સાતમી સદીથી પૃથ્વીના ઉત્તરીય ધ્રુવ ઉપર રહેતી ખૂબજ પ્રાચીન પ્રજાતિ એટલે નોર્સ. નોર્સ સંસ્કૃતિના મૂળિયાં યુરોપમાં સદીઓ પુરાણા છે. અહીની સ્થાનિક ભાષામાં શબ્દ પ્રયોજાય છે – ‘NORD’ મતલબ એકદમ ઉતર તરફ. NORDIC મતલબ ઉતરિય ધ્રુવમાં વિસ્તરેલો સમુદ્રીય પહાડોની વચ્ચે ફેલાયેલો ખૂબજ ઠંડો પ્રદેશ. NORD શબ્દ પરથી ઇંગ્લિશ શબ્દ ઉતરી આવ્યો NORTH. ઉતર તરફ જવાનો રસ્તો એટલે NOR-WAY. નૉર્વેને સ્થાનિક ભાષામાં NORGE કહે છે. અગિયારમી સદીથી ઉત્તરીય ધ્રુવમાં વિસ્તરેલા એમ્પાયરને વાઇકિંગ એમ્પાયર તરીકે ઓળખાય છે.
વાઇકિંગ્સ ખૂબજ શક્તિશાળી અને સખત ઠંડીમાં વસનારી પ્રજા. પૃથ્વીનો એકદમ ઉપરી ગોળાર્ધનો હિસ્સો એટલેકે નોર્થ પોલ. અહિયાં સદીઓથી સ્થાપત્ય જમાવી અને માત્ર ઉતરિય ધ્રુવમાં જ વિહરતી દુનિયાની સદીઓ જુની પ્રજાતિ. આ ઉતર ધ્રુવીય ભૌગોલિક ભાગમાં નાના નાના કબીલાઓ રજવાડા બન્યા. નાના રજવાડાઓ એકત્ર થઈને કલમાર યુનિયન બન્યું. આર્ક્ટિકની હિમશીલાઓ અને ઉત્તરીય સમુદ્રની વચ્ચેજ ઉછરેલી અને વિકસેલી પ્રજાતિઓ એકઠી થઈ સમુદ્રમાં મુસાફરી, વ્યાપાર અને યુદ્ધ કરતી. સમુદ્ર માંથી પકડેલી માછલીઓ, શિકાર કરેલા પ્રાણીઓ તેમજ સમુદ્રીયુદ્ધ બાદ લુંટેલી વસ્તુઓનો વ્યાપાર થતો.
સ્થાનિક ભાષામાં વ્યાપાર વિનિમય માટે શબ્દ પ્રયોજાતો ‘KØB’ – કોબ, એટલેકે વસ્તુની લે વેચ દરમ્યાન પૈસાની લેવડ દેવડ અને ‘HAVN’- હેવન, એટલેકે અંગ્રેજીમાં ’HARBOUR’ અને ગુજરાતીમાં બંદર. ૭મી થી ૧૪મી સદી દરમ્યાન ‘KOØBENHAVN’ શહેરને વાઇકિંગ્સના વ્યાપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું જે આજે ડેન્માર્કની રાજધાની ‘COPENHAGEN’ તરીકે ઓળખીએ છીએ. એ સમયમાં આ સ્થળ વ્યાપાર માટે નોર્થ યુરોપમાં ખૂબજ વિખ્યાત અને રાજકીય મહત્વ ધરાવતું હતું. ૧૬મી સદી બાદ આ કલમાર યુનિયન માંથી મુખ્ય ત્રણ રજવડાઓ છુટા પડ્યા જે આજે ડેન્માર્ક, નૉર્વે અને સ્વીડન તરીકે ઓળખાય છે.
આ શહેરની બિલકુલ નજીક SKÅNE (સ્કેનયા) પ્રદેશ આવેલો (હાલ સ્વીડનનો હિસ્સો), ત્યાંના આઈલેન્ડને SCATINAVIA (સ્કેટીનેવીયા) તરીકે ઓળખતો. સમયાંતરે આ પોલિટિકલ યુનિયન SCANDINAVIA તરીકે ઓળખાવા લાગ્યું. કલમાર યુનિયન દરમ્યાન પોલિટિકલ મહત્વ સ્કેન્ડીનેવીયા તરફ વધુ હોવાને કારણે સૌ પ્રથમ સ્વીડન ૧૨૬ વર્ષ જૂના યુનિયનથી અલગ થયું. સ્વીડનમાંથી ફિનલેન્ડ અસ્તિત્વમાં આવ્યું. વ્યાપાર કરવાના સ્થળ, સમાન ભાષા અને સમાન સંસ્કૃતિને કારણે આ SCANDINAVIA શબ્દ આ ત્રણ દેશ માટે ખાસ પ્રયોજાય છે. સમયાંતરે આઈસલેન્ડ અને ફિનલેન્ડ આ દેશો માંથી અલગ પડ્યા હતા એટલે આ દેશો પણ આ યુનિયનનો હિસ્સો ગણાય છે. ડેન્માર્ક ,નૉર્વે અને સ્વીડન દેશોને સ્કેન્ડીનેવિયન દેશો તરીકે ઓળખાય છે.
ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે અને ફિનલેન્ડમાં ઝીંદગીના અમૂલ્ય ૧૦ વર્ષો વિતાવવાની સાથે ટુરિઝમમાં માસ્ટર દરમ્યાન ટુર ઓપરેટર કંપનીના અનુભવો મળ્યા. યુરોપના વિવિધ દેશોના લોકો પોતાના હાઇ લિવિંગ સ્ટાન્ડર્ડ માટે જાણીતા છે. દુનિયાને એજ્યુકેશનમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ફિનલેન્ડે શીખવ્યું. વ્યાપાર માટે ભૂગોળ એકદમ પ્રતિકૂળ હોઇ દુનિયાને સૌથી મોટી લોજિસ્ટિક કંપની ‘MAERSK’ એ ડેન્માર્કની દેન છે જેથી વ્યાપાર વિશ્વવ્યાપી બન્યો. લાકડાની ફોટો ફ્રેમ બનાવીને ૧૭ વર્ષની વયે ફર્નિચરની એક નાની દુકાન શરૂ કરનાર આજે દુનિયાની સૌથી જાયજેનટીક સ્વીડિશ ફર્નિચર કંપની – ‘IKEA’ નો માલિક, એટલે Ingvar Kamprad. દુનિયામાં આ દેશો સૌથી સુખી અને ખુશહાલ દેશોની યાદીમાં દર વર્ષે ટોપ ટેનની સૂચીમાં હોય જ.
આ દેશોનો પ્રવાસ કરવો એ ‘ONCE IN A LIFE TIME –EXPERIENCE’ કહેવાય. યુરોપનું હજુ પણ અજાણ્યું ડેસ્ટિનેશન એટલે સ્કેન્ડીનેવીયા. ‘MID NIGHT SUN’ અને નોર્ધન લાઇટ્સનો દેશ એટલે નૉર્વે, જેની મુસાફરી દરમ્યાન રમણીય બર્ફીલા પહાડોના સુંદર દ્રશ્યો શ્વાસથંભાવી દે. પાઇન વૃક્ષોથી લગભગ ૬૦ ટકાથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ગાઢ જંગલો અને નેશનલ પાર્કથી બનેલો, પહાડો, ઝરણાઓ અને સરોવરોનો દેશ એટલે સ્વીડન. નાનો પણ ખૂબજ સમૃદ્ધ દેશ ડેન્માર્ક જયાં વૉલ્ટ ડિઝનીને ડિઝનીલેન્ડ બનાવવાની પ્રેરણા મળી એવું યુરોપનું સૌથી જૂનું એમ્યુસમેન્ટ પાર્ક – TIVOLI PARK. શેક્સપિયરે ડેન્માર્કના રાજકુમારને ધ્યાનમાં લઈને બનાવેલું લોકપ્રિય નાટક ‘હેમલેટ’ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર બગીચાઓ તો ખરાજ. શૈક્ષણિક અને વૈચારિક સમૃદ્ધ દેશ એવો નોર્થ પોલ વિસ્તારનો, યુરોપનો અનોખો દેશ એટલે ફિનલેન્ડ. એકજ રજવાડા માંથી બનેલા આ દેશોની એકતા અને કુદરતી સૌંદર્ય અને આર્થિક સમૃદ્ધિથી હરકોઈને ઈર્ષા થાય જ. યુરોપિયન યુનિયનનો એક અલગ મિજાજ એટલે સ્કેન્ડીનેવીયા. જયાં હજુ પણ લોકશાહી અને રાજાશાહી તાલમેલથી કામ કરે છે.
નવરાત્રિના શુભ અવસર પર માતાજીના ચરણોમાં ટુરિઝમ વિષય અંતરગર્ત બિઝનેસનું નવું સોપાન ‘DISCOVERING SCANDINAVIA- WITH RITESH’ અર્પણ કરું છું. રાજકોટથી એકદમ સ્ક્રેચથી એકસકલુસીવ ટુર ઓપરેટ કરવામાં આવશે. શું આપ LUXURIOUS SCANDINAVIAN અનુભવો માટે તૈયાર છો ?
મુસાફરો માટે સ્કેન્ડીનેવીયા ફરવું એ કઈ પ્રેસટીજ થી કમ નથી. મુસાફરી દરમ્યાન સુખની વ્યાખ્યા બદલાઈ જાય છે અને મુસાફર ખરેખર સ્વની ખોજમાં નીકળી ગયો હોય કે કેમ.!!! ભારતીયો મુસાફરીની સાથે સ્વાનુભવો શેર કરવા મળશે અને નવા લોકોને વાંચવા મળશે એ અલગ .
બુકિંગ ઓપન – ડિસેમ્બર ૨૦૨૧ – એપ્રિલ- ૨૦૨૨
રિતેશ ભટ્ટ
CALL: +91 94092 40007
WhatsApp: +45 71417616
Email: bhattritesh86@gmail.com