રંગીલું રાજકોટ આ બેજ શબ્દ કાફી છે એક કાઠીયાવાડીની ઓળખાણ માટે. રાજકોટ હમેશા ખાણી-પીણી, રંગત, સોબત, માહોલ, મિત્રો, આબોહવા અને માણસોના મિજાજ માટે કઈક આગવી રીતે બીજા શહેરોથી અલગ પડે છે. રાજકોટીયનના સ્વભાવની વાત કરીએતો ઝઝૂમવુંએ લગભગ લોકોના લોહીમાં છે. અહિયાં રાજકોટ પરિચયને ટુકાવીને મૂળ વાત પર આવું છું.
શુ તમને ખબર છે? કે સતત ૧૦- ૧૨ કલાક રેસ્ટોરન્ટમાં કામ કરતો વેઇટર ઘણી વખત ભૂખ્યા પેટે ફૂડ સર્વ કરતો હોય છે, અને એજ રેસ્ટોરન્ટમાં કદાચ એથી પણ વધુ સમય કોઈ એવું પણ હોય છે જે ફક્ત એઠાં વાસણ માંજતું હોય છે. શુ આપણે જાણીએ છીએકે પબ્લિક ટોઇલેટ સફાઇ કર્મચારી લોકોની ગંદકી સાફ કરતી વખતે કઈ એનર્જીથી કામ કરતો હશે?. કોઈ વખત જમતા જમતા હોટલમાં કામ કરતા કર્મચારીના અલગ અલગ નામો સાંભળ્યા છે ? કે પછી આપણે એમના માટે કયા/કેવા શબ્દોથી પ્રયોજન કરીએ છીએ? હોટલના રૂમ હોય કે પછી જાહેર રસ્તાઓ, પબ્લિક ટોઇલેટ હોય કે પછી બાગ બગીચાઓની ડસ્ટબીનો. આ બધુ સાફ સફાઇ કરતાં એમ્પ્લોય કેવા પ્રકારના માઈન્ડસેટથી કામ કરતાં હશે? સર્વિસ આપવી એ એક અવ્વલ દરજ્જાની જોબ છે. મારા યુરોપના વ્યક્તિગત અનુભવોના આધારે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝને વધુ સ્પસ્ટ કરું છું.
૧૪૦ કરોડ વસ્તી ધરાવતા ભારતમાં ૨૦૨૦ માં ફક્ત ૩.૯ કરોડ લોકો રોજગાર અર્થે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ છે. જે ૨૦૨૯માં અપેક્ષિત ૫.૩ કરોડ લોકો સુધી પોહચશે. આ વ્યવસાય થકી ભારતના ટોટલ GDPમાં ૮% જેવુ કંટ્રીબ્યુશન થશે. દુનિયાની કુલ આવક માંથી ૬૩% આવક સર્વિસ સેક્ટર માંથી આવે છે. સર્વિસ સેક્ટરએ દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. અમેરિકનો ૪૮% બજેટ ફૂડ પાછળ ખર્ચે છે તો યુરોપની ફૂડ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ વેલ્યૂ 50૮ બિલિયન ડોલર છે. (1 બિલિયન ડોલર- ૭૪.૭૪ અબજ રૂપિયા). યુરોપમાં માત્ર યુકે, ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક જેવા દેશોની ફૂડ સર્વિસીઝની (કિચન જોબ, સફાઇ, હોટલ, મોટલ, વગેરે) માર્કેટ કેપ ૧૮૫ બિલિયન યુરો છે. (૧ બિલિયન યુરો- ૮૮.૫૩ અબજ રૂપિયા).
આ બધા આકડાઓમાં ખાવા પીવાના ખર્ચની સરખામણીમાં સફાઇ કરવાનો ખર્ચો પણ ઓલમોસ્ટ સરખોજ હોય છે. વિકસિત રાષ્ટ્રોમાં સફાઇ કર્મચારીઓ, હોટલ, કિચન જોબ કે પછી સફાઇમાં કામ કરનારાઓને કલાક આધારિત વેતન ચૂકવાય છે. વિદેશમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ બેઝિક ખર્ચાઓ કાઢવા માટે સાફ સફાઇ, રેસ્ટોરન્ટ, કિચન, પીઝા ડિલિવરી કે પછી કોઈ શોપ કે પેટ્રોલ પંપ પર કામ કરતાં હોય છે.
