ઇતિહાસ ભણવાનો નહિ રચવાનો વિષય છે.

સફળતા નાની હોય કે મોટી, એતો કદાચ તમને સાંપડેલી નિષ્ફળતાઓ પરથી નક્કી કરી શકાય. પ્રત્યેક મનુષ્ય માત્રને આ અવિરત શ્રેણીબદ્ધ શૃંખલા માંથી પસાર થવું પડે છે. નિષ્ફળતા હોય કે સંઘર્ષ, કોઈને 35 વર્ષ પેલા તો કોઈને 35 વર્ષ પછી !!. પાછલા મહીને સ્વીડીશ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ઓપન ડિબેટમાં મારી રિસર્ચ થીસિસ કે જેમાં 60 થી વધુ ઇન્ટરવયુસ થયા છે, મારી રિસર્ચ થિસિસને સ્વીડનના વિશાળ રિસર્ચ પ્લેટફોર્મ પર ડિજિટલ સ્થાન મળવું એ મારા માટે એક સફળતા જ કહીશ !!

લખાણ અનુભવ આધારીત હોય છે, થોડું ટ્વીસ્ટ કરીએ તો લખાણ પરથી લોકો અનુભવ પણ કરતાં હોય છે. મે જે અનુભવ્યું છે એ થીસિસમાં લખ્યું છે, અને સાથે હજારો લોકોના અનુભવોને સાકળ્યાં છે. આ રિસર્ચ થીસિસને ઓપન પ્લેટફોર્મ મળવાનું એક માત્ર કારણ જે મને મારા પરીક્ષકે અને નિરીક્ષકે સંયુક્તપણે જણાવ્યું કે જે રીતે એક શિક્ષિત વિદેશી તરીકે બ્લૂ કોલર્સ જોબ કરવી, રેસ્ટોરન્ટ-બાર અને હોટેલ્સમાં કામ કરતાં લોકોની રોજીંદી ઝીંદગીનું વર્ણન કરવું, લેબર માર્કેટની વાસ્તવિકતા, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના રિસર્ચ ગેપ વર્ણવવા, અસંખ્ય લોકોના લેબર પેઇનને વાચા આપવી , સાથે જે રીતે ડેન્માર્કના પોલિસી મેકર્સ માટેના અગણિત લૂપફોલ્સ ટાંક્યા છે એજ આ થિસિસને એકદમ ‘રો’ એટલે કે એકદમ સ્ક્રેચના, પાયાના વિચારો આવનાર સંશોધકો માટે પાયાનું ફ્રેમવર્ક પૂરું પાડે છે. મારી થીસિસ આ પોસ્ટ સાથે લિન્ક મારફત શેર કરું છું, તમે પણ ડાઉનલોડ કરી શકો છો, વિદેશમાં રહેતા અથવા આવનાર સમયમાં જનાર વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકાશ પડશે. આ થીસિસ પરથી આગળ જતાં સ્વીડીશ ભાષામાં બુક અને સંભવિત રિસર્ચ પેપર તો ખરાજ.

એજ્યુકેશન સિસ્ટમના ડિફરન્સ, વ્હાઇટ કોલર્સ અને બ્લૂ કોલર્સનો તફાવત, રંગભેદ અને નસલનો ભેદભાવ, ગુડ ટચ અને બેડ ટચ , વર્કિંગ એન્વાયર્મેન્ટ, ખાન-પાન , ફર્સ્ટ વર્લ્ડ- થર્ડ વર્લ્ડ , ધર્મ અને આવું તો ઘણું બધુ વિદેશ જતાં વહેલા મોડા અનુભવવા તો મળશે જ. અભ્યાસની સાથે પરિપક્વતા પણ આવશે, પણ આવેશ ન આવવો જોઈએ.!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કેમેસ્ટ્રી પછી અહી સ્વીડનમાં પબ્લીશ થયેલી થીસિસ એ દુનિયાની ટોપ 100 યુનિવર્સિટી પેનલમાંથી સિલેકટ થઈને જગ્યા પામી છે, જે અસંખ્ય વિદેશીઓ જે સ્વીડનમાં અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ તો લાઇબ્રેરીમાં ફ્રી માં રીફર કરશે જ પણ મારા ફેસબુક નેટવર્ક કેમ અજાણ રહી જાય. આ થિસિસની સાથે કદાચ ટુરિઝમ અને હ્યુમન જીઓગ્રાફી વિષય પર થોડો પ્રકાશ પણ પાડી લો.

હાલ સ્વીડન પણ પાડોશી સ્કેનડીનેવીયન દેશ ડેન્માર્ક પગલે પગલે જઈ રહ્યો છે અને વિદેશી વિદ્યાર્થીઓ માટે લેબર માર્કેટ પોલિસી અને રીસટ્રીકશન લાવી રહ્યો છે. આજ પોલિસી અમેરિકા , કેનેડા અને બ્રિટન પણ અનુસરી રહ્યા છે. 2024 સુધીમાં વિદેશ અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વાર્ષીક અધધ 10 લાખથી કદાચ વધુ પોહચી જશે અને ભારતીય વિદ્યાર્થીઓ 80 બિલિયન US ડોલર ફી તેમજ રોજીંદી લાઈફ માટે ખર્ચ કરશે.

વિદેશ જતાં પ્રત્યેક વિદ્યાર્થીઓ, IELTS ની સાથે સાથે એક પ્રોપર માઈન્ડસેટથી, વર્ષ અથવા 2 વર્ષની તૈયારી કરી જવું જોઈએ. ત્યાં જઈને કેવા પ્રકારના કામ કરી શકાય ? , વેસ્ટર્ન કન્ટ્રીમાં ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે ફોલો થાય છે? વેસ્ટર્ન કન્ટ્રી માંથી આપણે શું શીખી શકીએ અને આપણા દેશને કઈ રીતે મદદ થઈ શકે?. વેસ્ટર્ન કન્ટ્રીસ ટેક્નોલોજીને કેટલી માત્રામાં અને કેવીરીતે ઉપયોગમાં લે છે ?, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઇફનું અંતર શું હોય શકે ? વગેરે વગેરે. આપણે એક વિદ્યાર્થી તરીકે જેટલું પણ શીખીએ પણ મહત્વકાંક્ષાની પાછળ આપનું અતીતના ભૂલાવું જોઈએ.

મારી આ મુસાફરીના સહભાગીઓ તો ઘણાબધા છે, પણ અમુક લોકો સદાય સ્મૃતિમાં રહે છે અને કદીય ફરી પાછાં નથી મળતા. !!!

થીસિસ લિન્ક – https://www.diva-portal.org/smash/record.jsf?dswid=9601…

ઉગવાની જેને ઉતાવળ હોય એ બાવળ જ હોય , ઉતાવળે આંબા નો પાકે. આ જીવનનું પણ આવુજ છે કઈક. જીવનમાં સંઘર્ષ નહિ પણ સંઘર્ષમાં જીવન જીવો. ઝીંદગીમાં હંમેશા જીદ કરતાં શીખો, જે નશીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો.

 

18 ફેબ્રુઆરી 2022