પણ દ્રવીડિયન ભાષા છે. ગોદાવરીના તટ પ્રદેશમાં ,ઓડિશા અને આસામમાં બોલાતી કોંડા ભાષા દ્રવીડિયન ભાષા છે. માંડા, પેંગો, કુવિ, કૂઈ જેવી ઓડીયા લઢણની ઓડિશા પ્રદેશમાં બોલાતી વંશીય ભાષાઓના મૂળિયાં દ્રવીડિયન ભાષા સાથે જોડાયેલા છે.
મધ્ય દ્રવિડની ભાષાઓ
મહારાષ્ટ્ર અને તેલંગાણા પ્રદેશના આદિવાસી લોકો દ્વારા બોલાતી કોલામી અને નાઇકી ભાષા, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં બોલતી ઓલ્લારી, છત્તીસગઢની દુરુવા મધ્ય દ્રવિડની ભાષાઓ તરીકે ઓળખાય છે.
ઉત્તર દ્રવિડ ભાષાઓ
બાંગ્લાદેશ, નેપાળ, પશ્ચિમબંગાળ, ત્રિપુરા, આસામ અને બિહારમાં બોલતી કુરુખ અથવા કુરુક્ષ, ઓરૉન અથવા ઉરન્વ ભાષાઓ દ્રવીડિયન ભાષા શૈલી છે. ઉતરીય પહાડી પ્રદેશોમાં બોલાતી પહાડી ભાષાઓ જેવી કે કુમારભાગ અને શૌર્ય દ્રવીડિયન ભાષાઓ છે. બ્રહુઈ અથવા બ્રાહુઈ પ્રજાતી એ બલૂચિસ્તાન, પૂર્વીય ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાક, કતાર, અને આરબ અમીરાત જેવા પ્રદેશમાં છૂટી છવાઈ રીતે વિસ્તરી, જેઓ આજે પણ બ્રહુઈ ભાષા બોલે છે, જે દ્રવીડિયન ભાષા છે.