DISCOVERING SCANDINAVIA – WITH RITESH!!!

DISCOVERING SCANDINAVIA – WITH RITESH!!!

‘કાર્લ’ – બાળકના નામ પરથી ડેન્માર્કના ઉદ્યોગપતિ J. C. JACOBSON એ કાર્લસબર્ગ નામની 170 વર્ષ જૂની બીયર કંપની આજે આલ્કોહોલ બનાવતી વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઊભરી આવી. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિઓ અને ઠંડી આબોહવાને કારણે જમ્યા પૂર્વે જઠરાગ્નિ પ્રજ્વલિત કરવા માટે સેવાતું પીણું એટલે બીયર. કાર્લસબર્ગના રિસર્ચ અને ડેવલપમેંટ સેન્ટરને રૂબરૂ જોવું એ ખરેખર લાહવો છે. મારા અનુભવ શેર કરું તો ‘ડિયર સાથે બીયર’ સેવન કરતાં લોકો દિવસમાં પાણી કરતાં બિયરનું વધુ માત્રામાં સેવન કરે છે, કારણ કે ચારે બાજુએ દરીયો હોઇ જૂના વખતમાં ત્યાંનાં લોકો કિડની સ્ટોન, વધુ કોલેસ્ટેરોલ, હાડકાંની મજબૂતાઈ, સ્ટ્રેસ રીલીઝ અને યાદશકતી માટે બિયરનું સેવન કરતાં એવી માન્યતા છે.  ખેર બીયરનું સેવન ના કરતાં હોય તો જણાવું કે ડેન્માર્ક વિશ્વમાં સૌથી વધુ કોફી પીવામાં ટોપ 10 દેશોમાં આવે છે. અંદાજીત વાર્ષિક 4.25 બિલિયન કોફી કપ (2019) ડેનિશ લોકો ગટગટાવે છે. તો વળી પાડોશી ફિનલેન્ડ દેશ વિશ્વમાં વ્યક્તિ દીઠ 12 કિલોગ્રામ કોફી સેવન કરી વિશ્વમાં પ્રથમ નંબર પર આવે છે.

કેમેસ્ટ્રીના સ્વીડીશ પ્રોફેશર GUSTAF ERIK PASCH કે જેમણે વિશ્વને અંધકાર માંથી બહાર કાઢીને અજવાસ પાથરવાનું મહાન કાર્ય કર્યું. ‘રાતા ફૉસ્ફરસ’ કે જેમની મદદથી આ કારપેન્ટરના સંતાને દિવાસળી બનાવી. તેઓએ આ શોધ 1844માં કરી જેનો સંપૂર્ણ શ્રેય આ કેરોલિન્સ યુનિવર્સિટીના સંશોધક- પ્રોફેશરને જાય છે. જરૂરિયાત શોધખોળની જનની છે. નોર્થપોલ પ્રદેશમાં સ્નો ફોલ, અસહ્ય ઠંડી અને અંધકાર વર્ષમાં લગભગ 6 મહિના હોય છે, તો વળી 6 મહિના દિવસ જ. નૉર્વેનું શહેર ‘LONGYEARBYEN’  જ્યાં આપ 6 મહિના દિવસ તો 6 મહિના રાતની અનુભૂતિ કરી શકો છો. આ શહેરના નામનો મતલબ જ [LONG + YEAR + BYEN (BYEN એટલે શહેર)] લાંબા વર્ષનું શહેર થાય છે. મધ્ય રાત્રીનો સૂરજ પણ આપ નૉર્વેમાં નિહાળી શકો છો એ પણ નોર્થ સમુદ્રની મલ્ટી સ્ટોરી ક્રૂઝની સફર માણતા માણતા. રાત્રે 1 વાગે પણ ગુલાબી સાંજ જેવુ વાતાવરણ હોય અને પળવારમાં તમને અભ્યુદય્ અને અરુણોદય વચ્ચેનો ફર્ક શું છે ? એ નોર્થ સમુદ્રમાં માણવું અને જાણવું હોય તો હા ખરેખર રાત્રે 2 વાગે સૂર્યોદય નૉર્વેના સમુદ્રમાં જ દુર્લભ છે.

સ્કેનડીનેવીયન દેશોનો સમૂહ એટલે ડેન્માર્ક, નૉર્વે,  સ્વીડન અને ફિનલેન્ડ. 18મી સદીમાં ઉદ્ભવેલો શબ્દ સ્કેનડીનેવીયા વાસ્તવમાં સ્વીડન, નૉર્વે અને ડેન્માર્કની ‘VIKING AGE’ સંસ્કૃતિ, કળા, ઇતિહાસ અને વિરાસતના માધ્યમથી ખુબજ ગાઢ પૂર્વક જોડાયેલો પૃથ્વીના ઉતરીય ગોળાર્ધમાં આવેલો બરફીલો અને સમૃદ્ધ પ્રદેશ.

અનુભવને જ આધાર બનાવી SCANDINAVIAN પ્રદેશોને મારી સાથે માણવા રાજકોટ થી રાજકોટ એક્ષકલુસીવ આયોજન કરી રહ્યા છીએ. B2B માહિતી માટે ટુર ઓપરેટર્સ મિત્રો આવકાર્ય છે.

ડો. રિતેશ ભટ્ટ

માસ્ટર્સ ઇન ટુરિઝમ – સ્વીડન

WHATSAPP: +45 71417616