ગ્લોબલાઈઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાળ ભરી રહી છે. આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ !!. વિશ્વગુરુ બનવાના સપના સેવતા ભારતીયોને કડવી વાસ્તવિકતાથી વાકેફ હોવું જોઈએ અને સ્વીકારવું જ રહ્યું કે, આપણાં દેશની પ્રત્યેક સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવું જ જોઈએ. શાળા વિસ્તારની સ્થાનિક લોક-સંસ્કૃતિ, વેશ ભૂષા, બાળ પ્રતિભાઓ, કુદરતી સંપદાઓ અને કલા વારસો દુનિયાની સમક્ષ પ્રસ્તુત થાય, જેથી દેશની પ્રાથમિક શાળાઓને પ્રોત્સાહન મળે, સાથે સ્થાનિક વિસ્તારનું બ્રાન્ડિંગ થાય, પ્રવાસ પર્યટનને પ્રોત્સાહન મળશે એ બોનસ.
ગુજરાતના દાહોદ જિલ્લાના નાની ખજુરી નામના અંતરિયાળ ગામનું નામ બહુ ઓછા લોકો એ સાંભળ્યું હશે. શિક્ષણ ક્ષેત્રે ઘણું ઘટે છે દાહોદ ક્ષેત્રમાં. નાની ખજુરી પ્રાથમિક શાળાની વેબસાઇટ લોન્ચિંગ કરી એક નાનો બદલાવ લાવીએ છીએ. શાળાના પ્રિન્સિપાલ શ્રી દિલીપભાઈ સાથે હું અંગત રીતે જોડાયેલો છું. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના વ્યક્તિગત પ્રયત્નોને ખૂબજ નજીકથી અનુભવ્યાં છે. એક અંતરિયાળ ગામની પ્રાથમિક શાળાને વિશ્વ કક્ષાએ કેવી રીતે લઈ જવી એ વિઝન છે, આત્મ વિશ્વાસ છે, બાહોશ છે અને સૌથી અગત્યનું પ્રામાણિક છે. પ્રાથમિક શાળાના શિક્ષકો જ આપણાં દેશની ધરોહર છે. એમના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવા એ સમાજનું કર્તવ્ય છે.
ચોક્કસ ધ્યેય લઈને આગળ વધતાં ખૂબજ ટુંક સમયમાં નાની ખજુરી પ્રાથમિક શાળાની ઓફિશિયલ વેબસાઇટનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ. પ્રકૃતિ પ્રેમી એવા પ્રિન્સિપાલશ્રી દિલીપભાઈ અવાર નવાર પ્રકૃતિ સાથે સંપર્કમાં રહે છે. દાહોદના રમણીય વિસ્તારોની ફેસબુકના માધ્યમથી પ્રતીતિ કરાવવી તેમજ વનસ્પતિઓ, વૃક્ષોની વિવિધ જાતિઓ વિશે અવાર-નવાર માહિતગાર કરતાં હોય છે. આ વેબસાઇટ થકી નિસંદેહ સ્થાનિક પર્યટન વ્યવસાયને પ્રોત્સાહન મળશે. વેબસાઇટ પર અપલોડ કરેલા ઇ-સાહિત્યની મદદથી દેવગઢ બારિયાની કલા સંસ્કૃતિ, લોક વારસો, કુદરતી સૌંદર્ય અને દાહોદની બાળ પ્રતિભાઓ જેવા અલગ-અલગ વિષયોની માહિતી રજૂ કરવામાં આવશે. આ શાળાને આંતરીક્ષ શાળા તારીખે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, આ ભગીરથ કાર્યમાં બુદ્ધિજીવીઓની તાતી જરૂર છે. દિલીપભાઈની તનતોડ મહેનત આ શાળા માટે જરૂર રંગ લાવશે. તમારી મહેનત એક આદત બની જાય અને સફળતા મુકદર બની જાય.
ગુજરાતની સૌ પ્રથમ સરકારી પ્રાથમિક શાળાની વેબસાઇટનું ઇ-લોન્ચિંગ માનનીયશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાશમા સાહેબના હસ્તે થવા જઈ રહ્યું છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ માટે નાની ખજુરી પ્રાથમિક શાળા એ દાખલો બેસાડયો છે. નાની ખજુરી પ્રાથમિક શાળાની શૈક્ષણિક કાર્ય અંતરગર્ત ડોક્યુમેન્ટરીની નોંધ લઈ માનનીયશ્રી શિક્ષણ મંત્રી શ્રી એ સહજતાથી મારો સ્વીડન સંપર્ક કરી સરાહના કરેલી. મુલાકાત દરમ્યાન નાની ખજુરી પ્રા. શાળાની વેબસાઇટ પ્રપોઝલ અંતરગર્ત માર્ગદર્શન કરી અમારો તેમજ નાની ખજુરી પ્રાથમિક શાળાનો ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર.
પ્રિન્સિપાલ શ્રી દિલીપભાઈ તથા સમસ્ત શિક્ષક ગણને ખૂબ ખૂબ શુભકામનાઓ.
‘લાંબો પથ અને રસ્તા કાચા, એક મુસાફર લાખ લબાચા, પારંપારિક સૌના ઢાંચા, સૌ માને છે પોતે સાચા’.
અજ્ઞાત