‘રંગીલું રાજકોટ’ આ બેજ શબ્દ કાફી છે એક કાઠીયાવાડીની ઓળખ માટે. રાજકોટ હમેશા રંગત અને સોબત, માહોલ અને મિત્રો, સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ માણસો અને મિજાજ માટે બીજા અસંખ્ય શહેરોથી અલગ પડે છે. અહી ઝઝૂમવું એ લગભગ લોકોનો સ્વભાવ છે. રાજકોટ પરિચયને ટુકાવીને મૂળ વાત પર આવું છું. છેલ્લા 14 વર્ષથી અવિરત રાજકોટમાં વાર-તહેવાર પર આવ્યા કરું છું. પ્રત્યેક વાર પ્રસન્નતા રહી છે કે રાજકોટ શહેરના યુવાનો સંઘર્ષને મન મૂકીને માણે છે ,પણ ‘ધાર્યું તો ધણીનું જ થાય’ એમ કામ તો પોતાને ફાવે એમજ કરે છે.
થોડું જાણીએ ગુજરાતી સાહિત્યને ક્રિએટિવ રીતે સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વાચા આપનાર અને ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણની પહેલ કરનાર નમન પંડયા વિશે.
જિંદગીના સડસડાટ હાર્ડશીપ અને રોંસ્ટિંગ અનુભવોને જાણે ક્ષણ ભરમાં ભૂલી જઈને આ ઇજનેર યુવાને સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કર્યું, રાજકોટનો તરવરાટીયો યુવાન અભ્યાસ પૂર્ણ કરવાની સાથે સાથે હર હમેશ પોતાના શોખને તો પાળીને રાખ્યો જ પણ ‘ક્રોધ’ને પણ. ક્રોધ અને ગુસ્સો તો સફળતાના ઘરેણાં છે. એનર્જીના પૂરક સ્વરૂપો છે, જેને જે ગળી જાય એને બધુજ મળી જાય છે.
ખૂબજ ગર્વ થાય છે જ્યારે સંઘર્ષને યુવાનો ગળે લગાડીને આગળ વધે છે અને પોતાના મનસૂબાઓ પર કામ કરવાનું શરૂ કરે છે. વાગોળવાનું બંધ કરીને વગાડવાનું શરૂ કરે, એજ તો છે રાજકોટની ખુમારી.
આજની યુવા પેઢી માટે ખરેખર પ્રેરણારૂપ, મિકેનિકલ એન્જિનિયર એવા મનન પંડ્યા ગુજરાતી લોકસાહિત્યમાં ખૂબજ ઊંડાણ ધરાવે છે. દુહા, છંદ, સપાખરું, સંસ્કૃત સ્તુતિ, લોકગીતો અને ગઝલોના ક્રિએટિવ સંગ્રહને વિવિધ પ્લેટફોર્મ પર નિયમિત વહેચતા રહે. અભ્યાસ દરમ્યાન રાજ્યકક્ષા અને વિશ્વકક્ષાના પ્રેક્ષકો સમક્ષ ગુજરાતી સાહિત્ય પીરસી ચૂક્યા છે. એક શિક્ષક જીવ, ઇજનેર અભ્યાસની સાથો સાથ લોકસાહિત્યને ખૂબજ ઉત્સાહ પૂર્વક આજના બાળકો-યુવાનો સુધી પહોંચાડવાની નમનની મહત્વકાંક્ષા મારા મનને જીતી ગઈ. આજે વેસ્ટર્ન છૂટછાટને અપનાવતા યુવાનો માટે પ્રેરણારૂપ ચરિત્ર એવા નમનભાઈ આપણાં લોકસાહિત્યને ડિજિટલ પ્લેટફોર્મ પર હમેશા જીવંત રાખવા માટે, આપણાં સમૃદ્ધ વારસાને એક અમરતા તરફ એક સરાહનીય પ્રોજેક્ટ થકી શરૂઆત કરી રહ્યા છે, જેથી ઘણીબધી લોકસાહિત્યની રચનાઓ, લોક વાર્તાઓને નમન લઢણમાં ફ્યૂઝન સ્વરૂપમાં વાચા મળશે. તો બની શકે કે આપણાં પૂર્વજોનો રાજીપો યુવાનો પર અવિરત રહે. જેથી યુવાનો કલા, સાહિત્ય વિરાસત સાથે પ્રોફેશનલ પ્લેટફોર્મ થકી જોડાયા પણ રહે. !!
