EXPAT KIDS – એટલે તે બાળક જે વડીલોની જન્મ ભૂમીથી ખુબજ દૂર જન્મ્યા હોય અથવા વિદેશી ધરતી પર બાળપણ જીવ્યા હોય.
અન્ય બાળકની જેમ તેઓના મનમાં પોતાના ખુદના ઘરનો કોઈ કોન્સેપ્ટ નથી હોતો. વિદેશમાં જન્મેલા બાળકો માટે કયો દેશ પોતાની સૌથી નજીક હોય શકે? જ્યાં તેઓ જન્મ્યા હોય ત્યાં કે પછી જ્યાં બાળકની સ્કૂલ લાઈફ વીતી હોય ત્યાં ? તેઓ હાલ જે દેશમાં રહેતાં હોય ત્યાં કે પછી માં-બાપના હોમ કન્ટ્રીમાં ? જવાબ મેળવવો અઘરો પડે છે. પોતાના જન્મ સ્થળથી દૂર થવાની સાથે જ બાળક પોતાની વૈચારિક દુનિયામાં આવી ચડ્યું હોય છે અને પોતાના કલ્ચરની ઓળખની અવઢવમાં હોય છે. આવું જ સ્વદેશી પણ વિદેશી વાતાવરણમાં ઉછરેલું બાળક બહુવિધ દેશોમાં મા-બાપ સાથે જ લાંબો સમય વિતાવ્યો હોવા છતાં તેમની પાસે અજાણ્યા ઉચ્ચારણ હોય છે જેને સમજવા ખરેખર એક પહેલી હોય છે. તેઓ જ્યાં રહેતાં હોય તે ભાષા શબ્દોનું સંકલન કુદરતી રીતે કરે અને પછી ઉચ્ચારણ કરે. એક ભાષા તજજ્ઞ સાથેના સંવાદથી જાણવા મળેલું કે શરૂઆતમાં બોલવામાં સંઘર્ષ કરતા બાળકને સમયાંતરે લોકલ ભાષા સાથે તાલમેલ કેળવવામાં ખુબજ સંઘર્ષ પડતો હોય છે, છતાં પણ નિર્દોષ આનંદ સાથે કોરી પાટીમાં ક્રમશ પ્રગતી કરતું હોય છે. આજ બોલવામાં સંઘર્ષ કરતું બાળક પ્રેકટીસ બાદ લેંગ્વેજ અને કલ્ચરમાં ખુબજ સારી પકડ મેળવે છે અને એકસાથે ત્રણ કે ચાર સંસ્કૃતિઓને ખાસ કરીને બાળપણની દુનિયા નોર્મલ એકજ ભાષા બોલતા બાળક કરતાં વધુ સારી રીતે જીવનમાં કેળવે છે. મલ્ટિપલ કલ્ચર અને કન્ટ્રીમાં ઉછરેલું બાળક વાસ્તવમાં બચપણથી જ એમની ઉર્જા અને આઝાદીમાં ઉછરતું, વિચરતું અને વિહરતું હોય છે. તમારા કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળીને નવી સંસ્કૃતિમાં ડૂબી જવા જેવુ કંઈ નથી. બચપણથી જ માબાપની સતત મુવિંગ લાઈફને બાળકે ફીલ કરેલું હોય છે.
વિશ્વના અલગ જ ડેમોગ્રાફીમાં એકલા હાથે બાળક ઉછેરવું એ કઈક અલગ જ રોમાંચ છે. મારા જીવનમાં આવેલા અવિસ્મરણીય બદલાવો અને અનુભવો માટે હું મારી વાઈફનો આજીવન આભારી રહીશ. આ વલણનો અર્થ એ છે કે વિદેશી બાળકોને સામાન્ય રીતે તેમના સ્તરની મુસાફરી અને એક્સપ્લોર કરવા માટેનું મનોબળ પૈસા ખર્ચતા પણ નથી મળતું . બાળપણના કલ્ચર સંઘર્ષને કારણ કે આગળ જતાં સસ્ટેનેબલ મેચ્યોરિટી આવે છે, મોટા થવાની સાથે સાથે સ્વતંત્ર, મનમોજી અને નીડર મુસાફર બને છે.
ડેન્માર્કમાં જન્મેલી, સ્વીડનની બર્ફલી વાદીઓ અને 200 વર્ષ જૂના દેવદાર અને પાઇનના વૃક્ષોની વચ્ચે ઉછરેલી, પેરીસની ગલીઓમાં ફરેલી, નૉર્વેના ઊત્તર ગોળાર્ધમાં ભમેલી અને છેવટે ભરતવર્ષમાં શાળામાં પા-પા પગલી કરતી, પાંચ વર્ષમાં પાંચ દેશમાં એકદમ અલગ જ વાતાવરણ અને કલ્ચરમાં ફરેલી મારી દીકરી પીયા છેલ્લા ઘણા સમયથી રાજ્કોટનું પાણી ચડાવવામાં વ્યસ્ત છે. શાળાના બાળકો પણ પીયાના ઉચ્ચારણનું મનોરંજન કરતાં હોય છે, તો પીયા પણ અન્ય સહપાઠીઓના મીઠા મધુર ગુજરાતી નવા શબ્દો શીખે છે.
આ માટે મારા અંગત મીત્ર, કોલેજકાળના સહપાઠી અને SKP સ્કૂલ તેમજ રેલનગરમાં આવેલી કર્ણાવતી શાળાના નિષ્ઠાવાન શીક્ષક જીવ એવા શ્રી પાંભર રમેશભાઈ અને પાંભર અશોકભાઈના અમે અંતઃકરણથી આભારી છીએ. રાષ્ટ્રના ઘડતર માટે આપશ્રી એ જે રીતે શાળાને મલ્ટી કલ્ચર બનાવી અને કેળવી છે, અને ખુબજ ઉચ્ચ ગુણવતા વાળું વાતાવરણ પૂરું પડ્યું છે, એ ખરેખર પ્રશંશનીય છે. મારા મત પ્રમાણે તમારી નોંધ રાજકોટની અન્ય શાળાઓએ લેવા જેવી છે. કર્ણાવતી શાળાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ડો. રિતેશ ભટ્ટ