આત્મનિર્ભરતા તરફ

દેવગઢ બારિયામાં 2019 માં અમે એક સરકારી શાળા અંતરગર્ત શૈક્ષણિક ડોક્યુમેન્ટરી બનાવી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં અંતરિયાળ ગામના લોકો વાંસ (બાંબુ) ની વિવિધ કલાકૃતિઓ, જીવન ઉપયોગી વસ્તુઓ ઉત્તમ કાર્યદક્ષતા સાથે બનાવતા નજરે ચડે છે. આ ડોક્યુમેન્ટરી જોઈને ડેન્માર્ક સ્થિત મારા કોમન સોશિયલ નેટવર્કના માધ્યમથી એક વ્યાપારી સંગઠન આ પ્રકારની પ્રોડક્ટસની ઈન્ડિયા માંથી જથાબંધ ખરીદી કરે છે. તેઓએ ડોક્યુમેન્ટરી નિહાળી, વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના રોજીરોટી માટે પોસ્ટમાં જે પ્રોડક્ટ મૂકી છે તે બનાવીને જે રીતે આર્થિક ઉપાર્જન કરે છે, એ પ્રોડક્ટ્સ તેઓ ખુબજ ઓછા ભાવે ખરીદે છે, અને એક કડવી વાસ્તવિક્તાથી માહિતગાર કરી ગયા છે.

આપણે મેક ઇન ઈન્ડિયાના ગીતો ગાઈને આ મેહનતી લોકો દ્વારા બનાવેલી અને લોકલ ઇકોનોમીને સપોર્ટ કરતી ઇકો ફ્રેન્ડલી અને ઉપયોગી ચીજ વસ્તુઓનું મૂલ્ય ખુબજ ઓછું આંકીએ છીએ અને પાછા ઉપકાર કરતાં હોય એમ ભાવતાલ પણ કરીએ છીએ. સ્થાનિકો, યોગ્ય માહિતી અને પ્લેટ્ફોર્મના અભાવના કારણે તેમનું યોગ્ય વળતર મેળવી શકતા નથી. એજ ચીજવસ્તુઓ વિદેશીઓ, અથવા તેના રિસોર્સથી અહિયાની અને અહિયાથી જ ખરીદેલી વસ્તુઓ ખુબજ ઊચા ભાવે વિદેશમાં વેચાય છે.

રાજકોટમાં પણ અસંખ્ય પરિવારો આ રીતે ઘરે રહીને નાનું મોટું, ઉચ્ચ ગુણવતા વાળું હેન્ડીક્રાફ્ટ વર્ક કરતાં હોય છે. એક સંયોગવશ થોડા દિવસો પેલા માનનીય શ્રી અનામીક શાહ (પૂર્વ કુલપતિશ્રી, ગુજરાત વિદ્યાપીઠ- અમદાવાદ) સાથેની રેસકોર્સ સ્થિત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી, રાજકોટ ખાતે મુલાકાત દરમ્યાન આ પ્રોડક્ટ્સને વિશ્વ કક્ષાએ કેવી રીતે પ્રમોટ કરી શકાય એ અંતરગર્ત ટુંકી ચર્ચા થઈ.

અમે નજીકના ભવિષ્યમાં રાજકોટના આર્ટીશનને પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી તેમના ડિજિટલ પ્રેસસન્સ માટે કામ કરી રહ્યા છીએ. આ બાબતને વધુ કેવી રીતે બેહતર બનાવી શકાય તે માટે અભિપ્રાય અને સાથ સહકાર અપેક્ષિત છે.

Documentary : https://youtu.be/RRzcsXDNTCU

 

ડો. રિતેશ ભટ્ટ