સરસ્વતીમાંના સાક્ષાત આશીર્વાદ રહ્યા છે કાઠિયાવાડના લોકસાહિત્ય કલાકારો ઉપર. નમન ભાઈ, બોલીવુડ ગીતો અને લોકગીતોનો ભેદ ખૂબજ સારી રીતે સમજાવે છે. સાહિત્ય રસની સાથે અન્ય રસોની વિસ્તૃત પ્રસ્તુતિ સાંભળવી એક લ્હાવો છે. આજના બાળકો તેમજ સમાજની વૈચારિક સમૃદ્ધિ માટે આપણાં લોક સાહિત્ય, કલાવારસા, વિરાસતને જાણવું ખૂબ જ અગત્યનું છે. ઝડપથી બદલાતા ડિજિટલ સમાજિક યુગમાં આજે પણ આપણી વિરાસતને વહેચવાની ઝંખના નમનભાઈને આજની પેઢીના યુવાનોથી અલગ તારે છે. રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ શાળાઓ વિદ્યાર્થીઓને બાલસભામાં નમનભાઈની સાહિત્યકલા-કૌશલ્ય શૈલીને અવશ્ય માણી શકે છે, જે ખરેખર એક લ્હાવો છે. મિકેનિકલ એન્જિનિયર હોવા છતાં કલા સાથે સંકળાઈ રહેવું હોઈ શીક્ષક પ્રોફેશન પર પસંદગી ઢોળનાર લોકસાહિત્યને સતત જીવંત રાખવા, નમન ભાઈના આ પ્રયત્નને ખૂબજ વાચા મળે તેમજ લોકસાહિત્ય વાંચવા અને વહેચવાનો મિજાજ ધરાવતા રાજકોટના અનોખા પાણીદાર યુવકને ઉજળા ભવિષ્યની અઢળક શુભકામનાઓ.
મારી છેલ્લા ઘણા સમયથી, શ્રી નલીનભાઈ ઝવેરી સાથેની ચર્ચામાં – ‘રાજકોટમાં આવી ઘણીજ પ્રતિભાઓ છુપાયેલી છે. જેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એવો એમનો હમેશા આશય રહ્યો છે’. તેમના પ્રયત્ન થકી નમનના આ પ્રોજેક્ટને વાચા મળી, કન્ટેન્ટ રાઇટિંગ તરીકે નમન પંડયાની પ્રોફેશનલ વેબસાઇટ ડેવલપમેંટ કરવાનો અવસર પ્રાપ્ત થયો અને તેના માધ્યમથી લોકસાહિત્યમાં મને ડોકિયું કરવાનો મોકો મળ્યો. નમનની સફરને વાચા આપવાનો અવસર મળ્યો એ માટે ફરીવાર શ્રી ઝવેરી સાહેબનો આભારી છું.
न चोरहार्यं न च राजहार्यं न भर्तुभाज्यं न च भारकारि |
व्यये कॄते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानं ||
‘જેને ચોર ચોરી કરી શકતા નથી, રાજા લઈ જઈ શકતો નથી, ભાઇઓ ભાગ પડાવી શકતા નથી, જે નિત્ય ખર્ચવાથી વધે છે, તેવી વિદ્યા, બધાજ પ્રસાધનોમાં સૌથી માહમૂલુ ધન છે’.