મુસાફરી કરવી, પ્રવાશ કરવો, ટુર કરવી કે પછી સેલ્ફી/વિડીયો દ્વારા સોશિયલ માધ્યમો દ્વારા ફરવાની સાથે-સાથે લોકો સાથે જોડાયેલ રહી અપડેટ કરવું. જો આ મુસાફરી ૧ વીક કે ૧ મહિનાની હોયતો મજા આવે પણ જો આ મુસાફરી ૧ વર્ષથી માંડીને ૧૦ વર્ષ સુધીની હોય તો? અને એમાંય તમારે ફરવાની સાથે લોકલ જોબ માર્કેટને ધમરોળવાનું હોય તો !! વધુ સ્પસ્ટ કરુંતો તમારે ઉપર જણાવ્યા એ પ્રમાણેના કામ કે પછી વેતરા જ કરવાના આવે તો. તમારે ફરજિયાત જીવન નિર્વાહ આ પ્રકારની જોબ્સ માંથીજ કરવાનું આવે તો.? અને એમાંય તમે વિદેશ સેટલ થવાનું વિચારતા હોય તો ?!!! ટુંકમાં તમારે અનિશ્ચિત સમય સુધી હારેલી જ બાઝી રમવાની આવે તો!!. ટુંકમાં ન ગમતા કામોજ તમારી ઝીંદગી બની ગયા હોય તો.!!
આ પરિસ્થિતિઓમાં કોઈ પણ વ્યક્તિ એકવારતો મન મૂકીને રડે જ. અને પોતાની જાતને એકદમ આરપાર થાય છે. જો તમે બરોબર કમર કસી લીધી હોય અને મનોમન લડી જ લેવાનું નક્કી કર્યું હોય અને એમાંય તમે રાજકોટના હોય, તો પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું હોય એમ તમારી જીત નિશ્ચિત બની જાય. તમે આ બધુ વાંચી ગયા એટલું જ સરળ છે આ બધુ. છેવટે ભટકાઈને ખરી મુસાફરીની શરૂઆત થાય છે.
મારે રાજકોટ છોડ્યાનો ૧૪ વર્ષનો વનવાસ આજે પૂરો થયો હોય એમ ૨૦૦૭ થી લઈને ૨૦૨૧ દરમ્યાન (આણંદ-વી. વી. નગર, વલસાડ, મુંબઈના વર્ષો બાદ કરતાં) મે વ્યક્તિગત કરેલી ઉપર પ્રમાણેની જોબ્સએ મને ખૂબ તોડ્યો,પાડ્યો અને ઘડયો. હા એટલું જરૂર કહીશ કે આ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝમાં કરેલા કામોને કારણે મારામાં સોફ્ટ સ્કિલ્સ, ચપળતા, ક્રિટીસિઝમ એબ્સૉર્બ કરવાની ક્ષમતા, સાચું બોલવાની અને સાચો રસ્તો દેખાડવાની વૃતિઓ અને સૌથી અગત્યનું કહી શકાય કે – HOW TO READ PEOPLE LIKE A BOOK.?
મહાદેવની કૃપાથી આવનારી આષાઢી બીજ નિમિતે રાજકોટમાં આદિનાથ ઓવર્સિસ સોલ્યુશન નામથી વિધિવત શરૂઆત કરીએ છીએ, સાથોસાથ સ્વીડન અને કેનેડામાં પણ આજ નામથી અમારા પ્રીમાઇસીસની શરૂઆત કરીશું.
વિદેશના વાસ્તવિક અનુભવો આધારિત અને વિદેશ-અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટેજ, ટુંક સમયમાં એક પ્રોફેશનલ વિડીયોગ્રાફી મારફત જલ્દી તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ.
(આ પોસ્ટ સાથે એક કોલાજ ફોટો જેમાં ,ઝીંદગીનો અમુક ચોક્કસ તબ્બકો, સંઘર્ષ સમયના મિત્રો, દર ગુરુવારે બાળકોને હસાવવા ૧૫ મિનિટ માટે હાથી બનવાનો અનુભવ, રેસ્ટોરન્ટમાં બેફામ એઠાં વાસણો, હું અને મારી યાદગાર પળો. હું દ્રઢપણે માનુંછું કે મે કરેલી થેંક્સ લેસ્ જોબ્સ, ખાસકરીને કિચન, સફાઇ, રેસ્ટોરન્ટ, બાર અને પબ જેવા વર્ક પ્લેસ પરથી દુનિયાભરના લોકોસાથે કામ કરીને મે મારા કોલેજ-યુનિવર્સિટી ક્લાસ કરતાં પણ વધુ જ્ઞાન મેળવ્યું હશે. ૨૨ થી વધુ રેસ્ટોરન્ટમાં કામકરી ને ટુરિઝમ વિષય પર યુનિવર્સિટી કક્ષાએ રિસર્ચ કરવાનો અવસર મળ્યો એ નફામાં)